________________
સ્યાદ્ગા મંજરી
नापि स्थूलावयविरूपः । एक परमाण्वसिद्धौ कथमनेकतत्सिद्धिः । तदभावे च तत्प्रचयरूपः स्थूलावयवी वाङ्माश्रम् । किञ्च, अयमनेकावयवाधार इष्यते । ते चावयवा यदि विरोधिनः, तर्हि नैकः स्थूलावयवी, विरुद्धधर्माध्यासात् अविरोधिनश्चेत्, प्रतीतिबाधः । एकस्मिन्नेव स्थूलावयविनि चलाचलरक्तारक्तावृतानावृतादिविरूद्धावयवानामुपलब्धेः । अपि च, असौ तेषु वर्तमानः कार्त्स्न्येन एकदेशेन वा वर्तते ? कार्त्स्न्येन वृत्तावेकस्मिन्नेवावयवे परिसमाप्तत्वादनेकावयववृत्तित्वं न स्यात् । प्रत्यवयवं कात्र्त्स्न्येन वृत्तौ चावयविबहुत्वापत्तिः । एकदेशेन वृत्तौ च तस्य
કોણ ? કેમકે અસવસ્તુને સહકારી કારણસામગ્રીની અપેક્ષા માનવામાં ઘણા દોષો છે. તથાસ્વભાવને પણ નિર્ણાયક માની ન શકાય. કેમકે અસને સ્વભાવ ન હોય તથા (૩) આવો સ્વભાવ માનીએ તો પણ તે અસત્પુરમાણ ઉત્તરક્ષણીય (કોઇક નિશ્ચિત) રૂપાદિપરમાણુઓમાં હેતુ છે. ઇત્યાદિ નિયત કાર્યકારણભાવ નહીં મળે, ઇત્યાદિ ધણા દોષો હોઇ અસત્પરમાણુઓને આ પ્રમાણે પણ કારણ માની શકાય નહીં.) તથા (G) સદ્-અસભયાત્મક પરમાણુઓ પણ સ્વકાર્યકારી માની શકાય નહિ. કેમકે “પ્રત્યેક (સત્ કે અસરૂપ પ્રત્યેક) માં જે દોષો હોય, તે ઉભયમાં શા માટે ન આવે ?” (અર્થાત સત્પક્ષમાંઅને અસત્પક્ષમાં જે-જે દોષો આવે તે બધા દોષો ઉભયપક્ષ માનવામાં આવે.) આવા વચનનાં પ્રામાણ્યથી ઉભયપક્ષ તો વિરોધયુક્ત જ છે. આમ પરમાણુઓને પરમાણુઓનાં હેતુ માનવામાટે બતાવેલા ત્રણે વિક્લ્પો અસિદ્ધ થાય છે. તેથી પરમાણુઓને હેતુ માની ન શકાય. આમ પરમાણુઓ કારણતરીકે અસિદ્ધ થતાં ક્ષણિક પરમાણુઓને સહેતુક માનવાના બન્ને (સ્થૂળ વસ્તુ-પરમાણુઓ રૂપ) વિલ્પ અસિદ્ધ થવાથી ક્ષણિક પરમાણુઓ સહેતુક સિદ્ધ થતાં નથી. તેથી તે અંગેના દર્શાવેલાંનિર્હેતુક અને સહેતુક એમ બન્ને વિકલ્પો અસિદ્ધ થાય છે. તેથી ‘અનિત્યપરમાણુઓ ક્ષણિક છે” તે વિકલ્પ અસિદ્ધ થાય છે. અર્થાત્ પરમાણુઓ ક્ષણિક સિદ્ધ થતાં નથી. (Ba)
પરમાણુઓની કાલાન્તરસ્થાયિતા અસિદ્ધ
(B) અનિત્યપરમાણુઓને (b) કાળાન્તરસ્થાયી પણ માની ન શકાય, કેમકે અહીં ક્ષણિકવાદતુલ્ય જ યોગક્ષેમ છે. અર્થાત્ ક્ષણિકવાદમાં આવતા સર્વદૂષણો અહીં પણ યથાવસ્થિત રહે છે. ઉપરાંત કેટલાકકાળ સુધી રહેનારા પરમાણુઓ પોતાની સ્થિતિ યાવત્ (J) અર્થક્રિયાથી પરાંમ્મુખ રહેછે અર્થાત સર્વક્રિયાથી રહિત હોય છે કે (K) પોતાની સ્થિતિ યાવત્ અર્થક્રિયા કરે છે. ? (J) પોતાની સ્થિતિ યાવત્ અર્થક્રિયાથી વિરહિત રહે છે.' એમ માનશો, તો તે પરમાણુઓને ખપુષ્પવત્ અસત્ માનવા પડશે, કેમકે જેઓ અર્થક્રિયાથી રહિત હોય, તેઓ અસત્ હોય છે જેમકે ખપુષ્પ. (K) ‘તેઓ સ્વસ્થિતિકાળ યાવત્ અર્થક્રિયાકારી છે એવો ઉત્તરનો વિકલ્પ પણ અસંગત છે. કેમકે જે કાર્ય થશે તે કેવું થશે ? (૧)અસત્ રૂપ (૨) સતરૂપ કે (૩) સદસત્ ઉભયરૂપ. જો (૧)અસતરૂપકાર્ય માનશો તો ગધેડાના શિંગડા પણ અસતરૂપે સમાન હોવાથી, ગધેડાના શિંગડાના પણ કર્ના માનવાની આપત્તિ હોઇ એ વિક્લ્પ બરાબર નથી. (૨)‘સતરૂપ કાર્ય થાય છે' એમ માનવામાં અનવસ્થા છે. કેમકે જો સત્વસ્તુમાં પણ ઉત્પત્તિક્રિયા થતી હોય, તો તો પછી પણ તેમાં સત્તા હોઇ હંમેશા તેમાં ઉત્પત્તિક્રિયા થયા જ કરશે. આમ પરમાણુઓ જો વિધમાન કાર્ય કરતા હોય, તો હંમેશા કર્યા જ કરશે. કરણક્રિયા કયારેય અટકશે નહીં. આમ અનવસ્થાદોષ છે. (૩) ત્રીજા વિક્લ્પમાં ઉપરોક્ત બંને વિપગતદોષો હોવાથી તે વિક્લ્પ સર્વથા અનાદેય છે. આમ ત્રણે વિલ્પથી કાળાન્તરસ્થાયી પદાર્થમાં સ્વસ્થિતિયાવત્ અર્થક્રિયાકારિતા સિદ્ધ થતી નથી. અને તેની અસિદ્ધિથી પરમાણુઓ કાલાન્તરસ્થાયીતરીકે અસિદ્ધ થાય છે. તેની અસિદ્ધિથી પરમાણુઓની અનિત્યતા અસંગત બને છે. આમ પરમાણુઓ નિત્ય અને અનિત્ય બન્ને રૂપે સિદ્ધ થતા ન હોઇ, પરમાણુરૂપ બાહ્યાર્થ અનુમાનથી પણ સિદ્ધ થતો નથી. આમ બન્ને પ્રમાણથી પરમાણુઓ બાહ્યપદાર્થરૂપે અગ્રાહ્ય છે. તેથી પરમાણુઓ બાહ્યાર્થરૂપે અસિદ્ધ થાય છે.
સ્થૂળાવયવીનો અભાવ
બાહ્યઅર્થને સ્થૂળઅવયવીરૂપ પણ માની શકાય નહીં, કેમકે એક છૂટા પરમાણુની પણ જો પૂર્વોક્ત યુક્તિઓ પરમાણુઓની કાલાન્તરસ્થાયિતા અસિદ્ધ
www
207