________________
મા યા ામંજરી द्रव्यानतिरेकात् । अतएव द्रव्यास्तिकनयाः शुद्धसंग्रहादयो द्रव्यमात्रमेवेच्छन्ति पर्यायाणां तदविष्वग्भूतत्वात् । पर्ययः पर्यवः पर्याय इत्यनर्थान्तरम् । अद्रव्यमित्यादि । चः पुनरर्थे । स च पूर्वस्माद् विशेषद्योतने भिन्नक्रमश्च । विविच्यमानं चेति, विवेकेन पृथग्रूपतयोच्यमानं पुनरेतद् वस्तु अद्रव्यमेव । अविवक्षितान्वयिद्रव्यं केवलपर्यायरूपमित्यर्थः ॥
यदा ह्यात्मा ज्ञानदर्शनादीन् पर्यायानधिकृत्य प्रतिपर्यायं विचार्यते, तदा पर्याया एव प्रतिभासन्ते, न पुनरात्माख्यं किमपि द्रव्यम् । एवं घटोऽपि कुण्डलौष्ठपृथुबुनोदरपूर्वापरादिभागाद्यवयवापेक्षया विविच्यमानः पर्याया एव, न पुनर्घटाख्यं तदतिरिक्तं वस्तु । अतएव पर्यायास्तिकनयानुपातिनः पठन्ति → “भागा एव हि भासन्ते संनिविष्टास्तथा तथा । तद्वान्नैव पुनः कश्चिन्निर्भागः संप्रतीयते ।” इति । ततश्च द्रव्यपर्यायोभयात्मकत्वेऽपि वस्तुनो द्रव्यनयार्पणया पर्यायनयानर्पणया च द्रव्यरूपता, पर्यायनयार्पणया द्रव्यनयानर्पणया च पर्यायख्पता, उभयनयार्पणया च तदुभयरू - पता । अत एवाह वाचकमुख्यः “अर्पितानर्पितसिद्धेः” इति । एवंविधं द्रव्यपर्यायात्मकं वस्तु त्वमेवादीदृशस्त्वमेव दर्शितवान् नान्य इति काक्वावधारणावगतिः ॥
વિવક્ષિત થાય છે. આત્માવગેરેવસ્તુઓ સામાન્યથી પોતાના પર્યાયોદ્ગારા જ્ઞાત થતા હોય છે. તેથી જ્યારે જ્ઞાનદર્શનાદિ પર્યાયોને આગળ કરી આત્માનો વિચાર કરવામાં આવે છે, ત્યારે માત્ર પર્યાયો જ પ્રતિભાસે છે. આત્મા ભિન્ન દ્રવ્યરૂપે દેખાતો નથી. એ જ પ્રમાણે, ધડાનો ગોળાકાર કાઠો, પૃથુબુબ્બોદર, પૂર્વભાગ, પાછળનો ભાગ વગેરે અવયવોની અપેક્ષાએ જ્યારે વિભાગ કરવામાં આવે છે, ત્યારે આ બધા પર્યાયો જ માત્ર દૃષ્ટિગોચર બને છે, અને પર્યાયોથી ભિન્ન ધટદ્રવ્ય દૃષ્ટિગોચર બનતું નથી. તેથી જ પર્યાયનયવાદીઓ કહે છે– “તેવાતેવા પ્રકારે સંયોજાયેલા ભાગો જ ભાસિત થાય છે. પરંતુ તે ભાગવાળી કોઇ નિર્વંશ વસ્તુ પ્રતીત થતી નથી.” તેથી વસ્તુ દ્રવ્ય-પર્યાયઉભયાત્મક હોવા છતાં, જ્યારે દ્રવ્યનયને પ્રધાન કરવામાં આવે છે, અને પર્યાયનયને ગૌણ કરવામાં આવે છે, ત્યારે તે વસ્તુ માત્ર દ્રવ્યરૂપ જ ભાસે છે, તથા જયારે પર્યાયનયને મુખ્ય કરવામાં આવે છે, અને દ્રવ્યનયને ગૌણ કરવામાં આવે છે, ત્યારે તે માત્ર પર્યાયરૂપે જ ભાસે છે. અને જયારે બંને નયને પ્રધાન બનાવવામાં આવે છે, ત્યારે વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક ભાસે છે. અતએવ, વાચકમુખ્યશ્રીએ કહ્યું છે કે, “દ્રવ્યનય અને પર્યાયનયને મુખ્ય કે ગૌણ કરવાથી વસ્તુની સિદ્ધિ થાય છે ” હે ભગવન્ ! આ પ્રમાણે દ્રવ્યપર્યાયસ્વરૂપવાળા વસ્તુનું નિદર્શન માત્ર તેં જ કર્યું છે, અન્ય કોઇએ નહિ. કાવ્યમાં શબ્દથી આવો નિર્દેશ થયો નથી, છતાં તેનો બોધ ‘કાક્વ' અવધારણદ્વારા થાય છે.
શંકા :- દ્રવ્યનાં નામ અને જ્ઞાન, પર્યાયના નામ અને જ્ઞાનથી ભિન્ન છે. તો એક જ વસ્તુ દ્રવ્યપર્યયઉભયાત્મક શી રીતે હોઇ શકે ? કેમકે વસ્તુ ભિન્નધર્મોથી યુક્ત હોઇ શકે નહિ.
સમધાન :- આ શંકાનાનિરાકરણઅર્થે કવિએ ‘આદેશભેદ' ઇત્યાદિ વિશેષણ મૂક્યું છે. સકળાદેશ અને વિકળાદેશ એમ આદેશ બે પ્રકારે છે. આ બે આદેશના ભેદથી સાતપ્રકારની વચનરચના દરેક વસ્તુઅંગે થઇ શકે છે.( જેથી પરસ્પરવિરુદ્ધ દેખાતા દ્રવ્ય અને પર્યાયથી યુક્ત વસ્તુ ઉપપન્ન બની શકે છે.) પરદર્શનકારોનું મિથ્યાત્વજનિતઅજ્ઞાન
શંકા :– જો ભગવાને સર્વજીવોને સમાનરૂપે આ પ્રમાણે તત્ત્વનું નિરૂપણ કર્યું છે. તો અન્યવાદીઓ શા માટે આ વસ્તુસ્વરૂપનો સ્વીકાર કરતા નથી ?
સમાધાન :– ભગવાનના આ સૂક્ષ્મ નિરૂપણને નિસર્ગજ (નિસર્ગ-તથાસ્વભાવથી જ ઉપદેશાદિ વિના ૨. તત્ત્વાથાંધિમસૂત્ર ૧-૩૨ |
કાચ-૨૩
266