________________
- ચાઠમંજરી
अथास्तु यथाकथञ्चिच्छरीरोत्पत्तिः, तथापि सावयवं शरीरं प्रत्यवयवमनुप्रविशन्नात्मा सावयवः स्यात् । तथा चास्य पटादिवत् कार्यत्वप्रसङ्गः । कार्यत्वे चासौ विजातीयैः सजातीयैर्वा कारणैरारभ्येत । न तावद्विजातीयैः तेषामनारम्भकत्वात्। न हि तन्तवो घटमारभन्ते । न च सजातीयैः, यत आत्मत्वाभिसम्बन्धादेव तेषां कारणानां सजातीयत्वम्। पार्थिवादिपरमाणूनां विजातीयत्वात्। तथा चात्मभिरात्मा आरभ्यत इत्यायातम्। तच्चायुक्तम्। एकत्र शरीरेऽनेकात्मनामात्मारम्भकाणामसम्भवात्। सम्भवे वा प्रतिसन्धानानुपपतिः । न हि अन्येन दृष्टमन्यः प्रतिसन्धातुमर्हति, अतिप्रसङ्गात्। तदारभ्यत्वे चास्य घटवदवयवक्रियातो विभागात् संयोगविनाशाद् विनाशः स्यात् । तस्माद् व्यापक एवात्मा युज्यते । कायप्रमाणतायामुक्तदोषसद्भावादिति चेत्? न। सावयवत्वकार्यत्वयोः कथञ्चिदात्मन्यभ्युपगमात् । तत्र सावयवत्वं तावद् असंख्येयप्रदेशात्मकत्वात् । तथा च द्रव्यालङ्कारकारौ → “आकाशोऽपि सदेशः, सकृत्सर्वमूर्ताभिसम्बन्धार्हत्वात्” इति । यद्यप्यवयवप्रदेशयोर्गन्धहस्त्यादिषु भेदोऽस्ति तथापि नात्र सूक्ष्मेक्षिका चिन्त्या । प्रदेशेष्ववयवव्यवहारात्। कार्यत्वं तु.
વક્ષ્યામ ॥
સ્મૃતિ અનુપપન્ન બને. કેમ કે એક આત્માએ જોયેલી-અનુભવેલી વસ્તુનું સ્મરણ બીજા આત્માને થઇ ન શકે. તેથી કારણઆત્માઓએ અનુભવેલી વસ્તુઓનું સ્મરણ કાર્ય આત્માને થઇ ન શકે. કેમકે કાર્યઆત્મા કારણઆત્માઓથી અત્યંત ભિન્ન છે. ઉપરાંત જો આમ આત્મા કાર્યરૂપ થશે, તો જેમ અવયવ ક્રિયાથી-અવયવ છૂટા પડવાની ક્રિયાથી અવયવોનો વિભાગ થાય છે. અને તેથી અવયવસંયોગ નષ્ટ થવાથી ઘડો નષ્ટ થાય છે. તે જ રીતે આત્માનાં નાશની આપત્તિ પણ આવશે. અને તેમાં ઘણા દોષો ઊભા થશે. માટે આત્માને કાર્ય માની ન શકાય, તેથી સાવયવ પણ કલ્પી ન શકાય અને તેથી આત્મા વ્યાપક છે. તે કલ્પનાં જ નિર્વિવાદ સંગત છે. આત્માનાં સાવયવત્વ અને કાર્યત્વની સિદ્ધિ
ઉત્તરપક્ષ :- આત્મા કથંચિત્ સાવયવ છે. અને કથંચિત્ કાર્ય છે એમ અમે માનીએ જ છીએ. આત્મા અસંખ્યપ્રદેશાત્મક હોવાથી સાવયવ છે. “દ્રવ્યાલંકાર" ગ્રંથના કર્તાઓએ કહ્યું જ છે-કે “આકાશ પણ દેશપાળો છે. કેમ કે એકી સાથે બધા જ મૂńપદાર્થોસાથે સંબંધ ધરાવે છે." આકાશ જૂદા-જૂદા સ્થાનમાં રહેલાં જૂદા-જુદા પદાર્થો સાથે જૂદા-જૂદા ભાગોથી જોડાય છે. તેથી આકાશ દેશવાળો સિદ્ધ થાય છે. અવયવ અને પ્રદેશ વચ્ચે અલબત્ત ભેદ છે. અને તે ગન્ધહસ્તિ વગેરેનાં ગ્રંથોમાં બતાવ્યો પણ છે. છતાં અહીં સૂક્ષ્મરૂપે વિચાર નથી. સ્થૂલષ્ટિએ તો પ્રદેશમાં પણ અવયવનો વ્યવહાર થાય છે. આત્મા પણ અસંખ્યપ્રદેશવાળો છે માટે તેને પણ સાવયવ માનવામાં વાંધો નથી. આત્મા કથંચિત્ કાર્યરૂપ છે તે આગળ બતાવશે.
કાર્યનાં અવયવપૂર્વકત્વની અસિદ્ધિ
પૂર્વપક્ષ :- આત્માને કાર્ય માનશો તો ઘડાવગેરેની જેમ તેની ઉત્પત્તિ પણ પૂર્વમાં હાજર એવા સમાનજાતીય અવયવોથી માનવી પડશે. કેમ કે અવયવો અવયવીને ઉત્પન્ન કરે છે. જેમ કે તન્તુઓ પટને ઉત્પન્ન કરે છે. આત્માને સજાતીય એવા કયાં અવયવો આત્માની ઉત્પત્તિ પહેલાં વિદ્યમાન હતા?
ઉત્તરપક્ષ :- ‘કાર્ય પોતાને સજાતીય એવા તથા કાર્યકાળની પૂર્વકાળે હાજર એવા અવયવોથી જ નિર્માત થાય છેઃ એવો નિયમ નથી. ઘટના સજાતીય એવા કપાલોનો સંયોગ પહેલા ઉપસ્થિત થઇને ઘટ કાર્ય બનાવે છે” એ ઇષ્ટ નથી. કુંભારવગેરેનાં વ્યાપારથી યુક્ત માટીના પિંડમાંથી પ્રથમથી જ વિશાળ, બુધ્ધોદરાદિ આકારની ઉત્પત્તિ દેખાય છે. તેથી આત્માને ઉત્પન્ન કરવા આત્માઅવયવો વગેરે માનવા સંગત નથી. કારણ કે દ્રવ્ય પોતાનાં પૂર્વઆકારનો ત્યાગ કરીને ઉત્તર આકારરૂપે પરિણામ પામે એ જ તેનું કાર્ય છે. માટી પિંડઆકારનો
કાવ્ય-હ
106