________________
સ્યાાઠમંજરી
किंच, सुखदुःखभोगौ पुण्यपापनिर्वत्य । तन्निर्वर्तनं चार्थक्रिया । सा च कूटस्थनित्यस्य क्रमेण अक्रमेण वा नोपपद्यत इत्युक्तप्रायम् । अत एवोक्तं न पुण्यपापे इति । पुण्यं दानादिक्रियोपार्जनीयं शुभं कर्म, पापं हिंसादिक्रियासाध्यमशुभं कर्म । ते अपि न घटेते, प्रागुक्तनीतेः ॥
तथा न बन्धमोक्षौ । बन्धः - कर्मपुद्गलैः सह प्रतिप्रदेशमात्मनो वह्वयः पिण्डवद् अन्योऽन्यसंश्लेषः । | मोक्षः कृत्स्नकर्मक्षयः तावप्येकान्तनित्ये न स्याताम् । बन्धो हि संयोगविशेषः । स च “अप्राप्तानां प्राप्तिः”इतिलक्षणः। प्राक्कालभाविनी अप्राप्तिरन्यावस्था, उत्तरकालभाविनी प्राप्तिश्चान्या । तदनयोरप्यवस्थाभेददोषो दुस्तरः । कथं चैकरूपत्वे सति तस्याकस्मिको बन्धनसंयोगः । बन्धनसंयोगाच्च प्राक् किं नायं मुक्तोऽभवत् । किंच तेन बन्धनेनासौ विकृतिमनुभवति न वा ? अनुभवति चेत् ? चर्मादिवदनित्यः । नानुभवति चेत् ? निर्विकारत्वे सता असता वा
અને સરળ (=સીધી) અવસ્થામાં રહેલો સાપ. વર્તુલાકાર અવસ્થામાં જે સાપ હતો તે જ સાપ સરળ અવસ્થામાં છે. એ જ પ્રમાણે સુખીઅવસ્થામાં જે આત્મા હતો તે જ આત્મા દુ:ખીઅવસ્થામાં પણ છે.
સમાધાન :- આ કથન બરાબર નથી. આ અવસ્થાઓ અવસ્થાવાળા આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન છે, તો તે અવસ્થાઓ તે વિવક્ષિતઅવસ્થાવાળાની છે.' એવો સંબંધ નહિ રહે. જો ભિન્ન એવી પણ તે અવસ્થાઓ તેની હોય, તો અન્યઆત્માની અવસ્થાઓ પણ તેની હોવી જોઇએ, કેમકે તેઓ પણ સમાન રીતે ભિન્ન છે. જો અવસ્થાઓ અવસ્થાવાનથી અભિન્ન છે, તો અવસ્થાઓ અવસ્થાવાનરૂપ જ છે. તેનાથી અતિરિક્ત નથી. તેથી અવસ્થા બદલાવાનો અર્થ જ એ થયો, કે અવસ્થાવાન (આત્મા) બદલાયો.. એટલે આત્માની એકાન્ત સ્થિર–એકરૂપતાને (=નિત્યતાને)હાનિ પહોંચશે. તથા જો આત્મા એકાન્તે એકરૂપ જ હોય, તો તેનામાં અવસ્થાભેદ પણ સંભવે શી રીતે ? અર્થાત્ સુખી હંમેશા સુખી અને દુ:ખી હંમેશા દુ:ખી રહેવો જોઇએ. જે દૃષ્ટ કે ઇષ્ટ નથી. આમ એકાન્ત નિત્યપક્ષે સુખદુ:ખનો ઉપભોગ સુસંગત ન રહે.
પુણ્ય-પાપ બંધ-મોક્ષની અસિદ્ધિ
વળી સુખ અને દુ:ખ ક્રમશ: પુણ્ય અને પાપથી ઉત્પન્ન થાય છે. તથા તે બેની (સુખ–દુ:ખની ) ઉત્પત્તિ એ પુણ્ય–પાપની અર્થક્રિયા છે. અર્થાત્ પુણ્ય-પાપ જો સુખ-દુ:ખને ઉત્પન્ન કરે, તો જ સાર્થક ગણાય. અન્યથા માત્ર નામના જ ગણાય. કૂટસ્થંનિત્યપક્ષે આ ઉત્પત્તિક્રિયા ક્રમથી કે અક્રમથી ઉપપન્ન થઇ શકતી નથી. એ પૂર્વે દર્શાવી ગયા છીએ. તેથી જ દાનાદિક્રિયાથી પ્રાપ્ત થતું પુણ્ય, અને હિંસાઆદિ ક્રિયાથી જનમતું પાપ નિત્યએકાન્તપક્ષે ઘટી શકે નહિ' એમ કહ્યું.
બંધ = આત્માનું પોતાના સર્વપ્રદેશોમાં કર્મસાથે અગ્નિ અને લોખંડના ગોળાની જેમ પરસ્પર સમ્મિશ્રણ. મોક્ષ = સઘળાય કર્મનો ક્ષય. એકાન્તનિત્યમાં આ બન્ને પણ સંભવે નહિ. (૧) બંધ એક પ્રકારનો સંયોગ છે. અપ્રાપ્તપદાર્થોની પ્રાપ્તિ' ( = નહિ જોડાયેલા પદાર્થોનું જોડાવું) સંયોગનું લક્ષણ છે. આ સંયોગની પૂર્વકાળે જોડાણના અભાવવાળી અવસ્થા છે. સંયોગ પછી જોડાણવાળી અવસ્થા છે. આ બન્ને અવસ્થાઓ ભિન્નભિન્ન છે. આ જોડાણ કર્મ અને આત્માનું હોવાથી આ બંનેઅવસ્થાઓ પણ તે બેની છે. તેથી પૂર્વે દર્શાવેલ અવસ્થાભેદે અવસ્થાવાનના ભેદનો દોષ અહીં પણ ઉપસ્થિત થાય છે. તેથી એકાન્તનિત્ય આત્મામાં બંધ ઉપપન્ન થતો નથી. અને તેના અભાવમાં મોક્ષ પણ સંભવતો નથી. (૨) તથા બંધ અને મોક્ષ એ બન્ને ભિન્ન ભિન્નઅવસ્થારૂપ હોવાથી પણ એકાન્તનિત્યઆત્મામાં એ બન્ને ઘટી શકે નહિ. (૩) તથા જો આત્મા એકાન્તે એકરૂપ જ હોય, તો તેને અકસ્માત બંધન ( કર્મ) નો સંયોગ થયો શી રીતે? કેમકે સંયોગને અનરૂપ સ્વભાવમાં ફેરફાર થયા વિના સંયોગ થઇ શકે નહિ. (૪)તથા બંધનનો સંયોગ થતાં પહેલા
કાચ-૨૭
294