________________
માતાઠમંજરી
सन्मार्गच्युताः पतिता इति परिभाष्यते । अथवा यथा वज्रादिप्रहारेण हतः पतितो मूर्च्छामतुच्छामासाद्य निरुद्धवाक्प्रसरो भवति, एवं तेऽपि वादिनः स्वाभिमतैकान्तवादेन युक्तिसरणीमननुसरता वज्राशनिप्रायेण निहताः सन्तः स्याद्वादिनां पुरतोऽकिञ्चित्करा वाङ्मात्रमपि नोच्चारयितुमीशत इति ॥
2
3
8
अत्र च विरोधस्योपलक्षणत्वात् वैयधिकरण्यम्, अनवस्था, संकरः, व्यतिकरः, संशयः, अप्रतिपत्तिः, विषयव्यवस्थाहानिरित्येते ऽपि परोद्भाविता दोषा अभ्यूह्याः । तथाहि - सामान्यविशेषात्मकं वस्तु इत्युपन्यस्ते परे उपालब्धारो भवन्ति । यथा - सामान्यविशेषयोर्विधिप्रतिषेधरूपयोर्विरुद्धधर्मयोरेकत्राभिन्ने वस्तुनि असंभवात् शीतोष्णवदिति विरोधः । न हि यदेव विधेरधिकरणं तदेव प्रतिषेधस्याधिकरणं भवितुमर्हति एकरूपतापत्तेः, ततो वैयधिकरण्यमपि भवति । अपरं च येनात्मना सामान्यस्याधिकरणं, येन च विशेषस्य तावप्यात्मानौ एकेनैव स्वभावेनाधिकरोति द्वाभ्यां वा स्वभावाभ्याम् ? एकेनैव चेत् । तत्र पूर्ववद् विरोधः । द्वाभ्यां वा स्वभावाभ्यां सामान्यविशेषाख्यं स्वभावद्वयमधिकरोति तदानवस्था, तावपि स्वभावान्तराभ्याम् तावपि स्वभावान्तराभ्यामिति । આમ થવાથી સંકરદોષ આવશે. (૫) તથા જે રૂપે સામાન્ય છે તે જ રૂપે વિશેષ છે અને જે રૂપે વિશેષ છે તેજ રૂપે સામાન્ય છે. આમ વ્યતિકરદોષ છે. સ્વભાવો પરસ્પરના વિષયમાં જાય તે વ્યતિકર દોષ કહેવાય. અહીં સામાન્યના વિષયમાં વિશેષ અને વિશેષના વિષયમાં સામાન્યનો પ્રવેશ હોવાથી વ્યતિકરદોષ છે. (૬) આમ વસ્તુના સ્વરૂપમાં વ્યતિકર હોવાથી વસ્તુનું અસાધારણ (= વિશિષ્ટ) સ્વરૂપ શું છે? તેનો નિર્ણય થઇ શકે નહિ. તેથી વસ્તુનું શું સ્વરૂપ છે ? તેવો સંશય ઉત્પન્ન થાય. (૭) આ સંશયનું સમાધાન થઇ શકતું ન હોવાથી, વસ્તુના સ્વરૂપનો યથાર્થ બોધ થઇ શકે નહિ. આમ સ્યાદ્વાદમાં અપ્રતિપત્તિ (અજ્ઞાન)દોષ પણ આવે છે. (૮)આમ દરેક વિષયઅંગે અજ્ઞાન પ્રર્વતતું હોવાથી, પ્રમાણથી કોઇપણ વસ્તુનો નિર્ણય થઇ શકતો નથી. તેથી વિષયવ્યવસ્થામાં હાનિ આવે છે. એકાન્તવાદીઓ સ્યાદવાદમતમાં આ પ્રમાણે આઠદોષો દર્શાવે
સ્યાદ્વાદ એકાન્તવાદથી ભિન્નજાતિવાળો છે. તેથી સ્યાદ્વાદમાં પૂર્વોક્તોષો સંભવતા નથી. તેથી સ્યાદ્વાદના મર્મને સમજનારાએ યુક્તિઓદ્વારા એ સર્વદોષોનો સ્વત: પરિહાર કરવો (પરિહર ઉપર દર્શાવ્યો છે.) વાસ્તવમાં તો સત્ત્વ-અસત્ત્વાદિધર્મોને એકાંતે ભિન્ન સ્વતંત્ર અને પરસ્પરથી નિરપેક્ષ માનવામાં આવે, અને તેવા બે ધર્મોને એકાધિકરણ માનવામાં આવે, તો જ ઉપરોક્ત દોષોનો સંભવ છે. અથવા અહીં ‘વિરોધ’ શબ્દ દોષવાચક છે. જેમકે તે વિરૂદ્ધનું આચરણ કરે છે. આ વાકયમાં વિરૂદ્ધ = દુષ્ટ એવો અર્થ છે. તેથી
१. विभिन्नाधिकरणवृत्तित्वम् । २. अप्रामाणिकपदार्थपरम्परापरिकल्पनाविश्रान्त्यभावश्चानवस्था ।
૧. આ આઠે દ્વેષોનો પરિહાર આ પ્રમાણે થઇ શકે. (૧)વસ્તુમાં સ્વરૂપની વિવક્ષા કરવામાં આવે તો અસ્તિત્વ, અને પરરૂપની વિવક્ષા કરવામાં આવે તો નાસ્તિત્વધર્મ ઉપલબ્ધ થાય છે. અને એક ધર્મ ઉપલબ્ધ થાય ત્યારે બીજો ધર્મ ઉપલબ્ધ ન થાય, તો બે વચ્ચે વિરોધ કહેવાય. પરંતુ અસ્તિત્વ અને નાસ્તિત્વમાં તેમ નથી, કેમકે વસ્તુમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ અને ૫રદ્રવ્યાદિની અપેક્ષા નાસ્તિત્વ વિધમાન છે. એ પૂર્વે જ સિદ્ધ થઇ ચૂકયું છે. શંકા :– ઘટમાં પટઆદિપરરૂપે નાસ્તિત્વ છે. તેનો અર્થ એમ થયો કે, પટઆદિરૂપનો ધટમાં અભાવ છે. પણ તેથી ઘટનો અભાવ છે." એમ કહેવાશે નહિ. જે વસ્તુનો અભાવ જ્યાં હોય, ત્યાં તે અભાવનો જ નિર્દેશ કરાય. સામાન્યથી અભાવનો નિર્દેશ કરી શકાય નહિ. ભૂમિપર ઘડો ન હોય તો ‘ભૂમિપર ધડો નથી’એમ કહેવાય, નહિ કે ભૂમિ નથી' એમ કહેવાય. એ જ પ્રમાણે અહીં પણ ઘટમાં પટસ્વરૂપનો અભાવ હોવાથી ‘ઘટમાં પટરૂપનો અભાવ છે,' એમ કહેવાય, ‘ઘટ નથી' એમ ન કહેવાય. સમાધાન :- આ યુક્તિસંગત નથી. ધટમાં પટસ્વરૂપનો જે અભાવ છે, એ ધટનો ધર્મ છે કે પટનો ? પટનો તે માની શકાય નહિ, કેમકે પોતાનામાં જ પોતાના સ્વરૂપનો અભાવ રહી શકે નહિ, કેમકે તેમાં વિરોધોષ છે. વળી જો એ પટનો ધર્મ હોય તો તેના આધાર-અધિકરણ તરીકે ઘટનો નિર્દેશ પણ વૈયધિકરણ્યાદિ દોષોનો પરિહાર
285