________________
ખંડ : ૧ લા
૭૩
અને ઉત્તમ ભાવથી શ્રીઅક્ષયનિધિ તપની વિવેક અને વિધિને સાચવીને આરાધના કરી છે, કે જેના પ્રભાવથી આ ભવમાં નિધિએના ઢગ મેળવી રહી છે. તપશ્ચર્યાં તે આરાધકોને અક્ષયનિધિ-મોક્ષનું જ સાધન છે; પણ જો માક્ષ પ્રાપ્તિમાં વિલંબ થવાના હોય અને ભવસ્થિતિ પરિપાક ન થઇ હોય, તો આ ભવના સઘળાં ય સુખે તેને મળે જ છે. નિષ્કામભાવથી અને અંતઃકરણથી (શુદ્ધિથી) જે તપ કરાય છે, તે તપ તે આત્માને સુવર્ણની જેમ ચમકતાનિર્માંળકુંદન જેવા બનાવી દે છે, માટે હે ભાગ્યશાળી ! તપ ધર્મ કરવામાં પ્રમાદ કરવાથી આપણા આત્માનું નુકશાન થાય છે કે નહિ ?
આપણા જૈનદર્શનમાં તે તપનુ બહુ જ મહત્ત્વ છે. અન્યધર્મમાં પણ મનુસ્મૃતિમાં કહ્યુ છે કે :— જે દુસ્તર છે, દુષ્પ્રાપ્ય છે. દુર્ગામ છે. અને દુષ્કર છે, તે બધું તપ દ્વારા સિદ્ધ કરી શકાય છે, કારણ કે તપ દુરતિકા છે, તેની આગળ કોઇ ચીજ કડીન નથી, તપથી અનેક સિદ્ધિ અને લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
દૃઢપ્રહારી–વંકચૂલ-ચિલાતીપુત્ર-વગેરે નરકે જાય તેવાં કર કર્મો કરતાં હતાં, પણ એમના. આયુષ્યને ખંધ પડેલા નહિ, એટલે કઈક નિમિત્ત મળતાં શુભ ભાવના સાથે તપમાં. (કાયાને) દેહને લગાવી દીધા. એનાથી ભયંકર પાપનાં અંધનેા તાડીને આત્મકલ્યાણ કર્યું, આપણે આ પુરુષોની