________________
ભાવ ભાવના પ્રકરણ ભાગ- ૨
ગાથાર્થ તાવ, ખાંસી, શ્વાસ, શોષ આદિને પામેલા ઘરના સ્વામીને જોઈને પત્ની માતા વગેરે પાસે રહેલું કુટુંબ ઝૂરે છે. (૨૭)
પણ તેઓ દુ:ખનું વિભાજન કરીને ભાગ પડાવતા નથી તેઓ વડે એક ક્ષણ પણ શરણ કે રક્ષણ થતું નથી. કુટુંબને રડતા વગેરે જોઈને ઉત્પન્ન થયેલ આર્તધ્યાનથી તેના શરીરમાં વેદના અધિક વધે છે. (૨૮).
जाया-भार्या । उपघातनिषेधमात्रक्षमं शरणं । उपघातहेतुविनाशादिकरं तु त्राणं । कुटुम्बरोदनादिदर्शनप्रभवाऽऽर्तभावेन तस्य देहे वेदना अधिकमेव वर्धन्ते । शेषं सुगमम् ।। बहवः स्वजनास्तहिरोगग्रस्तस्य शरणं भविष्यन्ति इत्याह
ટીકાર્થઃ નાવા એટલે સ્ત્રી, શરણ એટલે સંપૂર્ણ નાશને અટકાવવામાં સમર્થ અને ત્રાણ એટલે ઉપઘાતના કારણોને નાશ કરનાર. કુટુંબ વગેરેને રડતા જોઈને ઉત્પન્ન થયેલ આર્તધ્યાનથી તેના શરીરમાં વેદના અધિક જ વધે છે તો પછી જેના ઘણાં સ્વજનો હોય તેવા રોગીને સ્વજનો શરણ થશે. તે વિશે કહે છે
बहुसयणाण अणाहाण वाऽवि निरुवायवाहिविहुराणं । दुण्हं पि निविसेसा असरणया विलवमाणाणं ।।२९।। बहुस्वजनानामनाथानां वाऽपि निरुपायव्याधिविधुराणां ।
द्वयानामपि निर्विशेषा अशरणता विलपतां ।।२९।। ગાથાર્થ: જેનો ઉપાય ન થઈ શકે તેવા વ્યાધિથી વિઠ્ઠલ થયેલા એવા જીવો ઘણાં સ્વજનવાળા હોય કે દેવકુળમાં આવીને રહેલા અનાથ કાપેટિકો હોય તો પણ વિલાપ કરતા એવા તે બંનેની પણ અશરણતા સામાન્ય (સમાન) છે. ૨૯
बहुस्वजनानामनाथानां वा-देवकुलादिपतितकार्पटिकादीनां निर्गतो निरुपक्रमतया स्फेटने उपायो येषां ते निरुपाया व्याधयस्तैर्विधुराणां-अतिपीडया विह्वलीकृतानामुभयेषामपि विलपतामशरणता निर्विशेषैव । ननु बुहुषु स्वजनेषु कोऽपि वैद्यमानयति, कोऽप्यौषधं प्रयच्छति, कश्चित्रिवातगृहादिकमर्पयतीत्येव व्याध्यपगमोऽपि दृश्यते, अतः प्रत्यक्षविरुद्धमिदं-'दुण्हंपि निविसेसा' इत्यादीति चेत् सत्यं, भवत्येवं सोपक्रमव्याधीनां, निरुपक्रमरोगाणां तु कदर्थनैवातिरिच्यते, नान्यत् फलं, अत एवेह व्याधीनां निरुपायता विशेषणं कृतं, तस्मान्नेह स्वजना अपि शरणमिति । विभवस्तर्हि शरणं भविष्यतीत्याह
ટીકાર્થ : જેઓને ઘણાં સ્વજનો હોય અથવા દેવકુલાદિમાં આવેલા કાપેટિકો હોય પણ નિરુપક્રમ વ્યાધિની અતિપીડાથી વિહ્વળ થઈ વિલાપ કરતા બંનેની અશરણતા સમાન છે.
પ્રશ્ન : જેના ઘણાં સ્વજનો હોય તેમાંથી કોઈક વૈદ્યને તેડી લાવે, કોઈક ઔષધને આપે, કોઈક પવન વિનાના ઘરાદિને આપે, તેથી વ્યાધિનો અપગમ થતો જોવામાં આવે છે તેથી બંનેને આ સમાન છે' એમ જે કહ્યું તે પ્રત્યક્ષ વિરુદ્ધ છે.
ઉત્તર: તમારી વાત સાચી છે, સોપક્રમ વ્યાધિવાળાઓને રોગનો અપક્રમ થાય છે. નિરુપક્રમ વ્યાધિવાળાઓને તો કદર્થના વધે છે અને બીજું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી આથી જ વ્યાધિ શબ્દની આગળ અમે ‘નિરુપીયા'