________________
યાહ્ન મંજરી
तथा यत एव 'जिनम्' अत एव 'अतीतदोषम् ' । रागादिजेतृत्वाद् हि जिनः । न चाजिनस्यातीतदोषता । तथा य एव 'आप्तमुख्यम्' अत एव 'अबाध्यसिद्धान्तम् । आप्तो हि प्रत्ययित उच्यते । तत आप्तेषु मुख्यं श्रेष्ठमाप्तमुख्यम् आप्तमुख्यत्वं च प्रभोरविसंवादिवचनतया विश्वविश्वासभूमित्वात् । अत एवाबाध्यसिद्धान्तम् । न हि यथावज्ज्ञानावलोकितवस्तुवादी सिद्धान्तः कुनयैर्बाधितुं शक्यते । यत एव स्वयम्भुवम् अत एवामर्त्यपूज्यम्। पूज्यते ह देवदेवो जगत्त्रयविलक्षणलक्षणेन स्वयंसम्बुद्धत्वगुणेन सौधर्मेन्द्रादिभिरमत्यैरिति।
अत्र च श्रीवर्धमानमिति विशेषणतया यद् व्याख्यातं तदयोगव्यवच्छेदाभिधानप्रथमद्वात्रिंशिकाप्रथमकाव्यतृतीयपादवर्तमानं શ્રી વર્ધમાન હેવાથી અનન્તવિજ્ઞાન-સર્વજ્ઞ છે. શ્રી વર્ધમાન=સર્વકર્મોના ક્ષયથી (=ઘાતિકર્મોના ક્ષયથી) ઉત્પન્ન થયેલા અનન્ત ચતુષ્ક (૧) અનન્ત જ્ઞાન (૨) અનન્ત દર્શન (૩) અનન્ત ચારિત્ર અને (૪) અનન્તવીર્ય–રૂપ સંપત્તિથી વધતા ...
શંકા :- ભગવાનને પ્રાપ્ત થયેલી અનન્તચતુષ્ક સંપત્તિ ક્ષાયિક હોવાથી ઉત્પત્તિ પછી હંમેશા એક સરખી જ રહે છે. એમાં વધઘટ થતી નથી. તેથી સંપત્તિથી વધતા એમ કહેવામાં દોષ છે.
—
સમાધાન :– અલબત્ત, આ સંપત્તિમાં વધઘટ સંભવતી નથી. છતાં પણ આ સંપત્તિમાં કયારેય ધટાડો કે ધસારો સંભવતો નથી, પરંતુ હંમેશને માટે આ સંપત્તિ અવસ્થિત રહે છે. તેથી તેમાં વધવાપણાનો ઉપચાર કરી શકાય છે. (સંસારની કોઇ ચીજ સ્થિર નથી. ઉત્પન્ન થયેલી પ્રત્યેક વસ્તુ ઘસાય છે, સ્વરૂપમાં હાનિ પામે છે અને અંતે નાશ પામે છે..સંસારની પ્રત્યેક વસ્તુ જ્યારે આ ધસારારૂપ ડાકણ અને મૃત્યુરૂપ રાક્ષસના વળગણને કારણે બિહામણી બની છે, ત્યારે પરમાત્માની આ અનન્તચતુષ્કસંપત્તિ સદા માટે સદાબહાર રહે છે. તેના ચળકાટમાં તસુમાત્ર પણ હાનિ થતી નથી... તેથી જ સંસારી વસ્તુની અપેક્ષાએ તેમની તે સંપત્તિ વૃદ્ધિમાન કહી શકાય.)
શંકા :- આ પ્રમાણે શ્રી વર્ધમાન' કહેવાથી જ અનન્તચતુષ્કાન્તર્ગત ‘અનન્તવિજ્ઞાન'નો નિર્દેશ થઇ જાય છે. તેથી ‘અનન્તવિજ્ઞાન' વિશેષણનો ફરીથી ઉલલેખ પુનરુક્તિદોષરૂપ છે.
સમાધાન :- અલબત્ત, અનન્તયં ુષ્ટયમાં અનન્ત વિજ્ઞાનનો સમાવેશ થઇ જાય છે. છતાં પણ અનન્તચતુષ્કમાના બીજા અનન્તો માત્ર સ્વોપયોગી છે. જ્યારે અનન્તજ્ઞાન સ્વપરઉપયોગી છે. પરોપકારનું પ્રધાન સાધન જ અનન્તજ્ઞાન છે. અને સ્વયં કૃતકૃત્ય હોવાથી પરમાત્માની પ્રત્યેક પ્રવૃત્તિ એકમાત્ર પરોપકાર અર્થે જ હોય છે. તેથી અનન્તચતુષ્કમાં સામાન્યરૂપે ઉલ્લેખ થઇ ગયો હોવા છતાં અનન્તજ્ઞાનનો વિશેષ ઉલ્લેખ ‘બ્રાહ્મણો આવ્યા વશિષ્ઠ પણ આવ્યો.' એ ન્યાયથી યોગ્ય જ છે. તેથી અહીં પુનરુક્તિ દોષ નથી. અનન્તજ્ઞાન-દર્શનની જ્ઞાનરૂપે સમાનતા
શંકા :- જગન્નાથ અરિહંતનો જેમ ‘અનન્તજ્ઞાન’ ગુણ પરાર્થ છે તેમ અનાદર્શન = કેવલદર્શન ગુણ પણ અવ્યાહતપણે પરાર્થ જ છે. કેવલજ્ઞાનીઓને કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ક્રમિક ઉપયોગ હોય છે. પ્રથમ સમયે જ્ઞાનોપયોગ હોય છે. બીજા સમયે દર્શનોપયોગ ોય છે. કેવળીઓ આ કેવલજ્ઞાન-દર્શનદ્વારા વિશેષ–સામાન્યાત્મક વસ્તુનો બોધ કરે છે અને પછી તે સ્વરૂપનો બીજાઓને પ્રકાશ કરે છે. આમ કેવલદર્શન પણ પરાર્થ જ છે. તેથી કેવલજ્ઞાનની જેમ કેવલદર્શન પણ વિશિષ્ટગુણ જ છે. તેથી તેનો પણ અલગ નિર્દેશ
થવો જોઇએ.
સમાધાન :- *અનન્તવિજ્ઞાન' વિશેષણમાં મુકેલા ‘વિજ્ઞાન’ પદથી અનન્તદર્શન- કેવલદર્શનનું પણ ગ્રહણ થઇ જાય છે. કેમકે દર્શનગુણ પણ જ્ઞાનરૂપ જ છે. દરેક પદાર્થના ધર્મોનું બે પ્રકારમાં વિભાજન થાય છે. (૧) સમતા ધર્મ=સામાન્ય ધર્મો અને (૨)વિષમતા ધર્મો = વિશેષરૂપ ધર્મો (અનેક પદાર્થો માં સમાનતાની
કાવ્ય - ૧
12