________________
ચાલાકથી
;
ગ્રંથવગેરેમાં સ્યાદ્વાદનું નિરૂપણ કે ખંડન કરે છે, ત્યારે ત્યારે પ્રાય: સ્યાદ્વાદને વિકૃતરૂપે જ રજુ કરે છે. તેઓને મન સાદ્વાદ એટલે નિરાશાવાદ “સંદિગ્ધવાદ કે બધા દર્શનોના ભેળસેળથી પ્રગટેલો વાદ. તેઓને
‘પોતાની આ માન્યતા ખોટી છે એમ ખબર પડે, અને સ્યાદ્વાદસિદ્ધાંત યથાર્થવાદ છે, અસદિગ્ધવાદ છે અને તે ( મૌલિક સિદ્ધાંત છે એવું સત્યજ્ઞાન પ્રાપ્ત થાય એ જ આશય કાવ્યકાર અને ટીકાકાર આચાર્યોનો છે. ખ્યાલ
રાખો! પોતાના અહિતમાં પ્રવૃત્ત થયેલા પુત્રને થપ્પડ મારીને પણ અટકાવતી મા કૂર નથી પણ કરુણામયી
વળી, શાસ્ત્રકારશ્રીએ અહીં “એકપંથ અને દો કાજની નીતિ અપનાવી છે. એક બાજુ ભૂલા પડેલાઓને દિશા ચીધવાનું પુણ્ય કમાઈ લેવું છે, તો બીજીબાજુ પોતાને સાચી દિશા બતાવી વાસ્તવિક ભોમીયા-માર્ગદર્શક-આખ બનેલા દયાસિંધુ દેવાધિદેવના યથાર્થવાદિતા ગુણની પ્રશંસા કરી પરમાત્મભકિતમાં લીન બનવું છે. તેથીસ્તો, કાવ્યકારશ્રીએ આ દ્વાર્ગિશિકાને પભુગુણસ્તવનારૂપે રચી છે. વળી, “બીજાઓ ઉન્માર્ગગામી છે–અને મોટા નુકશાનને પામી રહ્યા છે એવો ખ્યાલ આવે, તો જ પોતાને મળેલા સન્માર્ગની કિંમત અને સન્માર્ગદતાની મહત્તા-ઉપકારિતા સમજાય-એ વાત ભક્તામર સ્તોત્રના મને વાંદરાવ વ ડ્રષ્ટા' ઈત્યાદિ શ્લોકના ભાવાર્થને પામેલા સરળતાથી સમજી શકે. તેથી પૂર્વે કરેલા પ્રશ્નને કોઈ અવકાશ નથી, અને મિથ્યા માન્યતાઓના નિરાકરણદ્વારા સ્યાદ્વાદને સ્થાપવામાં કશું ખોટું નથી. ટુંકમાં સિદ્ધાન્તજ્ઞસર્જનોની સચોટ સલાહ છે કે, “એકાદષ્ટિકોણરૂપ અપથ્યના સેવનથી સમુદ્ભવેલા ચિત્તસંક્લેશવ્યાધિને ટાળવા અને ચિત્તપ્રસન્નતા આરોગ્યને પામવા–ટકાવવા સતત સ્યાદ્વાદ ઔષધનું સેવન કરો. મોક્ષપ્રાપ્તિ જ્ઞાન અને ક્રિયાથી છે. તેમાં પણ ક્રિયાની પ્રાપ્તિ-શુદ્ધિ-વૃદ્ધિ સમ્યજ્ઞાનપર આધારિત છે. જ્ઞાન પણ સમ્યજ્ઞાન-તત્વરૂપ બને, તો જ ઉપયોગી છે. તેથી જ તત્વષ્ટાને જ સાચા પ્રાજ્ઞ કહ્યા છે. તત્ત્વનો નિર્ણય સ્યાદ્વાદસિદ્ધાંતથી જ થઈ શકે. અને જૂદા જૂદા નથી થતી વિચારણા-પ્રરૂપણા પણ સ્યાદ્વાદને સિદ્ધ કરવા જ છે. સ્યાદ્વાદની મહત્તા સ્થાપવા માટે કરેલી આટલી ભૂમિકા પર્યાપ્ત છે.
આ ગ્રન્થમાં મુખ્યતયા (૧)વૈશેષિક (૨)નૈયાયિક (૩)વેદાન્તી (૪)મીમાંસક (૫)બૌદ્ધ અને (૬)નાસ્તિક આ ષદર્શનોનું ખંડન છે. ભેગાભેગા આજીવકમત, જીવપરિમિતવાદ વગેરેનું પણ ખંડન કર્યું છે. અહીં દર્શન પદનો અર્થ પણ સમજવા જેવો છે. દર્શન શબ્દ (૧) જોવાના અર્થમાં. દા. ત., દર્શન કરવા ગયો. (ર) | સામાન્ય-નિરાકારબોધના અર્થમાં દા. ત., ચક્ષુદર્શનોપયોગ. (૩)રુચિ-શ્રદ્ધાનાં અર્થમાં દા. ત, સમ્યગ્દર્શન અને (૪) દૃષ્ટિકોણ–સિદ્ધાંત-માન્યતા અર્થમાં, દા. ત. જૈનદર્શન જેને સિદ્ધાંત. પ્રાય: આ ચાર અર્થમાં આ વપરાય છે. પ્રસ્તુતમાં તૈયાયિકદર્શનઆદિ સ્થળે દર્શન પદથી “સિદ્ધાંત" અર્થ અભિપ્રેત છે.
ગ્રન્થકાર પરિચય “અન્યયોગાર્નિશિકા રૂપમૂળગ્રન્થનાકર્તાકલિકાળસર્વજ્ઞ, કુમારપાળ મહારાજા પ્રતિબોધક, જૈનશાસનની જયપતાકા લહેરાવનારા યુગપુરૂષ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા છે. અને “સ્યાદ્વાદમંજરી' ટીકાના કર્તા પરમસૌમનસ્ક તાર્કિકશ્રેષ્ઠશ્રી મલ્લિણસૂરિજી છે. પ્રથમ સંગૃહીતનામધેય પૂજયનું પાવનકારી | ચરિત્ર “અયોગવ્યવચ્છેદની પ્રસ્તાવનામાં પૂ. સ્નેહી મુનિવર મહાબોધિવિજય મહારાજે વર્ણવ્યું છે. તેથી એ બાબતમાં વિશેષથી સર્યું ... દ્વિતીય મહપુરુષ-સૌમ્યભાષી આચાર્યશ્રીમલ્લિણસૂરિજી મહારાજાના કર્મયકારી જીવનકવનનો
પ્રસ્તાવના
+