________________
:
:
:
સ્યાદ્વાદમંજરી न रमणीयः ॥ __ स्याद्वादे तु पूर्वोत्तराकारपरिहारस्वीकारस्थितिलक्षणपरिणामेन भावानामर्थक्रियोपपत्तिरविरुद्धा । न चैकत्र वस्तुनि परस्परविरुद्धधर्माध्यासायोगाद् ‘असत्स्याद्वाद' इति वाच्यम्, नित्यानित्यपक्षविलक्षणस्य पक्षान्तरस्याङ्गीक्रियमाणत्वात्, तथैव च सर्वैरनुभवात् । तथा च पठन्ति “भागे सिंहो नरो भागे, योऽर्थो भागद्वयात्मकः । तमभागं विभागेन नरसिहं प्रचक्षते
॥ इति ॥ वैशेषिकैरपि चित्ररूपस्यैकस्यावयविनोऽभ्युपगमादेकस्यैव पटादेश्चलाचलरक्तारक्तावृत्तानावृत्तत्वा| दिविरुद्धधर्माणामुपलब्धेः। सौगतैरपि एकत्र चित्रपटीयज्ञाने नीलानीलयोर्विरोधानङ्गीकारात् ॥
શકે. તેમ સ્વીકારે તેમાં દોષ બતાવો-એ વ્યાજબી નથી. આમ એકાંત અનિત્યપક્ષમાં પણ કમથી કે અક્રમથી અર્થક્રિયા ઘટી શકતી નથી. તેથી અર્થયિા અસિદ્ધ થાય છે. તેથી વસ્તુનું અર્થક્રિયાકારિત્વલક્ષણ અનુ૫૫ત્ન બને છે. તેથી વસ્તુ સતતરીકે જ અસિદ્ધ કરે છે. આમ એકાંતઅનિત્યવાદ પણ કસ વિનાનો છે.
સ્યાદ્વાદમાં અર્થક્રિયાની ઉપપતિ શંકા:- જો નિત્યપક્ષમાં અને અનિત્યપક્ષમાં વતની સત્તા સિદ્ધ થતી નથી. તો પછી વસ્તુની સત્તા શી રીતે સિદ્ધ થશે ?
સમાધાન :- સ્યાદવાદસિદ્ધાંતને સ્વીકારવાથી વસ્તુની સત્તા સિદ્ધ થઈ શકશે. સ્યાદવાદમતે વસ્તુ નિત્યાનુવિદ્ધ અનિત્ય છે. કેમકે વસ્તુમાત્ર ઉત્પાદવ્યયધોવ્યાત્મક છે. તેથી વસ્તુનું “પૂર્વપર્યાયનો ત્યાગ, ઉત્તર૫ ર્યાયનું ગ્રહણ અને દ્રવ્યરૂપેસ્થિરતા' આવું સ્વરૂપ છે. દરેક ભાવો આસ્વરૂપથી યુક્ત હોવાથી તેઓની અર્થક્રિયા ઉપપન થઈ શકે છે.
તે આ પ્રમાણે સ્યાદવાદમતે વસ્તુ (૧) અનધર્મમય અને અનસ્વભાવમય છે. સ્વભાવ સ્વભાવથી પૃથગ્રુપ ઉપલબ્ધ નહિ થઇ શકતા ધર્મો. તથા વસ્ત (૨)અવયવવાળી હોય છે. આ બે સ્વરૂપના કારણે વસ્તુ જુદા જુદા સ્વભાવથી અને અવયવથી એક સાથે પણ અલગ-અલગ કાર્યો કરી શકે છે. તથા વસ્તુ ક્ષણે ક્ષણે સ્વપર્યાયોને બદલવાના સ્વભાવવાળી હેવાથી તેવા સહકારીઓની હજરીમાં તેવા તેવા પર્યાયોને પામે છે. વસ્તુનાઅનંત સ્વભાવ છે અને તે હંમેશા રહેલા હોવાથી સ્વભાવોમાં | ઉત્પત્તિ કે નાશ નથી, માત્ર તેવા તેવા દ્રવ્યાદિને કારણે તે તે સ્વભાવ પ્રગટ થાય છે અને તેથી તે તે પર્યાયો પ્રગટે છે. તથા પૂર્વ
પૂર્વના સ્વભાવો તિરોધાન પામે છે. અને તેથી પૂર્વ પૂર્વના પર્યાયો વિલય પામે છે. આ સ્વભાવ-પર્યાયો તથા નિમિત્તોને પામી | વસ્તુ અલગ અલગ કાર્યો કરે છે. આમ સ્યાદ્વાદદ્વારા(૧)વસ્તુના અનંતભાવો (૨)વસ્તુના અનન્તપમ (૩)યુગ૫એથક્રિયા (૪)કમિકઅર્થકિયા (૫)વસ્તકિયા અંગે સામર્થ્ય. અને છતાં (૬)સહકારી કારણોની આવશ્યકતા વગેરે ઘણી મહત્વની બાબતો સિદ્ધ થાય છે.)
પૂર્વપક્ષ :- એક જ વસ્તુમાં નિત્યવ-અનિયત વગેરે વિરૂદ્ધ ધર્મો અસંગત છે. અન્યથા એકત્ર જળ અને અગ્નિ માનવાની આપત્તિ આવશે. તેથી તમારો નિત્યાનિત્ય ભાવને સ્વીકારતો સ્યાદ્વાદસિદ્ધાંત સ્વીકરણીય નથી. તેથી તેના દ્વારા વસ્તુની સત્તા સિદ્ધ થતી નથી.
ઉત્તરપક્ષ:- એકાંતનિત્ય અને એકાંતઅનિત્યનો એકસાથે સ્વીકારરૂપનિત્યાનિત્યનો સ્વીકાર કરવામાં |ઉપરોક્ત દોષ વ્યાજબી છે. પરંતુ વિલક્ષણ નિત્યાનુવિદ્ધ અનિત્યપક્ષ સ્વીકારવામાં તે દોષો નથી. એ આગળ છે ઉપર બતાવાશે. આ મત સર્વ પરવાદીઓને પણ માન્ય છે, તે વાતની સાક્ષી આ શ્લોક આપે છે. (“નરસિંહ
અવતાર પ્રસિદ્ધ છે. તે અવતારમાં) વગેરે ભાગો સિંહ આકારના હતા, અને તે સિવાયના ભાગો મનુષ્ય આકારના હતા. અહીં વિભાગની કલ્પનાથી બે રૂપ હોવા છતાં, વિભાગની કલ્પના કરવામાં ન આવે તો (૧) નરસિંહ એક જ રૂપ છે.”
**
NNNNNNNNNNN
*
:
:::
:
:::::::
:
કાવ્ય - ૫