________________
૧૫૮
સધ યાને ધર્મનું સ્વરૂપ જવાય છે. અને આદર્શ વગરનું જીવન નાવિક વિનાની નૌકા જેવું છે. હૃદયમાં ધર્મ હશે તે નીતિ રહેશે અને નીતિ એ જ ધર્મ છે. જ્યાં ધર્મ છે. ત્યાં જ નીતિ છે. વેપારી, બાળકે અને રાજકરણ જેની પાસે નીતિ છે. પાપના ભયથી બે કરતે નથી–વેપારી કેઈને છેતરતો નથી–બાળકે માબાપ અને વડીલેને ઉપકાર ભૂલતાં નથી અને રાજ્યના સુકાનીઓથી પ્રજાની બરબાદી થતી નથી. મૂળ વાત તે ધર્મ ઉપર છે જેના હૃદયમાં ધર્મ વસેલું છે તેને વિચારે પણ સારા આવતા રહેશે. સારા વિચારે હૃદયમાં હશે તે કર્તવ્ય (કામ) પણ સારૂં થતું રહેશે. કેઈપણ કામનું માપ તે કેટલું થયું” એ ઉપરથી નહિ પણ કેવું થયું એ પરથી કાઢવું જોઈએ. તે દુનિયાની-વાહ-વાહ ખાતર કે મોટાઈ ખાતર ગમે તેવું કામ કરતાં રહેવું એ ધર્મ નથી,
- સુસંસ્કાર અને કુસંસ્કાર -
સુસંસ્કાર એટલે સવળી મતિ (બુદ્ધિ) અને કુ સંસ્કાર એટલે કપટી મતિ. (કુબુદ્ધિ) કાર્ય એક હેય પણ ઈચ્છા જુદી જ હશે. દાખલા તરીકે સુસંસ્કારવાળાને વિચાર આવશે કે દુમનગીરી અને વિરોધપણું નાશ થયું, જ્યારે કુસંસ્કારવાળાને વિચાર આવશે કે દુમનગીરી અને વિરોધીઓને નાશ થઈ જાય, કાર્ય એક પણ ઈચ્છામાં ફેર કેટલે ? જમીન આસમાન એટલે કે નહિ? એકના વિચાર ઉચે ચડાવે છે. જ્યારે બીજાના વિચાર નીચે પટકાવે તેવા છે. ગરજ તે બધામાં પડે છે. પણ પ્રેમથી, કેઈના બેટા દબાણથી એ