________________
મ્યાન મંજરી तथा नित्यत्वमपि तस्य स्वगृह एव प्रणिगद्यमानं हृद्यम्। स खलु नित्यत्वेनैकरूपः सन् त्रिभुवनसर्गस्वभावोऽतत्स्वभावो वा ? प्रथमविधायां जगन्निर्माणात् कदाचिदपि न उपरमेत । तदुपरमे तत्स्वभावत्वहानिः । एवं च सर्गक्रियायाः | अपर्यवसानादेकस्यापि कार्यस्य न सृष्टिः । घटो हि स्वारम्भक्षणादारभ्य परिसमाप्तेरुपान्त्यक्षणं यावद् निश्चयनयाभिप्रायेण न घटव्यपदेशमासादयति । जलाहरणाद्यर्थक्रियायामसाधकतमत्वात् ।
ההההה
કૃપણોને સંતોષ પમાડી શકાય ? અથવા દહિં અને અડદનાં ભોજનમાંથી કેટલા કાળાને જૂદા પાડવા ? (અડદ કાળા હોય છે. ) અર્થાત્ તમારા આગમમાં કેટલા દૂષણો બતાવવા? ટૂંકમાં, આ આગમો પણ ઇશ્વરની સર્વજ્ઞતા સિદ્ધ કરતાં નથી. વળી જો સર્વજ્ઞ ઇશ્ર્વર આ ચરાચર જગતને રચે છે, એમ હોય તો આ જગતને ઉપદ્રવ કરનારાઓને, તથા પછી પણ જેઓનો નિગ્રહ આવશ્યક છે તેવા અસુરોને, તથા તે જ ઇશ્ર્વરનો તિરસ્કાર કરનારા અમારા જેવાઓને ઇશ્ર્વર શા માટે પેદા કરે છે ? અર્થાત્ પોતાનાં જ્ઞાનદ્ગારા પ્રથમથી જ તેવાઓને ઓળખીને ઇશ્વરે તેવાઓનું સર્જન કરવું ન જોઇએ. પણ તેમ થતું દેખાતું નથી. તેથી સિદ્ધ થાય છે કે ઇશ્ર્વર સર્વજ્ઞ નથી.
ઈશ્વરની સ્વતંત્રતાનું નિરાકરણ
તથા * ઇશ્ર્વર સ્વવશ અર્થાત્ સ્વતંત્ર છે.” તે તર્ક પણ યુક્તિક્ષમ નથી. સ્વાધીન અને પરમકારુણિક ઇશ્ર્વર જગતનું સર્જન કરે છે, એવો તમારો અભિપ્રાય છે. જો કારુણિક ઇશ્વર સ્વાધીનપણે સર્વજગતને ઉત્પન્ન કરે છે. તો તે ઇશ્વરે સુખિત-દુ:ખિતવગેરે અનેક અવસ્થાઓનાં સમૂહથી વ્યાપ્ત એવા જગતની રચના શું કામ કરી ? સર્વથા સુખ-શાંતિ અને સંપત્તિથી પૂર્ણ અને અત્યંત મનોહર જગતની રચના કરવા પણ તે ઇશ્વર સમર્થ હતો, છતાં તેણે તેવી મનોહર સૃષ્ટિ શું કામ ન રચી ? ખરેખર અહીં ઇશ્વરની નિર્દયતા તથા પક્ષપાત જ સિદ્ધ થાય છે.
પૂર્વપક્ષ :– ઇશ્વર પોતે તો પરમકૃપાળુ જ છે. પરંતુ જીવનાં જ પૂર્વજન્મનાં ઉપાર્જિત . શુભાશુભ કર્મથી પ્રેરાઇને ઇશ્વરને આવી વિચિત્ર સૃષ્ટિ રચવી પડી. જીવ પૂર્વજન્મના શુભકર્મનાં ફળને ભોગવી શકે તે માટે સ્વર્ગાદિ તથા અશુભકર્મનાં ફળને ભોગવી શકે તે માટે નરકાદિની રચનાં તથા સુખ-દુ:ખનાં સાધનોની રચના ઇશ્વર કરે છે અને જીવોને સ્વ-સ્વકર્માનુસારે સુખ–દુ:ખ આપે છે.
ઉત્તરપક્ષ :– તો પછી સર્યું ઇશ્વરનાં સ્વાધીનપણાથી ! જો ઇશ્વર સ્વતંત્રપણે સુખાદિ આપી શકતો ન હોય, પરંતુ બીજાની અપેક્ષા રાખતો હોય તો તે ઇશ્ર્વર પોતાના કાર્ય માટે સ્વવશ નથી. તેથી પરાધીન એવા તેની વ્યર્થ કલ્પનાથી પણ સર્યું.
કર્મની ઈશ્વરતા
->
વળી જો ત્રણ ભુવનની વિચિત્રતા કર્મજન્ય છે, તો મહેશ્વરે આ વિશ્ર્વની સૃષ્ટિ રચી એવી કલ્પના કષ્ટદાયક બનશે. અને બુદ્ધિમાન તમે અમારા મતનો સ્વીકાર કર્યો છે, તેમ મનાશે. તેથી અહીં ‘ઘટાં પ્રમાતમ્' ન્યાય પ્રાપ્ત થાય છે. (આ ન્યાયનો અર્થ કોઇક વ્યક્તિ કરયોગ્ય વસ્તુનાં કરને ભર્યા વિના શહેરમાં પ્રવેશવા ઇચ્છે છે. તેથી કર ભરવાનાં સ્થાનવાળા માર્ગને છોડી બીજા માર્ગથી જવા પ્રયત્ન કરે છે. પણ રાત પડવાથી માર્ગભ્રષ્ટ થવાથી સવારે ભમતો ભમતો તે સ્થાને જ આવી પહોંચે છે. તેની જેમ જ્યાં પ્રયત્ન કરવા છતાં પોતાનો ઉદ્દેશ સિદ્ધ થતો નથી ત્યાં આ ન્યાય પ્રાપ્ત થાય છે.) અહીં જગતની વિચિત્રતા સિદ્ધ કરવા અમે કર્મને માનીએ છીએ. તમે એ માટે ઇશ્વરને સિદ્ધ કરવા ઘણો પ્રયત્ન કર્યો. પણ તમારો ઉદ્દેશ સિદ્ધ ન થયો. અને અંતે અમારા મતમાં આવવું પડયું. તેથી તમને પણ આ ન્યાય લાગુ પડે છે. વળી જીવોનાં ધર્મ અને અધર્મની અપેક્ષા રાખીને જો ઇશ્વર વિચિત્રતા
કર્મની ઇશ્વરતા
61