________________
ખંડ : ૧ લો
૧૨૯ દરબારમાં મદદરી નાચ કરતી હતી. રાવણ વીણા વગાડતા હ. કુદરતે વીણાની એક તાર તૂટી ગઈ. તરત જ રાવણે. પિતાના શરીરમાંથી પોતાની નસ ખેંચીને વીણામાં તારને ઠેકાણે બેસાડી દીધી. ત્યારે ધરણેન્દ્ર કુદરતી પ્રભુના દર્શને આવેલ હતું. તેણે આ જોયું અને રાવણ ઉપર બહુ તુષ્ટમાન થયા. નાચ પુરો થયો ત્યારે ધરણેન્દ્ર રાવણને કહ્યું કે તારી ભક્તિથી હું બહુ જ તારા ઉપર રાજી થયો છું. માટે તું મારી પાસે કાંઇક માંગ, ત્યારે રાવણે કીધું કે મેં જે પ્રભુની ભક્તિ કરી છે તેનું જે ફળ હોય તે મને આપે. ત્યારે ધરણેન્દ્ર કહ્યું કે આ ભક્તિનું ફળ તે મેક્ષ છે. તે તે મારી પાસે નથી ત્યારે રાવણે કહ્યું કે તે મને બીજું કશું જોઈતું નથી. મને કોઈ પણ વસ્તુની જરૂર પણ નથી. છતાં ધરણેન્દ્ર (પરાણે) બળજબરીથી રાવણને હાર આપી ગયે કારણ કે દેવનું દર્શન ફેગટ જતું નથી.
એક વખત રાવણે પ્રસંગ પામીને શ્રીનારદને એ પ્રશ્ન પૂછે કે આ પશુવધાત્મક ય ક્યારથી શરૂ થયા ? આ પ્રશ્નને ઉત્તર આપતાં નારદજીએ જે હકીકત રજુ કરી તેમાંથી અહીં ઉદ્ધરણ તરીકે રજુ થયેલ કથા વૃત્તાંત આવે છે.
શક્તિમતી' નામની નગરી હતી. “દી' નામના દેશમાં તે આવેલી હતી અને એ દેશને માટે એ નગરી અલંકારભૂત હતી. એ નગરીમાં ક્ષીરકદંબક નામને એક બ્રાહ્મણ પાક વસતે હતે. એ પાઠક સ્વભાવથી જ પાપભીરુ હતે.
સ. ૯