________________
(૩૧૬
સધ યાને ધર્મનું સ્વરૂપ કેશવની સ્થિતિ જાણી કડી થઈ પડી. તે વિચાર કરે છે. હવે શું કરવું. ? આ યક્ષ મને જીવતે છોડશે નહી. તેનું કહ્યું માની લેવું અને જીવ બચાવવા કે પ્રતિજ્ઞા પાળીને પ્રાણનું બલિદાન આપવું ?
જે તેની જગ્યાએ બી કાપ માણસ છે તે તેણે યક્ષની ધમકી સ્વીકારી લીધી હત. પણ કેશવે ભારે હિંમત કરીને કહ્યું કે આપને કરવું હોય તે કરો. બાકી મારાથી અત્યારે જમી શકાશે નહિ. (ધન્યવાદ પ્રતિજ્ઞા પાળનારને)
આ વખતે યક્ષ તેને પ્રતિક્ષા આપનાર ગુરૂ મહારાજને હાજર કરે છે. અને ગુરુ મહારાજ કહે છે કે, “હવે બહુ થયું. તું ઘણાના ભલાની ખાતર જમી લે, પણ કેશવ વિચારમાં પડે છે કે જે ગુરૂએ મને રાત્રે ન જમવાની પ્રતિજ્ઞા આપી તે જ મને રાત્રે જમવાનું કેમ કહે ? માટે આમાં કાંઈક દગો લાગે છે. એટલે તે કંઈ પણ બોલ્યા વિના ઉભો રહ્યો.”
ત્યારે યક્ષે કહ્યું કે તું નહિ માને તે તરે પ્રતિજ્ઞા આપનાર આ ગુરૂને નાશ કરીશ. અને તારો પણ નાશ કરીશ. (વિચારે કેવી કસોટી કહેવાય.' એમ કહીને તેણે ગુરૂ ઉપર મુગરને પ્રહાર કર્યો. ગુરૂ આર્તનાદ કરવા લાગ્યા. પરંતુ હજીયે કેશવને લાગે છે કે “મારા ગુરૂ તે એવા શક્તિશાળી હતા કે તેને આ રીતે કેઈ યક્ષ સતાવી શકે નહી.”