________________
સધ યાને ધર્મનું સ્વરૂપ ત્યારે પાડોશણ બાઈએ વિચાર કર્યો, જે અનિષ્ટ કહેવાનું હોય તે તે ભોજન કરાવ્યાં પહેલાં કહેવું નહિ પણ ભોજન કરાવ્યા પછી જ કહેવું. એ લેકવાદ છે. આ વિચાર કરીને પાડોશણ બાઈ એ ગોભદ્રને કહ્યું કે તમારી પત્ની પિયર ગઈ છે અને બાકીની હકીક્ત હું તમને પછીથી કહીશ માટે હાલ તમે ભોજન કરી લે ! આ પછીથી પોતાનું હૈયું આકુળ બની ગયેલું હોવા છતાં પણ એ પાડોશણ બાઈના આગ્રહને આધીન બનીને ગંભદ્ર ભોજન કર્યું. ભોજન કરી લીધા બાદ ગોભદ્રને તેની પાડોશણ બાઈએ કહ્યું કે તમારા ગયા બાદ તમારા વિયેગના દુખે કરીને સમજે કે તેવા પ્રકારના કેઈ વ્યાધિએ કરીને સમજે પણ શિવભદ્રાનું શરીર ઘણું જ ક્ષીણ થઈ ગયું હતું. તેમાં તેણીના શરીરમાં અચાનક જ ફૂલની ગાઢ વેદના ઉત્પન્ન થઈ જવા પામી. ઔષધો કરવા છતાં પણ તેના શરીરે કાંઈ જ ફાયદો થયો નહિ અને એક મુહૂર્ત માત્રમાં તે તેનું મૃત્યુ પણ થઈ ગયું. આ હકીકત સાંભળતાં તે ગોભદ્દે મૂચ્છિતની જેમ વ્યતીત કરી. ત્યારબાદ ગોભદ્ર પિક મુકીને કરૂણ શબ્દોને ઉચારતે ઉચારતે રેવા માંડ્યું. ગોભદ્રને નિકટવર્તી માણસેએ સારી રીતિએ આશ્વાસન આપીને શાન્ત કર્યો. પછીથી ગભદ્ર શિવભદ્રાના મૃત્યુ સંબંધી જે કાર્યો પિતાને કરવાનાં હતાં તે કર્યા ! આ બનાવ બની ગયા પછીથી જેમ જેમ સમય વીતવા લાગે, તેમ તેમ ગોભદ્રને શેક ઘટવા લાગ્યો. સમય જતાં ગંભદ્રને શેક ઘટી ગયે. કેઈ એક વેળાએ લેકેએ ગંભદ્રને કહ્યું કે તમે પુનઃ પરણે, જે મરી ગઈ