________________
IN
स्वायंभुवा अपि नित्यानित्यमेव वस्तु प्रपन्नाः। तथाचाहस्ते त्रिविधः खल्वयं धर्मिणः परिणामो धर्मलक्षणावस्थारूपः। # सुवर्णं धर्मि । तस्य धर्मपरिणामो वर्धमानरुचकादिः । धर्मस्य तु लक्षणपरिणामोऽनागतत्वादिः । यदा खल्वयं हेमकारो वर्धमानकं भक्त्वा रुचकमारचयति तदा वर्धमानको वर्तमानतालक्षणं हित्वा अतीततालक्षणमापद्यते । रुचकस्तु अनागततालक्षणं हित्वा वर्तमानतालक्षणमापद्यते । वर्तमानतापन्न एव तुरुचको नवपुराणभावमापद्यमानोऽवस्थापरिणामवान् । भवति । सोऽयं त्रिविधः परिणामो धर्मिणः। धर्मलक्षणावस्थाश्च धर्मिणो भिन्नाश्चाभिन्नाश्च । तथा च ते धर्म्यभेदात् तन्नित्यत्वेन नित्याः । भेदाच्चोत्त्पत्तिविनाशविषयत्वम् इत्युभयमुपपन्नमिति ॥'
શંકા:- અમે બધી વસ્તુને કૂટનિત્ય માની નથી. આકાશ વગેરે દ્રવ્યો એકાંતે નિત્ય છે. અને ઘટ વગેરે કાર્યદ્રવ્યો અનિત્ય છે. તેથી ઉત્પાદ અને વિનાશ એ કાર્યદ્રવ્યોને આશ્રયીને રહી શકે છે. તેમને નિરાધાર માનવાની જરૂર નથી.
સમાધાન:- અમે આગળ બતાવી ગયા કે પ્રદીપથી માંડી આકાશ સુધીની તમામ વસ્તુઓ એકજ સરખા સ્વરૂપવાળી છે. પછી તમે તેમાં એક નિત્ય અને બીજો અનિત્ય એમ ભેદ કેમ પાડો છો?
શંકા:- તમે આગળ કહ્યું એ બરાબર. પણ જે કહ્યું તે બરાબર નથી. આકાશવગેરે સ્પષ્ટનિત્યરૂપે ભાસે છે. ઘડા વગેરે સ્પષ્ટ અનિત્ય દેખાય છે. પછી બન્નેને સમાન શી રીતે માની શકાય? વળી જેઓમાં ઉત્પાદ અને વિનાશ ધર્મો હોય તેઓને નિત્ય કેવી રીતે કહી શકાય? કેમકે આ બે ધર્મના સંગમાં નિત્યપણું જ ઊડી જાય છે. તે
સમાધાન :- કોઈપણ વસ્તુ, પછી તે આકાશ @ય કે ઘો હોય, દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ જ છે. કહ્યું જ છે કે “પર્યાયથી રહિતનુંદ્રવ્ય અને દ્રવ્ય વિનાના પર્યાયો, કયાં, કયારે, કેવા, કોના વડેક્યા પ્રમાણથી જોવાયા છે?” અર્થાત દ્રવ્ય અને પર્યાયોને પરસ્પરથી અલગરૂપે ક્યાંય, કયારેય પણ, કોઈએ પણ, કોઈપણ રૂપે, કોઇપણ પ્રમાણથી જાણ્યા નથી. નિત્ય ભાસતા આકાશમાં પણ સંયોગાદિ પર્યાયો ઉત્પન્ન થતા અને નાશ પામતા હોય છે તે અબાધ્યરૂપે સિદ્ધ છે. અને અનિત્ય ભાસતો ઘડો પણ માટી દ્રવ્યાધિરૂપે નિત્ય છે, તે સર્વસંમત છે જ. અને દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક વસ્તુ દ્રવ્યાદિ એકરૂપે નિત્ય રહે અને પર્યાય આદિ બીજારૂપે અનિત્ય રહે તેમાં દોષ શો છે? હા એક જ રૂપે વસ્તુને નિત્ય-અનિત્ય ઉભયરૂપ માનવામાં આવે તો વિરોધ દેષ ઊભો થાય. તેથી સર્વવસ્તુઓને નિત્યાનિત્ય એકરૂપ માનવી એ જ ડહાપણભર્યું છે.
અવસ્થાભેદથી અવસ્થાવાનમાં ભેદ લૌકિક દૃષ્ટિએ પણ આકાશ નિયાનિત્ય છે, કેમ કે ઘટાકાશ પટાકાશવગેરે વ્યવહાર લોકપ્રસિદ્ધ છે. જયારે ઘડો દૂર થાય છે અને કપડું આવે છે, ત્યારે ત્યાં “ઘટાકાશ ને બદલે “પટાકાશનો વ્યવહાર થાય છે.
શંકા :- આ વ્યવહાર માત્ર ઔપચારિક છે, તે તે આકાશપ્રદેશો સાથે ઘટવગેરે જેઓનો સંયોગ થાય શું છે તે ઘટાદિ વસ્તુના તે સંયોગને કારણે જ તેને આકાશપ્રદેશમાં ઘટાકાશ' વગેરે વ્યપદેશ થાય છે. વાસ્તવમાં જ તો આકાશ એક અખંડ દ્રવ્ય જ છે. તેથી તત્ત્વની ચર્ચામાં આ ઔપચારિક વ્યપદેશ મહત્વ નથી.
સમાધાન :- અલબત્ત, આ વ્યપદેશ ઔપચારિક છે. છતાં પણ ઉપચાર હંમેશા મુખ્યાર્થીને સ્પર્શીને જ રહે છે. ફાવે તેમ ઉપચાર થતો નથી. જેમાં ઉપચાર કરવાનો શ્રેય છે તે વસ્તુમાં મુખ્યર્થની સાથે કંઈક પણ વિશિષ્ટ સાધર્મ ધ્યેય, તો જ તે સાધર્મના બળપર તે વસ્તુમાં મુખ્યાર્થનો ઉપચાર કરાય છે. પરાક્રમી પુરુષમાં સિંહ સાથે પરાક્રમ ગુણથી સાધર્મ લેવાથી જ તે પણ સિંહ કહેવાય નહીં કે તેવા સાધર્મ વિનાનો
અવસ્થાભેદથી અવસ્થાવાનમાં ભેદ છે. દરરોજ 31
HANNNNNNNNN