________________
ખંડ : ૧ લા
૮
ને ? રિપુરન્દર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા ચૌદ વિદ્યાના પારગામી હતા. છતાં એમણે પણ કહ્યું કે હે નાથ ! દુઃખમ કાળના દેષથી દુષિત એવા અમને જો શ્રીજિનાગમ ન મળ્યુ હોત તો અનાથ એવા અમારૂં શું થાત !
છેવટે રાજાથી છૂટવા આનદઘનજી મહારાજે એક ચીઠ્ઠી લખી અને માદળીયામાં રાખવા જણાવ્યું.
મહારાજની સૂચના પ્રમાણે રાજાએ ચીઠ્ઠીને માદળીયામાં બાંધી દીધી. અને મહારાજને પગે લાગીને પોતાના મહેલમાં આવ્યો.
રાજાને આનદઘનજી મહારાજાના વચન પર પૂરેપૂરી શ્રદ્ધા. સમય જતાં તેની રાણીને ગર્ભ રહ્યો. ને પુરા માસે પુત્ર પ્રસવ થયા. રાજા-રાણી તે ખુશ-ખુશાલ થઈ ગયા.
એટલે ફરીથી રાજા-રાણી આનંદઘનજી મહારાજના દર્શને ગયા. ત્યારે રાજાએ કહ્યું કે-આપના મ`ત્રથી મારા ઘરે પુત્ર જન્મ થયો. ત્યારે મસ્તયોગી આનદધનજી મહારાજે રાજ્યને કીધું' કે એમાં મને શુ ? જો તને જાણવાની ઈચ્છા હોય તો મારી લખેલ ચીઠ્ઠી વાંચી જો ! એટલે રાજાએ માદળીયામાંથી ચીઠ્ઠી બહાર કાઢીને વાંચી તો લખ્યું હતું કે— “રાજાકા ઘર લડકા હુએ ઉસમેં આનદઘનજી કા કયા ? ભવ્યા જુઓ ! આન ંદઘનજી મહારાજ કેટલા નિસ્પૃહી હતા. તેમણે કોઇ જ મંત્ર ભણ્યા ન હતા. દેવતાની સહાય નહાતી લીધી, પણ મનવા કાળે રાજાને ત્યાં પુત્ર
સ. ૯