________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૨૯
સર્વાગ સુંદર તપ
જે તપ વિશેષથી સર્વ અંગો સુંદર થાય છે તે આ સવાંગ સુંદર તપ કહેવાય છે. જે હવે કહેવાય છે. તે આ પ્રમાણે- સવાંગસુંદર તપ શુક્લ પક્ષમાં કરવો. અહીં એકાંતરે આઠ ઉપવાસ કરવા. પારણું આયંબિલથી કરવું. ક્ષમા માર્દવ આદિથી અભિગ્રહ કરવો. અપરાધી પર પણ કોપાદિ ન કરવો. યથાશક્તિ જિનપૂજા કરવી અને યતિ કૃપણાદિને દાન આપવું. આ તપનું આનુષંગિક (ગૌણ) ફળ સર્વાગ સુંદરપણું છે. સર્વજ્ઞોની આજ્ઞાપૂર્વક કરતા સર્વ તપોનું મુખ્ય ફળ મોક્ષની પ્રાપ્તિ છે એ પ્રમાણે ભાવના કરવી. નિજ શિખ તપઃ
રોગોનો અભાવ તે નિજ, પ્રધાન ફળની અપેક્ષાથી નિરુજ છે શિખા જેમાં એવો આ તપ નિરુશિખ કહેવાય છે. તે હવે કહેવાય છે જે આ પ્રમાણે છે
આ તપ સર્વાંગસુંદર જેવો છે એટલે કે એકાંતરે આઠ ઉપવાસ સાત આયંબિલથી પંદર દિવસમાં કરાય છે પરંતુ કૃષ્ણ પક્ષમાં કરાય છે. પથ્ય આદિથી મારે ગ્લાનની સેવા કરવી એવો અભિગ્રહ ધારણ કરવો. બાકી દાન-પૂજાદિ સર્વાંગસુંદર તપની જેમ જાણવું. પરમભૂષણ તપ :
પરમ એટલે શક્ર-ચક્રવર્તી વગેરેને યોગ્ય ઉત્તમ હાર-કેયુર-કંકણાદિ ભૂષણો જે તપથી પ્રાપ્ત થાય છે તે પરમભૂષણ તપ આ પ્રમાણે જાણવું.
અહીં પરમભૂષણ તપમાં એકાંતરે બત્રીશ આયંબિલ કરવા. યથાશક્તિ જિનચૈત્યોમાં ભૂષણો ચડાવવા. અહીં પણ જિનપૂજા દાન પૂર્વની જેમ યથાશક્તિ કરવા. સૌભાગ્ય કલ્પવૃક્ષ તપઃ
કલ્પવૃક્ષ જેવો કલ્પવૃક્ષ, સૌભાગ્યરૂપી ફળને આપવા માટે કલ્પવૃક્ષ સમાન જે તપ તે સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ છે. તે આ પ્રમાણે જાણવું.
આખા ચૈત્રમાસમાં એકાંતરે પંદર ઉપવાસ કરવા. પૂજા દાનવિધિ પૂર્વની જેમ અહીં જાણવું. આ તપ પૂર્ણ થાય ત્યારે સુવર્ણમય કે રૂપ્યમય કે તંદુલમય ફલના સમૂહથી નમેલો વિચિત્ર શાખાઓથી શોભિત, મનઅભિરામ એવો કલ્પવૃક્ષ કરીને ચૈત્ય ઘરમાં આપવો. ઇન્દ્રિય વિજય તપઃ
ઇન્દ્રિય વિજય તપમાં પ્રથમ સ્પર્શેન્દ્રિયને આશ્રયીને પ્રથમ પુરિમઢ, પછી એકાસણું, નિવિ, આયંબિલ અને પછી ઉપવાસ એમ એક ઇન્દ્રિયના જયમાં પાંચ દિવસ તેજ પ્રમાણે બાકીની દરેક ઇન્દ્રિયો માટે પણ જાણવું. સર્વ મળીને પાંચ સરથી પચ્ચીસ દિવસે તપ પૂર્ણ થાય છે. કષાય મથન તપ :
આ તપમાં પ્રથમ ક્રોધ કષાયને આશ્રયીને પ્રથમ એકાસણું, નિવિ, આયંબિલ, અને ઉપવાસ ચાર દિવસની એક લતાથી એક કષાયનો તપ થાય છે. બાકીના દરેક કષાય માટે આ લતા સમજી લેવી. ચાર લતાથી સોળ દિવસે આ તપ પૂર્ણ થાય છે.