________________
૨૪૨
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ કયાં કયાં નથી પહોંચ્યું એ ધર્મશાસન? લગ્નની પહેલી જ રાત્રિથી સગવશાત્ આજીવન બ્રહ્મચારી બની જતાં દંપતી વિજ્ય અને વિજ્યાને અખૂટ બ્રહ્મબળ પુરૂ પાડ્યું આ જ જિનશાસને. પિતાએ એના નસીબમાં કોઠીઓ પતિ ફટકાર્યો તે પણ હસ્તે મુખે એને હાથ પકડી લેવા સજજ બની ગયેલી મયણાની ખુમારી આ જ શાસનની દેણગી હતી.
કામાંધ જેઠ દ્વારા મરણ તેલ રીતે ઘાયલ થયેલ પતિને કઠણ હૈયું કરીને ધર્મ આરાધના કરાવીને સદ્ગતિમાં મેકલાવનાર મહાસતી મદનરેખા આ જ જિનશાસનનું ફરજંદહતી, મહાન પુન્યબળે મેળવેલા દેવકુમાર જેવા બત્રીશ પુત્રોને યુદ્ધમાં એકી સાથે ખોઈ નાખવા છતાં માતા સુલસાના અંતરે અકીનતાને ધ્વજ ફરકાવતું આ જ શાસન હતું.
રામચંદ્રજી દ્વારા સતીશિરોમણી ગીતાજીને એકાકિની વનમાં મુકાવી દેવા છતાં ધર્મનું શરણ સ્વીકારીને માત્ર પિતાનાં જ દુષ્કર્મોને દોષ દેવાની અનેખી કળા આ શાસને જ એને શીખવી હતી. રર-રર વર્ષ સુધી ત્યક્તાની સ્થિતિમાં રહેલી અંજનાસુંદરીને આર્તધ્યાનની ભયંકર આંધીમાંથી ઉગારી લઈને કલ્યાણપથે ચડાવી દેનાર પણ આ જ શાસન.
રે. દુષ્ટોને એણે ઉગાર્યા, અબળાને એણે સાચા અર્થ માં સબળા બનાવી. એ તે ઠીક પણ પશુઓને ય આ શાસને તારકપંથની વાટ ચીધી.