________________
W
ANANM8
www " " ચાલાકુર્મજી અને મ.. ફ્રી
= === तथा स स्ववशः स्वतन्त्रः, सकलप्राणिनां स्वेच्छया सुखदुःखयोरनुभावनसमर्थत्वात् । तथाचोक्तम् - "ईश्वरप्रेरितो । गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा । अन्यो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः ॥” पारतन्त्र्ये तु तस्य परमुखप्रेक्षितया # मुख्यकर्तृत्वव्याघातादनीश्वरत्वापत्तिः ॥ ___तथा स नित्य इति। अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपः । तस्य हि अनित्यत्वे परोत्पाद्यतया कृतकत्वप्राप्तिः। अपेक्षितपरव्यापारो हि भावः स्वभावनिष्पत्तौ कृतक इत्युच्यते । यश्चापरस्तत्कर्ता कल्प्यते, स नित्योऽनित्यो वा स्यात् ? नित्यश्चेत् ? अधिकृतेश्वरेण किमपराद्धम् ? अनित्यश्चेत् ? तस्यापि उत्पादकान्तरेण भाव्यम् । तस्यापि नित्यानित्यत्वकल्पनायामनवस्थादौस्थ्यमिति॥ સિદ્ધિ કરવામાં “પિષ્ટપેષણ દોષ છે, એવા આશયથી, અથવા એક વિશેષણ દ્વારા બે ગુણની સિદ્ધિ કરવા સર્વગ વિશેષણનો બીજો અર્થ બતાવે છે.) અથવા સર્વ વસ્તુના જ્ઞાનવાળો સર્વગ. (ગત્યર્થક “ગમ વગેરે ધાતુઓ જ્ઞાન અર્થમાં પણ વપરાય છે. એવો વ્યાકરણનો ન્યાય છે. તેથી અહીં સર્વગ સર્વજ્ઞ એવો અર્થ થઈ શકે.) અર્થાત્ ઈશ્વર સર્વજ્ઞ છે. કાર્યના ઉપાદાનકારણને પ્રત્યક્ષથી બોધ કરનાર જ તે કારણમાંથી કાર્યને ઉત્પન્ન કરી શકે. ઉપાદાન કારણના પ્રત્યક્ષજ્ઞાનથી અનભિજ્ઞ કર્તાઅનુરૂપ કાર્ય કરી શકે. તેથી કાર્ય કરનાર વ્યક્તિ ઉપાદાનકારણવગેરેનો વેત્તા છે, તે નક્કી થાય છે. ઇશ્વર જગતના સર્વકાર્યોને કરતો હેવાથી તેને પરમાણવગેરે સર્વપદાર્થોનું પ્રત્યક્ષજ્ઞાન હેવું આવશ્યક છે, તેથી જ તે ઈશ્વર સર્વજ્ઞતરીકે સિદ્ધ થાય છે. (અહીં અનુરૂપકાર્યની ઉત્પત્તિનો નિષેધ કરવામાં એક તાત્પર્ય છે કે અનભિજ્ઞ વ્યક્તિ કાર્ય કરવા બેસે, તો કાચિત કવચિત કાર્ય કરી પણ નાખે, છતાં તે જેવું કાર્ય થવું જોઇએ તેવું ન કરી શકે, અને કદાચ એકાદ વાર એવું કાર્ય કરી દે તો પણ હંમેશા જે એકરૂપ કાર્ય કરવાનું શ્રેય છે, અનુરૂપ કાર્ય કરવાનું હોય છે. તે ન કરી શકે. જેમકે અંધપુરુષ માટીરૂપ ઉપાદાન કારણને પ્રત્યક્ષ જોઇ શકતો નથી, તેથી તે ઘડો બનાવી ન શકે, બનાવવા બેસે તો પણ જેવો બનાવવો જોઈએ, તેવો ન બનાવી શકે, એકાદવાર બની પણ જાય, તો પણ હંમેશા ન બનાવી શકે.)
ઈશ્વર સ્વવશ આ ઈશ્વર સ્વતંત્ર છે. કેમકે તે પોતે સ્વેચ્છાથી બધા જીવોને સુખદુ:ખવગેરેનો અનુભવ આપી શકવા સમર્થ છે. કહ્યું પણ છે કે – “ઈશ્વરથી પ્રેરાયેલો જીવ સ્વર્ગમાં કે નરકમાં જાય છે. અન્ય ઈશ્વરથી ભિન્ન જીવ પોતે પોતાના સુખદુ:ખનો સ્વામી નથી.” જીવો જો પોતે જ પોતાના સુખઆદિના નિયામક ોય, તો બધા જીવો સ્વર્ગમાં જ હોય, અને નરકને તાળા જ લાગી જાય. જીવને સુખદુખ આપવામાં ઈશ્વર બીજાની અપેક્ષા રાખતો નથી. અન્યથા પોતે એ બીજી સાપેક્ષ વસ્તુને પરાધીન બની જાય. કેમકે ઇશ્વરને જીવોને સુખ આદિ આપતી વખતે એ સાપેક્ષ વસ્તુની ઇચ્છા કે હાજરી જોવી પડે, તેથી અપેક્ષણીય કારણ જ મુખ્ય કારણ બની જાય. તેથી કર્મ વગેરેની અપેક્ષા રાખવામાં ઈશ્વરમાં મુખ્યત:વાસ્તવિકત્વ રહેનહિ. અને ઇશ્વર અનીશ્વર (સ્વામીને બદલે ગુલામ)બની જાય.
ઈશ્વર નિત્ય છે આ ઇશ્વર નિત્યઅવિનાશી, અજ, સ્થિર, એકસ્વભાવવાળો છે. શંકા:- ઈશ્વરને અનિત્ય માનવામાં શો દોષ છે?
સમાધાન :- ઈશ્વરને અનિત્ય માનવામાં એ ઈશ્વરના ઉત્પાદક તરીકે અન્યની કલ્પના કરવી પડશે. અને આ ઇશ્વર કૃતક (કાર્ય)બની જશે. કેમકે પોતાની ઉત્પત્તિમાં બીજાની અપેક્ષા રાખનારી વસ્તુ કૃતક ગણાય છે. અને જન્મવસ્તુ અન્ય કારણસામગ્રી અને કર્તા વિના ઉત્પન્ન થઈ શકે નહિ. તેથી ઈશ્વરને સ્વોત્પત્તિમાં અન્યની અપેક્ષા રાખવી આવશ્યક બને.
:
:::::::::::
:
3
3
ઈશવર વવશ અને નિત્ય
રાજ