________________
ખંડ : ૨
૩૭૭ કરમનો રંગ અલબેલે, પળેપળના જુદા બેલે; સ્વજન પંખી તેણે મેળે, બને શાને મુરખ ઘેલ૯ ઘડી ગજ પર ચઢાવે છે, ઘડી ચામર વિંઝાવે છે; કરી બેહાલને કંગાલ, ઘડી ઈજ્જત લુંટાવે છે...૧૦ કરી. મેજા ફરી વળતાં, બધુંય માટીમાં મળશે; વજન, સ્નેહી અને પ્રિયતમ,બધાયેઅગ્નિમાં બળશે.૧૧ ધરમની જ્યોતિ જ્યાં જાગે, કરમ અધેર ત્યાં ભાગે; કરમ સત્તાની બેડીને, ધરમ સત્તા હઠાવે છે..૧૨ કરમનાં મૂળને કાપી, આતમ લબ્ધિને પ્રગટાવો, કહે પ્રભુને શિષ્ય કંકણ અનંતના સુખને પીવે..૧૩
સુખને અર્થી જીવ પાપ કરતાં કરે. કારણ કે એને ખબર છે, મારે જોઈએ છે સુખ-સુખ. અને હું કરું છું પાપ તે મને દુઃખ આવ્યા વિના નહીં રહે. (ભલે વહેલું ચા મોડું) લાંબુ તત્ત્વજ્ઞાન ભલે ન જાણતા હોય પણ ટુકમાં બે વાત ધ્યાન કરે. દુઃખ આવે ત્યારે હૈયાથી એમ માને કે આ દુઃખ મારાજ કરેલા પાપનું ફળ છે. અને એને મારે આનંદથી વેઠી લેવું જોઈએ. સુખ આવે ત્યારે તેમાં આસક્ત ન બને અને એમ વિચારે કે જો સાવધ નહિ રહું તે આ સુખ અને દુઃખના ખાડામાં (પાપમાં) ધકેલી દેશે. ભગવાને દુઃખીને કહ્યું કે દુઃખ વેઠતાં શીખે. સુખીને કહ્યું કે સુખ છોડતાં શીખે. કર્મના ઉદયે આવેલી