________________
જિક
*
=::
દિ .ભ: wwE સ્થાઠિમજરી કરી છે
_ अथात्मनः शरीरपरिमाणत्वे मूर्तत्वानुषङ्गात् शरीरेऽनुप्रवेशो न स्याद्, मूर्ते मूर्तस्यानुप्रवेशविरोधात् । ततो निरात्मकमेवाखिलं शरीरं प्राप्नोतीति चेत् ? किमिदं मूर्तत्वं नाम ? असर्वगतद्रव्यपरिमाणत्वं, रूपादिमत्त्वं वा? तत्र नाद्य पक्षो दोषाय, संमतत्वात्। द्वितीयस्त्वयुक्तः, व्याप्त्यभावात्। नहि यदसर्वगतं तद् नियमेन रूपादिमदित्यविनाभावोऽस्ति। मनसोऽसर्वगतत्वेऽपि भवन्मते तदसम्भवात। आकाशकालदिगात्मनां सर्वगतत्वं परममहत्त्वं सर्वसंयोगिरामानदेशत्वं चेत्युक्तत्वाद् मनसो वैधात्, सर्वगतत्वेन प्रतिषेधनात् । अतो नात्मनः शरीरेऽनुप्रवेशानुपपत्तिः, येन निरात्मकं तत् स्यात्। असर्वगतद्रव्यपरिमाणलक्षणमूर्तत्वस्य मनोवत् प्रवेशाप्रतिबन्धकत्वात् । रूपादिमत्त्वलक्षणमूर्तत्वोपेतस्यापि जलादेर्वालुकादावनुप्रवेशो न निषिध्यते आत्मनस्तु तद्रहितस्यापि तत्रासौ प्रतिषिध्यत इति महच्चित्रम्॥ વાળાપણું એવો અર્થ કરો છો. તેથી તો જે અસર્વગત હેય તે રૂપાદિમાન હેય જ એવી વ્યાપ્તિ આવશે. પરંતુ આ અવિનાભાવ=વ્યાપ્તિ આપના મતે જ મનને ઉદ્દેશીને વ્યભિચારી છે. કારણ કે તમારા મતે મન અવિભુ હેવા છતાં રૂપી નથી. આકાશ-કાળ-દિશા અને આત્મામાં (૧) સર્વગતત્વ સર્વ મર્તદ્રવ્યને સંયોગીપણું (ર પરમમહત્વ ઓછાવત્તા પરિમાણ વિનાનાં ઉત્કૃષ્ટ પરિમાણવાળાપણું અને (૩)સર્વસંયોગિ સમાનદેશત્વ સર્વ શું સંયોગીપદાર્થો માટે એકઆધારપણું. (અહીં આકાશ બધા સંયોગીઓનો આધાર નથી કેમ કે ત્યાં ઈહ પ્રત્યય થતો નથી. જેમકે આકાશમાં ઘવે એવી પ્રતીતિ થતી નથી. પરંતુ આકાશમાં ઘડાનો સંયોગ' ઇત્યાદિ પ્રતીતિથી આકાશ બધા સંયોગીઓનાં સંયોગોનો આધાર છે તેમ સિદ્ધ છે. માટે ઉપચારથી સર્વ સંયોગીઓનો આધાર પણ કહેવાય છે.) આ ત્રણથી સાધર્મ છે. આકાશાદિથી ભિન્ન મનવગેરેમાં આ ત્રણથી વૈધર્મ છે. એટલે કે મનવગેરે આ ત્રણ ધર્મથી યુક્ત નથી. તેથી 1મન “અસર્વગતવ્યપરિમાણ ધર્મવાળું (અવિભ)સિદ્ધ થાય છે. મનની જેમ આત્મા પણ અવિભપરિમાણ છે વાળો લેવાથી આત્માને મૂર્ત માનવામાં વાંધો નથી. આવા મૂર્તનો મૂર્તમાં પ્રવેશ માનવામાં વિરોધની ગંધ પણ નથી. કેમ કે મનનો શરીરમાં પ્રવેશ તમને ઈષ્ટ જ છે. તેથી આત્માનો પણ શરીરમાં અનપ્રવેશ થઈ શકશે. શું રૂપાદિમત્વરૂ૫ મૂર્તવલક્ષણવાળા પાણીનો રેતીવગેરેમાં પ્રવેશનો નિષેધ નીં કરનારા તમે રૂપાદિથી રહિત એવા આત્માનો શરીરમાં પ્રવેશ માનવામાં વિરોધ દર્શાવો એ અતિ આશ્ચર્યકારી બીના છે.
પરિમાણત્યાગમાં સ્વાદ પૂર્વપક્ષ:- જો આત્મા કાયપરિમાણવાળો માનીએ તો તે પહેલાં બાળશરીર પરિમાણવાળો ઈ તે પછી યુવાન શરીરનાં પરિમાણવાળો શી રીતે થશે? શું બાળ શરીરપરિમાણનો ત્યાગ કરીને કે તે પરિમાણનો ત્યાગ કર્યા વિના? પરિત્યાગ કરીને યુવાશરીરપરિમાણ ગ્રહણ કરે છે. એ વિલ્પ સ્વીકારશો, તો શરીરની જેમ આત્મા પણ અનિત્ય બનશે. અને પરલોક વગેરેનો અભાવ આવશે. બાળશરીરપરિમાણનો ત્યાગ કર્યા વિના યુવાશરીર પરિમાણ ગ્રહણ કરશે એ વિકલ્પ તો અગ્રાહ્ય જ છે. કેમ કે કોઇપણ વસ્તુ પૂર્વપરિમાણનો ત્યાગ કર્યા વિના ઉત્તરપરિમાણને ગ્રહણ કરી શકે નહીં. આમ ઉભયથા આપત્તિ હોવાથી આત્મા કાયપરિમાણવાળો માની ! શકાય નહીં.
ઉત્તરપલ :- આ અસંગત છે. આત્મા જયારે યુવાશરીરપરિમાણવાળો થાય છે, ત્યારે બાળશરીર હું પરિમાણનો ત્યાગ કરે છે. પણ તેટલા માત્રથી આત્માનો સર્વનાશ થઈ જતો નથી. સાપ ફણાવાળી અવસ્થા શું છોડીને ફણા વિનાની અવસ્થા સ્વીકારે છે. છતાં સાપરૂપે તો અવસ્થિત જ છે. તેમ અહીં પણ સમજવું છે ભિન્ન-ભિન્ન પરિમાણ તો આત્માના પર્યાયો જ છે. એ પર્યાયોના નાશથી આત્મદ્રવ્ય નષ્ટ થતું નથી. પરંતુ આ નિત્ય જ રહે છે. તેથી પરલોકનો અભાવ પણ આવશે નહીં.
१. सर्वमूर्तसंयोगित्वम् ॥ २. इयत्तारहितत्वम् ॥ ३. सर्वेषां मूर्तद्रव्याणां आकाशं समानो देश एक आधार इत्यर्थः । एवं दिगादिष्वपि । से व्याख्येयं । सर्वसंयोगिसंयोगाधारत्वेन सर्वसंयोगिनामाधार इत्युपचारः ॥
- કાવ્ય-૯