________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
૧૩૭
तैर्ग्रस्तो-गिलितुमारब्धः, पुनर्दवयोगात् गिलितुमशक्तैः कथमपि मुक्तः, ततो भीत्या क्वापि जलमध्ये लुक्को-नष्टः, पुनर्देवप्रतिकूलतया कथमपि 'ढुक्को' त्ति प्राप्तो गिलितश्चेति, बडिशं-प्रलम्बवंशाग्रन्यस्तलोहमयचक्रकीलस्वरूपं, तत्र लोहकीलकाग्रे न्यस्तो योऽयमामिषलवस्तत्र लुब्धश्चासौ रसनपरवशश्चासौ मत्स्यश्चेति ।।
ટીકાર્થઃ પાંચેય ગાથાના અર્થ સુગમ છે. પરંતુ તહિં વેવ' એટલે તે જ માછલાના ભવમાં, ‘તેહિં વિય' એટલે તે અનાર્યો વડે, ‘તદ ' એટલે તે જ માછલાના ભવમાં પરસ્પરને ગળી જવાના વ્યાપારમાં રત થયેલ એવા અતિક્રૂર જળચરોવડે પ્રારંભ કરાયેલ વ્યાપારમાં ક્યારેક ફસાયેલ માછલો ત્રાસ પામ્યો, પછી દોડીને ગળવા શરૂ કરાયો પણ ભાગ્ય યોગથી ગળી જવા અસમર્થ એવા તેઓ પાસેથી કોઈપણ રીતે છટકીને ભાગ્યો અને ભયથી પાણીમાં છુપાઈ ગયો. ફરી પણ ભાગ્યની પ્રતિકૂળતાથી કોઈક રીતે તેઓની નજરમાં આવ્યો અને ગળી જવાયો.
વફા' એટલે લટકતા વાંસના અગ્રભાગમાં પરોવેલ લોખંડના ચક્રના ખીલા સ્વરૂપ વસ્તુ અને લોખંડના ખીલામાં મૂકેલ માંસના ટુકડામાં લુબ્ધ થયો અને રસનાને પરવશ થયો.
અહીં માછલાના ભવમાં ઉત્પન્ન થયેલા જીવો પિતા વગેરે વડે પણ ભક્ષણ કરાય છે એમ સંસારની વિચિત્રતાને બતાવે છે. “પ્રિય' એ ગાથાનો શબ્દાર્થ સરળ છે પણ ભાવાર્થ કથાનકથી જાણવું અને તે આ પ્રમાણે છે.
સુમિત્ર કથાનક રાજહંસોથી ભોગ્ય અને લક્ષ્મીદેવીના નિવાસ એવા પાસરોવરની જેમ કલિંગ દેશમાં પધસર નામનું ગામ હતું કે રાજાઓ રૂપી હંસોથી ભોગ્ય અને ધનનું સ્થાન હતું અને તેમાં લોકપ્રસિદ્ધ સુમિત્ર નામનો મુખી વસે છે, અપુણ્યશાળી એવા તેને ક્યારેક ગુણવાન પુત્રનો જન્મ થયો.આ પુત્ર પિતાને પ્રાણોથી પણ પ્રિય છે. તેના વિરહમાં પિતા એક પણ ક્ષણ રહેવા સમર્થ નથી અને હંમેશા આ તેની સમીપ રહે છે. (૩) પુત્રની સાથે જ રહીને પિતાએ પુત્રને ભણાવ્યો. ઘણાં ભક્ષ્ય ભોજ્યના દાનથી આને ખોટા લાડકોડથી મોટો કર્યો. તેના વિના સુમિત્ર ભોજન કરતો નથી ક્યારેય નિદ્રાપણ લેતો નથી. સર્વ વ્યાપારનો ત્યાગ કરીને તન્મયચિત્તવાળો પિતા રહે છે. (૫)
પછી સોળમે વચ્ચે તીવ્ર આતંકથી પીડાયેલો પુત્ર આર્તધ્યાનમાં મરીને તેજ ગામની બહાર મોટા સરોવરમાં માછલો થયો. પછી પુત્રના મરણથી ઉત્પન્ન થયેલ શોક સુમિત્રને ઉન્માદ કરનારો થયો. પછી ઘણાં દિવસના અંતે મિત્રો અને સ્વજનોએ તેને શોકથી રહિત કર્યો. કોઈ કોઈ ઉપાયથી લોકવ્યવહારના કાર્યોમાં પ્રવૃત્ત કરાયો. ()
હવે કોઈક વખત સુમિત્ર પણ બડીશને લઈને, પુત્ર માછલા તરીકે જેમાં ઉત્પન્ન થયો છે તે જ સરોવર પાસે ગયો. પછી સુમિત્રે બડીશથી ગલમાં માછલાને પકડીને જેટલામાં બહાર કાઢ્યો તેટલામાં અતિશય જ્ઞાનીમુનિવડે જોવાયો અને મા સાહસ ! મા સાહસ ! એમ કહેવાયો. તે સાંભળીને વિસ્મિત મનવાળો સુમિત્ર પણ તે સાધુને વાંદે છે અને કહે છે કે હે મુનીશ્વર ! આ તમે શું બોલો છો ? પછી મુનિએ કહ્યું કે હે ભદ્ર! તું સાંભળ આ તારો પુત્ર મરીને માછલો થયો છે. પછી જલદીથી સંભ્રમ સહિત તેને પાણીની અંદર મૂકીને ભક્તિથી સાધુને પ્રણામ કરીને પૂછે છે કે હે ભગવન્! આ શું વ્યતિકર છે તે મને કહો. પછી સાધુએ પણ તેને ઘણી યુક્તિ અને નિશાનીઓથી વિસ્તારપૂર્વક ત્યાં સુધી જણાવ્યું કે કેટલામાં તે સમ્યક્ પ્રતિબોધ પામ્યો અને સાધુ પાસે ધર્મ સાંભળીને દીક્ષા લઈને વૈમાનિક દેવલોકમાં ગયો. (૧૫)