________________
નનન+ મારા
" **
*
तथा च यद् “अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपं नित्यम्" इति नित्यलक्षणमाचक्षते, तदपास्तम्, एवंविधस्य * कस्यचिद्वस्तुमोऽभावात् ।
'तद्भावाव्ययं नित्यम्' (तत्त्वार्थ-५/३०) इति तु सत्यं नित्यलक्षणमुत्पादविनाशयोः सद्भावेऽपि तद्भावाद 'अन्वयिरूपाद् यन्न व्येति तन्नित्यम्' इति तदर्थस्य घटमानत्वात् ।
यदि हि अप्रच्युतादिलक्षणं नित्यमिष्यते, तदोत्पादव्यययोर्निराधारत्वप्रसङ्गः । न च तयोोंगे नित्यत्वहानिः "द्रव्यं । पर्यायवियुतं पर्याया द्रव्यवर्जिताः । क्व कदा केन किंरूपा दृष्टा मानेन केन वा ॥” इति वचनात् । न चाकाशं न द्रव्यम्।
સમાધાન:- આકાશમાં ઉત્પાદ અને વિનાશ પર્યાય ઘટી શકે છે. જૂઓ- ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યમાં આકાશ દ્રવ્યને છોડી બાકીના પાંચ દ્રવ્યોનો રહેવાનો (અવગાહ કરવાનો) સ્વભાવ છે અને આકાશનો રાખવાનો (=અવગાહદાન)સ્વભાવ ( લક્ષણ)છે. આમ આકાશ આત્મા પુદ્ગલ વગેરેને રાખવા દ્વારા તેઓ પર ઉપકાર કરે છે. કેમ કે એવું વચન છે કે “આકાશ અવગાહ આપે છેજયારે આ આકાશને આશ્રયીને રહેતા જીવો પ્રયોગત: ( પોતાના પ્રયત્નવિશેષથી) અને પુગલો જીવપ્રયોગથી અથવા વિસસા પરિણામથી તથાસ્વભાવથી એક આકાશપ્રદેશમાંથી બીજા આકાશપ્રદેશમાં ગતિ કરે છે, ત્યારે તેઓનો પૂર્વના આકાશપ્રદેશો સાથે વિભાગ થાય છે અને ઉત્તરના આકાશપ્રદેશો સાથે સંયોગ થાય છે. પૂર્વના અને ઉત્તરના આકાશપ્રદેશો એક જ આકાશદ્રવ્યના બે અવયવ લેવા છતાં બન્નેમાં સંયોગ અને વિભાગરૂપે વિરોધી ધર્મો રહેતા હોવાથી તે રૂપે આકાશના બે ભાગ પડે છે. અર્થાત આ ધર્મોના ભેદને કારણે તેઓના ધર્મમાં પણ કથંચિત ભેદ અવશ્ય કલ્પનીય છે.
શંકા - બે વિરુદ્ધ ધર્મોથી યુક્ત એક વસ્તુ માનવામાં શું વાંધો છે?
સમાધાન - પદાર્થોમાં આ જ ભેદ છે અથવા ભેદનું કારણ છે કે તે પાર્થો વિરૂદ્ધ ધર્મવાળા છે અને આ ભિન્ન કારણવાળા છે.” એવું વચન છે (ભામતીમાંથી) (આમ પદાર્થોમાં ભેદના પ્રયોજક બે છે (૧) વિરુદ્ધધર્મોવાળા પણું. ઘડામાં જળઆધારપણું ધર્મ છે. પટમાં (કાપડમાં)ઠંડી આદિથી ૨ક્ષકપણું ધર્મ છે. આ ભિન્ન ધર્મોને કારણે તેના ધર્મી ઘટ અને પટ પણ ભિન્ન છે. (૨) કારણસામગ્રીનો ભેદ. ઘડાની કારણસામગ્રી માટી વગેરે છે, કપડાની કારણ સામગ્રી તન્ત વગેરે છે. આમ કારણભેદથી પણ ઘડો અને કપડે ભિન્ન છે.) આ પ્રમાણે પૂર્વના આકાશપ્રદેશમાં “વિભાગ ધર્મ છે. ઉત્તરના આકાશપ્રદેશમાં “સંયોગ' ધર્મ છે. આ બે ધર્મો પરસ્પર વિરૂદ્ધ હેવાથી તેના આશ્રયભૂત પૂર્વ અને ઉત્તરના આકાશપ્રદેશો પણ પરસ્પરથી ભિન્ન છે. તેથી આકાશ પોતે પણ તે તે ધર્મને આગળ કરી કથંચિત ભિન્નતાને પામે છે. અને ધર્મના ઉત્પત્તિ અને નાશમાં તે રૂપે ધર્મીના ઉત્પત્તિ અને નાશ પણ ઈષ્ટ છે. તેથી પૂર્વસંયોગના નાશ (ઋવિભાગ)વખતે તે રૂપે આકાશનો પણ નાશ થાય છે. અને ઉત્તરસંયોગની ઉત્પત્તિ વખતે હૈં આકાશ પણ તે રૂપે ઉત્પન્ન થાય છે. આમ આ બે પર્યાયરૂપે આકાશમાં ઉત્પાદ અને નાશ પરિણામ છે જ. તથા આકાશ હંમેશા સ્વદ્રવ્યરૂપે જ રહેવાવાળું છે. તેથી અન્વયી દ્રવ્યરૂપે આકાશ નિત્ય છે. આમ આકાશમાં પણ નિત્યાનિત્યત સંગત થાય છે.
(અહં એટલો ખ્યાલ રાખવો કે સંયોગ વિભાગ વગેરે ધર્મો કિંઠ (બેમાં રહેનારા) છે. તેથી જીવ કે પુલ આકાશમાં એક | પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય છે ત્યારે થતો વિભાગ અને સંયોગ જેમ જીવ કે મુગલમાં રહે છે, તેમ આકાશમાં પણ રહે કી છે. તેથી જ અહ વિભાગ ઉત્તરદેશનો સંયોગ એ અર્થ ઘટી શકે છે. તથા સંયોગ અને વિભાગ એ પરિણામ છે. છે અને પરિણામના નાશમાં પરિણામી=ધર્મી-ગણી દ્રવ્યનો કથંચિત નાશ જૈનમતને માન્ય છે. તેથી જ જૈનમતે આકાશમાં ઉત્પત્તિ અને વિનાશ ઘટી શકે છે અને આકાશ પણ નિત્યનિય છે એમ સિદ્ધ થાય છે.)
પરદર્શિત નિત્યતાના લક્ષણની અસંગતતા
:
:
:
:
:::
:
:
:
:
:
::