________________
સ્યાદ્ગાઠમંજરી
न । संदिग्धानैकान्तिकत्वेनास्यानुमानाभासत्वात् । ज्ञानं हि स्वपरसंवेदनम् । तत्परसंवेदनतामात्रेणैव नीलं गृह्णाति, स्वसंवेदनतामात्रेणैव च नीलबुद्धिम् । तदेवमनयोर्युगपद्ग्रहणात्सहोपलम्भनियमो ऽस्ति अभेदश्च नास्ति । इति सहोपलम्भनियमरूपस्य हेतोर्विपक्षाद् व्यावृत्तेः संदिग्धत्वात् संदिग्धानैकान्तिकत्वम् । असिद्धश्च सहोपलम्भनियमः, 'नोलमेतत्' इति बहिर्मुखतयाऽर्थेऽनुभूयमाने तदानीमेवान्तरस्य नीलानुभवस्याननुभवात् इति कथं प्रत्यक्षस्यानुमानेन છે, માટે તે બન્ને અભિન્ન જ હોવા જોઇએ. આમ અનુમાનથી તે બન્નેનાં અભેદની સિદ્ધિ થાય છે. જ્ઞાન-અર્ધવચ્ચે અભેદસાધક અનુમાન અપ્રમાણ
જૈનમત:- (૧) અહીં અનુમાનમાં સંદિગ્ધઅનૈકાન્તિકોષ છે. તેથી આ અનુમાનાભાસ છે. જે હેતુની વિપક્ષમાંથી વ્યાવૃત્તિ (=વિપક્ષમાં અભાવ)સંદિગ્ધ હોય તે હેતુ સંદિગ્ધઅનૈકાન્તિક કહેવાય છે. (કોઇક વિપક્ષમાં હેતુનું હોવાપણું અનૈકાંતિકોષરૂપ છે. આવી અનૈકાન્તિકતાનાં સંદેહથી યુક્ત હેતુ સંદિગ્ધઅનેકાંતિકહેતુ કહેવાય) જ્ઞાન સ્વ અને પરનાં સંવેદનાત્મક છે. જ્ઞાન પરસંવેદનતાસ્વભાવથી નીલને ગ્રહણ કરે છે. અને સ્વસંવેદનતા સ્વભાવથી નીલબુદ્ધિ (=નીલજ્ઞાન)નું ગ્રહણ કરે છે. આ પ્રમાણે નીલઅર્થ અને નીલજ્ઞાન બન્નેનાં એક સાથે ઉપલભ્ભનો નિયમ છે, છતાં બન્ને વચ્ચે અભેદ નથી. કેમકે નીલઅર્થ અને નીલજ્ઞાન એક નથી. જ્ઞાનનો સ્વપરસંવેદનસ્વભાવ પૂર્વે દર્શાવેલી યુક્તિઓથી સિદ્ધ છે. આમ સોપલમ્ભનિયમરૂપ હેતુની વિપક્ષમાંથી વ્યાવૃત્તિ સંદિગ્ધ છે. અર્થ અને જ્ઞાનરૂપ ભિન્ન વસ્તુઓમાં પણ આ નિયમ ઉપલબ્ધ થાય છે, ભિન્ન વસ્તુઓ અભેદરૂપ સાધ્યના વિપક્ષો છે. (૨) તથા અર્થ અને જ્ઞાન વચ્ચે સોપલમ્ભનિયમ જ અસિદ્ધ છે, કેમકે જયારે આ નીલ છે” એવો બહિર્મુખતાથી અર્થનો પ્રતિભાસ થાય છે, ત્યારે જ અંતર્ગત નીલાનુભવ = નીલબુદ્ધિનો અનુભવ થતો નથી. પરંતુ પ્રથમ “આ નીલ છે.” એવો બોધ થાય. પછી“હું નીલજ્ઞાનવાળો છું” એવો બોધ થાય છે. આ જ્ઞાનને અનુવ્યવસાયજ્ઞાન પણ કહે છે. આ પ્રત્યક્ષસિદ્ધ છે. આમ સોપલબ્ધિનિયમ ન હોવાથી પ્રત્યક્ષસિદ્ધ જ્ઞાન અને અર્થ વચ્ચેનો ભેદ અનુમાનદ્વારા ભ્રાન્ત કેવી રીતે સિદ્ધ કરી શકાય ? (૩) વળી અહીં અન્યોન્યાશ્રયદોષ પણ છે. તે આ પ્રમાણે – જો પ્રત્યક્ષ ભ્રાન્ત હોય, તો અનુમાનનો વિષય અબાધિત રહેતો હોઇ અનુમાન થઇ શકે. અને જો અનુમાન થાય તો પ્રત્યક્ષ ભ્રાન્ત સિદ્ધ થઇ શકે.
(સામાન્યત: પ્રત્યક્ષની સામગ્રી અનુમાનની સામગ્રી કરતાં બળવાન છે, તેથી જ્યાં વસ્તુ પ્રત્યક્ષનો વિષય બને ત્યાં અનુમાનનો ઉપયોગ થતો નથી. અન્યથા ત્યાં સિદ્ધસાધનોષ આવે. એ જ પ્રમાણે અભ્રાન્તપ્રત્યક્ષ વિપરીતઅનુમાનને બાધિત કરે છે, તેથી અનુમાનનાં વિષય તેઓ જ બને, કે જેઓ અંગે પ્રત્યક્ષની સામગ્રી હાજર નથી, અથવા પ્રત્યક્ષની સામગ્રી દ્વેષયુક્ત બ્રેઇ ભ્રાન્ત પ્રત્યક્ષ થતું હોય અથવા નિર્ણયમાં સંદેહ વર્તતો હોય. પ્રત્યક્ષની ભ્રાન્તતા પૂર્વે કરેલાં પ્રમાણિકપ્રત્યક્ષ કે અનુમાન આદિનાં સ્મરણદ્વારા નિર્ણીત થાય છે.) પ્રસ્તુતમાં અનુમાનપ્રમાણ જ્ઞાન અને અર્થ વચ્ચે અભેદરૂપ વિષયને ગ્રહણ કરે, તે પહેલા ભેદગ્રાહકપ્રત્યક્ષને ભ્રાન્ત સિદ્ધ કરવો પડે. અને પ્રત્યક્ષ ભ્રાન્ત તો જ સિદ્ધ થાય, જો અભેદનું ગ્રહણ થાય. આ અભેદનું જ્ઞાન કરવા અનુમાન આવશ્યક છે. આમ અભેદગ્રાહક અનુમાન પ્રત્યક્ષની ભ્રાન્તતાની સિદ્ધિ પર અવલંબે છે. અને પ્રત્યક્ષની ભ્રાન્તતાની સિદ્ધિઅભેદગ્રાહક અનુમાનપર આધાર રાખે છે. આમ પ્રસ્તુતમાં અન્યોન્યાશ્રયદોષ છે. (૪) વળી જો અર્થનો અભાવ જ હોય તો ‘અહીં નીલ છે” ઇત્યાદિરૂપ અર્થનાં નિયત દેશ-સ્થાન-અધિકરણની જે પ્રતીતિ થાય છે તે પણ કેવી રીતે સંભવે ?
શંમા :– તેને વિવક્ષિતદેશમાં તે–તે અર્થોનું આરોપણ કરીને આવી પ્રતીતિ થાય છે. સમાધાન :- ખપુષ્પની જેમ જે અસત્ હોય, તેનો વિવક્ષિતસ્થળે આરોપ કરવાનો કોઇ નિયમ નથી. 39 જ્ઞાન-અર્થવચ્ચે અભેદસાધક અનુમાન અપ્રમાણ
215