________________
યાતઠમંજરી
तत्र च प्रथमद्वात्रिंशिकायाः सुखोन्नेयत्वात् तद्व्याख्यानमुपेक्ष्य द्वितीयस्यास्तस्या निःशेषदुर्वादिपरिषदधिक्षेपदक्षायाः कतिपयपदार्थविवरणकरणेन स्वस्मृतिबीजप्रबोधविधिर्विधीयते । तस्याश्चेदमादिकाव्यम् -
अनन्तविज्ञानमतीतदोषमबाध्यसिद्धान्तममर्त्यपूज्यम् ।
श्रीवर्धमानं जिनमाप्तमुख्यं स्वयंभुवं स्तोतुमहं यतिष्ये ॥ १ ॥
'श्रीवर्धमानं जिनमहं स्तोतुं यतिष्ये' इति क्रियासम्बन्धः । किं विशिष्टम् ? अनन्तम् अप्रतिपाति वि= विशिष्टं सर्वद्रव्यपर्यायविषयत्वेन उत्कृष्टं ज्ञानं - केवलाख्यं विज्ञानम् । ततः अनन्तं विज्ञानं यस्य सः अनन्तविज्ञानस्तम् । तथा અતીતાઃ = નિઃસત્તાજીમૂતત્વેનાઽતિાન્તાઃ ટોષાઃ = ચાટ્યઃ ચસ્માત્ સ તથા, તમ્। તથા અવાધ્યઃ = પદૈઃ વાધિતુમશવઃ सिद्धान्तः स्याद्वादश्रुतलक्षणो यस्य सः तथा तम् । तथा अमर्त्याः = देवा:, तेषामपि पूज्यम् = आराध्यम् । अत्र च
પ્રથમ કાવ્યની અવતરણિકા
આ બે બત્રીશીમાં અયોગવ્યવચ્છેદ' બત્રીશીનો ભાવાર્થ સ૨ળ છે. તેથી તેના વિવરણની ઉપેક્ષા કરીને ટીકાકાર બીજી બત્રીશીનાં કેટલાક પદાર્થોનું વિવરણ કરે છે. આ અન્યયોગવ્યવચ્છેદ' નામની બીજી દ્વાત્રિંશિકા બધા કુવાદીઓનો પરાભવ કરવામાં સમર્થ છે. ટીકાકારે આ વિવરણ પોતાના સ્મરણના બીજભૂત સંસ્કારોને જાગૃત કરવા માટે અર્થાત્ તે સંસ્કારોને સદા જાગૃત રાખવા માટે કર્યું છે.
બત્રીશકાવ્યપુષ્પમય આ માળાના મંગળાચરણરૂપ પ્રથમ પુષ્પનો પમરાટ આ પ્રમાણે છે –
કાચાર્થ :–અનાજ્ઞાનના ધારક, દોષોથી પાર પામેલા, અબાધિતસિદ્ધાંતના પ્રરૂપક, દેવોથી પૂજ્ય, આપ્તોમાં મુખ્ય અને સ્વયંભૂ-સ્વયંસંબુદ્ધ, શ્રીવર્ધમાનસ્વામીની સ્તવના કરવા હું પ્રયત્ન કરીશ. ૧
શ્રી વર્ધમાનસ્વામીની સ્તવના કરવા હું પ્રયત્ન કરીશ. તે વર્ધમાનસ્વામીનું કેવળજ્ઞાન વિલય નહિ પામનારું છે. ત્રણે કાળના સર્વે પદાર્થો અને તેઓના સઘળા પર્યાયોનું પ્રકાશક હોવાથી આ કેવળજ્ઞાન ઉત્કૃષ્ટ છે. તથા તે વીર વિભુના રાગદ્વેષ વગેરે સઘળા દોષો નેસ્તનાબૂદ થયા છે. તથા તે વીરવિભુએ કહેલો સ્યાદ્વાદશ્રુત સિદ્ધાંત બીજાઓથી બાધ પમાડી શકાય તેવો નથી. તથા તે વીરવિભુ દેવોને પણ પૂજ્ય છે.
ચાર મૂળઅતિશય દર્શક ચાર વિશેષણો
આ કાવ્યમાં શ્રી વર્ધમાનસ્વામીનાવિશેષણરૂપે ચાર મૂળાતિશયોનું પ્રતિપાદન કર્યું છે. (૧) અનન્તવિજ્ઞાનમ્ આ વિશેષણથી ભગવાનના કેવળજ્ઞાનના અનન્તપણાનો નિર્દેશ કર્યો છે (સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો આ જ્ઞાનના વિષય બનતા હોવાથી આ જ્ઞાન અનન્ત છે.) આ વિશેષણથી ભગવાનના જ્ઞાનાતિશયનું નિવેદન થયું. (૨) “અતીતદોષમ્ ” આ વિશેષણથી ભગવાનમાંથી અઢારે દોષો સર્વથા ક્ષય પામ્યા છે તેમ બતાવ્યું. આત્માના કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિકસમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર વગેરે ગુણોને ઢાંકતા આવરણો દોષરૂપ છે. (અઢાર દોષો→ (૧)અજ્ઞાન (૨)નિદ્રા (૩)મિથ્યાત્વ (૪)અવિરતિ (૫)હસ્ય (૬)તિ (૭)અરતિ (૮)ભય (૯)જુગુપ્સા (૧૦) શોક (૧૧)કામ (૧૨)રાગ (૧૩)દ્વેષ (૧૪)દાનાંતરાય (૧૫)લાભાંતરાય (૧૬)ભોગાંતરાય (૧૭)ઉપભોગાંતરાય અને (૧૮)વીર્યંતરાય.) આ વિશેષણ દ્વારા અપાયાપગમ અતિશયનું આવેદન થયું (૩) ‘અબાધ્યસિદ્ધાંતમ્ ’ આ વિશેષણ ઘેટાંઓના સમુદાયથી સિંહની જેમ કુતીર્થિકોના કુતર્કોથી કચારેય પણ બાધ નહિ પામનારા સ્યાદ્વાદ સિદ્ધાંતના પ્રરૂપક
કાવ્ય – ૧