________________
so
સધ યાને ધર્મનું સ્વરૂપ છે. આજે માનવ ક્યાં જઈ ઊભો છે ? તેમાં આજનો યુવાન ખરેખર દિશા ભૂલ્યું છે. શિક્ષણ, કેળવણી, જે ભણતરનાં નામે આજે તે પોતાના જીવનમાં નિરદેશ દોટ માંડી રહ્યા છે. ભણીગણી ડિગ્રી મેળવીને વિલાસ, વિકાર, વિધ્યા, તથા વાસનાઓની ભૂતાવળની પાછળ દોટ મૂકી રહ્યા છે. સંસ્કાર, સંયમ, સત્ય, સહનશીલતા, સાદાઈ તેમજ સાત્વિકતાના મંગલતત્ત્વોથી દૂર-સુદૂર ગયેલાને જવનની મંગલકારી ઉર્ધ્વ. મુખી શક્તિઓને આજે તે ભણેલો શિક્ષિત કહેવાતા વર્ગ વ્યર્થ વેડફી રહ્યો છે, તે વર્ગને ઉદેશીને આજની શિક્ષણ પદ્ધતિ વિદ્યાથી તેમજ શિક્ષક વર્ગની તથા મા-બાપ પોતાના સંતાન સંસ્કાર પ્રત્યેનાં કેવળ દુર્લક્ષ્યને કેળવી રહ્યા છે. વર્તમાન કાળે કેળવણીનું ફક્ત એક જ ધ્યેય રાખવામાં આવ્યું છે. અને તે મોટી ડીગ્રી મેળવી લઈ પેટ જવું, ધન એકઠું કરવું. મતલબ વિદ્યાર્જનનું ધ્યેય કેવળ અર્જન કહ્યું છે. મા-બાપનું ધ્યેય પણ એજ હોય છે કે મારો દીકરે ભણશે–ગણશે ને સારી રીતે ગુજરાન ચલાવી શકશે. વિદ્યાનું લક્ષ્ય આજે ભૂલી જવાયું છેશિક્ષકો, સંચાલકો પણ ઊચ્ચ ધ્યેયથી દૂર ગયા છે. ત્યાં વળી વિદ્યાર્થી આલમની
ક્યાં વાત કરવી? નથી પડી મા-બાપને, નથી પડી શિક્ષકને, નથી પડી વિદ્યાથીને, નથી પડી સંચાલને ત્યાં ગોવાળ વગરના ગાની શી દશા? સૌની દ્રષ્ટિ ટુંકી છે. સોનું
ધ્યેય ટૂંકું છે. વર્તમાન શિક્ષિત કહેવાતા વર્ગની, કોલેજમાંથી ' ભણીને પાર ઉતરેલા વર્ગની જે અવદશા છે તે વિચા. કરવા જેવી છે.