________________
પિકી . . . . . સ્થાતુશ્કેમેજરી - -
- सामान्यविशेषोभयात्मका इत्यर्थः । ___ अस्यैवार्थस्य व्यतिरेकमाह-'न भावान्तरनेयरूपा' इति । 'न' इति निषेधे । भावान्तराभ्यां पराभिमताभ्यां द्रव्यगुणकर्मसमवायेभ्यः पदार्थान्तराभ्यां भावव्यतिरिक्तसामान्यविशेषाभ्याम् । नेयं प्रतीतिविषयं प्रापणीयम् । रूपं यथासङ्ख्यमनुवृत्ति-व्यतिवृत्तिलक्षणं स्वरूपं येषां ते तथोक्ताः । स्वभाव एव हि अयं सर्वभावानां यदनुवृत्तिव्यावृत्तिप्रत्ययौ स्वत एव जनयन्ति । तथाहि-घट एव तावत् पृथुबुधोदराद्याकारवान् प्रतीतिविषयीभवन् सनम अन्यानपि तदाकृतिभृतः पदार्थान् घटरूपतया घटैकशब्दवाच्यतया च प्रत्याययन् सामान्याख्यां लभते । स एव चेतरेभ्यः । सजातीयविजातीयेभ्यो द्रव्यक्षेत्रकालभावैरात्मानं व्यावर्तयन् विशेषव्यपदेशमश्नुते । इति न सामान्यविशेषयोः ।। पृथक्पदार्थान्तरत्वकल्पनं न्याय्यम् पदार्थधर्मत्वेनैव तयोः प्रतीयमानत्वात् । न च धर्मा धर्मिणः सकाशादत्यन्तं व्यतिरिक्ताः ।।
પરંતુ વૈશેષિકોની ઉપરોક્ત માન્યતા બરાબર નથી. કેમકે) દરેક પદાર્થોનો એવો સ્વભાવ જ છે કે પોતાના અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ સ્વરૂપની પ્રતીતિ સ્વત: જ કરાવવી. અહીં ઉદાહરણ બતાવે છે જયારે ઘડો પૃથુબુદ્ધ ઉદર આદિ આકારવાળાતરીકે પ્રતીત થાય છે, ત્યારે જ તે પોતાના જેવા પૃથુબુદ્ધોદર આદિ આકૃતિવાળા તમામ પદાર્થોને ઘટરૂપે અને “ઘટ' એવા એક શબ્દના વાચ્યતરીકે પ્રતીત કરાવે છે. અને ત્યારે તે “સામાન્ય' તરીકે ઓળખાય છે. અને તે જ ઘડે જયારે સજાતીય અને વિજાતીય બીજાઓથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ દ્વારા પોતાને જૂદો પાડે છે ત્યારે વિશેષ રૂપે વ્યાદિષ્ટ થાય છે. (પોતાની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ અલગ મુપિંડ આદિ શું રૂપદ્રવ્યમાં થવા રૂપદ્રવ્ય દ્વારા, અલગ ક્ષેત્રમાં થવા રૂપ ક્ષેત્રથી, અલગ કાળ (સમય)માં થવા રૂપકાળદ્વારા, અને અલગ વર્ણઆદિ ભાવોમાં થવા રૂ૫ ભાવ દ્વારા એક ઘડે સજાતીય બીજા ઘડાથી ભિન્ન બને છે.)આમ પદાર્થનાં બે ધર્મરૂપે જ પ્રતીત થતા લેવાથી સામાન્ય અને વિશેષને અલગ પદાર્થરૂપે કલ્પી લેવા એ ન્યાયસંગત નથી.'
શંકા:- સામાન્ય અને વિશેષ ધર્મરૂપ માને તો પણ તેને ધર્મરૂપ દ્રવ્યાદિથી એકાંતે ભિન્ન તો માનવા જ પડશે. કેમકે ધર્મો ધર્મીથી એકાંતે ભિન્ન છે.
સમાધાન :- એકાંત ભિન્ન વસ્તુઓમાં (૧)વિશેષણ-વિશેષ્યભાવ અને (૨)ધર્મ-ધર્મી તરીકે વ્યપદેશ અસિદ્ધ છે. અહીં ઊંટ–ગધેડાનું દૃષ્ટાન્ન છે. ઊટ અને ગધેડો પરસ્પર એકાન્ન ભિન્ન છે. તો પરસ્પરના વિશેષણ-વિશેષ્ય કે ધર્મ-ધર્મી બની શકતા નથી.
શંકા :- ઊંટ અને ગધેડામાં ધર્મ-ધર્મભાવ ન લેવાથી તે બે વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવ શિષ્ટમાન્ય નથી. પરંતુ જેઓ ધર્મ-ધર્માભાવે રહેલા છે તે બેમાં વિશેષણ-વિશેષ્યભાવ સર્વમાન્ય છે. અર્થાત એકાંત ભિન્ન વસ્તુઓમાં પણ ધર્મ-ધર્મભાવવાળી વસ્તુઓમાં વિશેષણ-વિશેષ્યભાવ માની શકાય છે. અને તેને શું ધર્મ-ધર્મભાવ વિનાના ઊંટ અને ગધેડાના દ્રષ્ટાંતથી પોકળ ઠેરવી શકાય નહિ
સમાધાન - તમે વસ્તુતત્ત્વને સમજો. જૂઓ, વિશેષણ-વિશેષ્યભાવ અને ધર્મ-ધર્મી ભાવ પરસ્પર | સંબંધિત છે. વિશેષણ-વિશેષ્યભાવ એકાંતે ભેદાત્મક વસ્તુમાં સંભવતો જ નથી એ ઉપર-બતાવી ગયા. વિશેષણ-વિશેષભાવની સિદ્ધિ માટે ધર્મ-ધર્મભાવને આગળ કરશો તો એકાંતે ભેદાત્મક વસ્તુમાં ધર્મધર્મભાવ શી રીતે સિદ્ધ કરશો? ધર્મ-ધર્માભાવને સિદ્ધ કરવા ફરીથી વિશેષણ વિશેષ્યભાવને આગળ કરશો તો “તારું ઘર ક્યાં આવ્યું?' વડલાની બાજુમાં. વડલો ક્યાં આવ્યો? મારા ઘરની બાજુમાં. એની િ જેમ અન્યોન્યાશ્રયદોષ આવશે. તેથી સિદ્ધ થાય છે કે એકાંતે ભેદવાળી વસ્તુમાં વિશેષણ- વિશેષ્ય ભાવ કે ધર્મધર્મીભાવ સંભવતો નથી. તેથી ધર્મ અને ધર્મને એકાંતે ભિન્ન માનવાથી શિષ્ટમાન્ય ધર્મધર્માભાવનો અભાવ આવી જશે.
શંકા:- “સામાન્ય અને વિશેષને દ્રવ્યાદિના ધર્મરૂપ માનવાથી જ આ પંચાત ઊભી થાય છે. અને દોષો ઉત્પન્ન થાય છે. માટે જ અમે તે બન્નેને અલગ પદાર્થરૂપ માનીએ છીએ.
.
૪
જાદ
- કાવ્ય - ૪
કાવ્ય - ૪.
-