________________
ખંડ : ૨ જો
૨૭૩
કે તેના દિકરા છાનામાના તેની પાસે પાણી લઈને ઉભા છે. તેથી તેની આંખમાં હર્ષનાં આંસુ ઉભરાઈ આવ્યાં. તેણે કહ્યુ બેટા ! આખી રાત તું કેમ ઉભો રહ્યો ? દિકરાએ કહ્યુ` મા મારી ખાતર. તે કેટલીએ વાર રાતેાની રાત જાગી ઉજાગરા વડ્યા છે તેમજ કેટલાએક સહ્યા છે. તા તારા માટે હું એક રાત જાગ્યા તેથી શું થયુ ? આ હતાં સ્વામી વિવેકાનંદ. આનું નામ સાચું શિક્ષણ; સુસંસ્કાર. હમણાનાં આધુનિક વિચારવાળાનુ હવે દૃષ્ટાંત ટુંકામાં લખું :- એક ગરીબ માતાના એક જ દિકરા હતા. દિકરો પાંચ વરસના થયા ત્યારે તેનાં પિતાનુ મૃત્યુ થયું. ઘર નિરાધાર અન્યું. કમાનાર કોઇ રહ્યું નહિ. સહાય કરનાર કઈ રહ્યું નહ અને માતાના આંસુને લૂછનાર કઈ રહ્યું નહિ. માતાની આંખો નો તારો ગણા, કે ઘરનો આધાર ગણા, કે હૈયાના હાર ગણા. જે ગણા તે દિકરા જ હતા. માતાએ હિંમત ન હારતાં વજા જેવુ કહ્યુ હૈયું કર્યું. કોઇનાં ઘરે વાસણ માંજવાનુ, કોઈનાં ઘરે વાસીદુ વાળવાનું, કોઇનું પાણી ભરવાનું કામ કરીને એ કમાણીમાંથી દિકરાને ભણાવ્યો, તે ડોકટર થયા ત્યાંસુધી ભણાવ્યો. ત્યાં સુધી માતાને કેટલું દુઃખ ( કષ્ટ ) પડ્યું હશે ? પણ માતાને આશા હતી કે મારો દિકરો મને સુખ આપશે. હવે એ દિકરા ડૉકટર થયા પછી પૈસો વધતા ગયા, માન વધતું ગયું, પ્રમુખસ્થાન જેવી પદવી મલતી ગઈ અને વધારામાં સુધારક કન્યા પરણી ગયા. પછી.
જ
સ. ૧૮