________________
ત્યાાઠમંજરી
अथोत्तरार्द्धव्याख्या । तत इति पक्षत्रयेऽपि दोषसद्भावात् त्वदुक्तानि भवद्वचनानि भेदाभेदस्याद्वादसंवादपूतानि, परे=कुतीर्थ्याः प्रकरणात् मायातनयाः श्रयन्तु = आद्रियन्ताम् । अत्रोपमानमाह - तटादर्शीत्यादि । तटं न पश्यतीति तटादर्शी । यः शकुन्तपोतः पक्षिशावकः तस्य न्याय उदाहरणम् तस्मात् । यथा किल कथमप्यपारपारावारन्तः पतितः काकादिशकुनिशावको बहिर्निर्जगमिषया प्रवहणकूपस्तम्भादेस्तटप्राप्तये मुग्धतयोड्डीनः समन्ताज्जलैकार्णवमेवावलोकयंस्तटमदृष्ट्वैव निर्वेदाद् व्यावृत्य तदेव कूपस्तम्भादिस्थानमाश्रयते, गत्यन्तराभावात् । एवं तेऽपि कुतीर्थ्याः प्रागुक्तपक्षत्रयेऽपि वस्तुसिद्धिमनासादयन्तस्त्वदुक्तमेव चतुर्थं भेदाभेदपक्षमनिच्छ्यापि कक्षीकुर्वाणास्त्वच्छासनमेव प्रतिपद्यन्ताम् । न हि स्वस्य बलविकलतामाकलय्य बलीयसः प्रभोः शरणाश्रयणं दोषपोषाय नीतिशालिनाम् त्वदुक्तानीति बहुवचनं सर्वेषामपि तन्त्रान्तरीयाणां पदे पदेऽनेकान्तवादप्रतिपत्तिरेव यथावस्थितपदार्थप्रतिपादनौपयिकं, नान्यदिति ज्ञापनार्थम्, अनन्तधर्मात्मकस्य सर्वस्य वस्तुनः सर्वनयात्मकेन स्याद्वादेन विना यथावद् ग्रहीतुमशक्यत्वात्, इतरथान्धगजन्यायेन पल्लवग्राहिताप्रसङ्गात् ॥
અહીં કવિએ કિનારાને જોવામાં અસમર્થ એવા પક્ષીના બચ્ચાની ઉપમા દર્શાવી છે. જેમ, કોઇક કારણથી અફાટ સમુદ્રની વચ્ચે આવી પડેલું કાગડાવગેરેપક્ષીનું મુગ્ધ બચ્ચુ કિનારાપર પહોંચવા વહણનાં થાંભળા પરથી વારંવાર ઊડે છે, ચારે બાજૂ મે છે. પરંતુ તે પક્ષીની દૃષ્ટિમાં સર્વત્ર પાણી જ પાણી દેખાય છે. એક પણ બાજુ કિનારો દેખાતો નથી આમ વારંવાર ઊડવાથી એક બાજૂ થાક લાગે છે, તો બીજી બાજૂ કિનારાનાં કોઇ એંધાણ દેખાતા નથી. તેથી ત્રાસ પામી અને ખિન્ન થઇ ફરીથી તે થાંભળાનો જ આશરો લે છે. કેમકે આવા મધદરિયે બીજો કોઇ આશરો પણ દેખાતો નથી. બસ આવી જ હાલત આ બિચારા પરદર્શનકારોની છે. આ દર્શનકારો પણ તારા દર્શનથી ભિન્ન વિકલ્પોને શોધવા ખૂબ જ મથે છે. તે ભેદાભેદ સ્યાદ્વાદનો સ્વીકાર કર્યો છે. તો તેઓ એકાંત ભેદ, એકાંતઅભેદ અથવા તદનુભયવિક્લ્પોનો સહારો લેવા બુદ્ધિનું દહિ કરી નાખે છે. છતાં પણ તેઓ એ ત્રણે વિકલ્પ દ્વારા વસ્તુને સિદ્ધ કરી શકતા નથી. અરે પોતાનાં સિદ્ધાંતને પણ સ્થિર કરી શકતા નથી. તેથી ખિન્ન થયેલા તેઓ ઇચ્છા ન હોવા છતાં અન્ય કોઇ વિકલ્પ ન હોવાથી બળાત્કારે તારા ભેદાભેદપક્ષનો સ્વીકાર કરે છે. આમ તારા શાસનને અનિચ્છાથી પણ મસ્તકે ચડાવે છે. અલબત્ત, તેઓએ આ પ્રમાણે તારી આજ્ઞાને માથે ચડાવવામાં લજજા રાખવાની જરૂર નથી. કેમકે પોતાને દુર્બળ જાણીને બળવાન સ્વામીનું શરણ લેવું. એ નીતિમાન પુરુષો માટે અયોગ્ય નથી, કેમકે એ શરણ દોષોને પુષ્ટ કરતું નથી. બલ્કે દોષોનો ાસ જ કરે છે. એમ તારા વચનનાં સ્વીકારથી તેઓને દોષ આવવાનો નથી. બલ્કે યથાસ્થિતવસ્તુનો બોધ થવાથી તેઓનાં અજ્ઞાનાદિોષોનો ાસ જ થશે. ડગલેને પગલે અનેકાંતવાદનો સ્વીકાર જ પદાર્થોનાં યથાશક્તિ બોધમાં ઉપાયભૂત છે. આ વાત સઘળાય પરદર્શનકારોને દર્શાવવાના હેતુથી અહીં ‘ત્વદુકતાનિ’ એમ બહુવચનનો નિર્દેશ છે.
ન
શંકા :– સર્વત્ર સ્યાદ્વાદથીજ યથાર્થ વસ્તુઅવબોધ થાય, એકાન્તવાદથી ન જ થાય, તેમાં કારણ શું છે ?
સમાધાન :– જગતની તમામ વસ્તુઓ અનન્તધર્માત્મક છે. આ ધર્મો પરસ્પર વિરોધી પણ છે. આ અનંતધર્માત્મકવસ્તુનું યથાવ ગ્રહણ સર્વનયાત્મકસ્યાદ્વાદ વિના સંભવી શકે નહિ. દરેક એકાંતવાદ ભિન્ન -ભિન્નનયરૂપ છે અને તેઓ વસ્તુનાં આંશિક ધર્મોને જ ગ્રહણ કરે છે. જયારે તે સઘળાય નયો ભેગા મળે, ત્યારે જ વસ્તુના સર્વઅંશો ગ્રહણ થઇ શકે. અને ‘સઘળાય નયોનો સમુદાય’ જ સ્યાદ્વાદ છે. એક નયને જ લક્ષમાં રાખી વસ્તુને ગ્રહણ કરવામાં તો · અન્ધગજ • ન્યાયથી પલ્લવગ્રાહિતા (બધી બાબતમાં થોડું થોડું જાણનાર, પણ કશામાં નિષ્ણાત ન હોય. તથા પરાભવની બુદ્ધિથી બીજાને પૂછે નહિ તે પલ્લવગ્રાહી) નો
•
કાચ-૧૯
246