________________
મ્યામંજરી
अथोत्तरार्द्ध व्याख्यायते । तथापीत्यादि । तथापि - एवं निःसपत्त्रं व्यवस्थितेऽपि तत्त्वे । अतत्त्ववादोपहताः । अनाचार इत्यत्रेव नञः कुत्सार्थत्वात् कुत्सिततत्त्ववादेन तदभिमताप्ताभासपुरुषविशेषप्रणीतेन तत्त्वाभासप्ररूपणेनोपहताः =વ્યામોહિતાઃ । વેહાર્ વહિશરીરવ્યતિઽિપિ લેશે, માત્મતત્ત્વય્-આત્મરૂપમ્, પતિ-શાસ્ત્ર પતયા પ્રયન્તે । ત્યક્ષરાર્થ: ॥
भावार्थस्त्वयम् । आत्मा सर्वगतो न भवति, सर्वत्र तद्गुणानुपलब्धेः । यो यः सर्वत्रानुपलभ्यमानगुणः स स सर्वगतो न भवति, यथा घटः । तथाचायम् । तस्मात् तथा । व्यतिरेके व्योमादि । न चायमसिद्धो हेतुः, कायव्यतिरिक्तदेशे तद्गुणानां बुद्ध्यादीनां वादिना प्रतिवादिना वानभ्युपगमात्। तथा च भट्टः श्री धरः - "सर्वगतत्वेऽप्यात्मनो देहप्रदेशे ज्ञातृत्वम्, नान्यत्र, शरीरस्योपभोगायतनत्वात् । अन्यथा तस्य वैयर्थ्यादिति" ॥
દૂરદેશમાં પણ ઉત્પન્ન થાય છે, એમાં એ વ્યક્તિનું અદૃષ્ટ જ કારણ છે. એ વ્યક્તિનું તેવા પ્રકારનું અદૃષ્ટ ન હોય, તો તે વસ્તુઓ ઉત્પન્ન થઇ ન શકે. કારણના દેશમાંકાર્ય ઉત્પન્ન થાય એવો નિયમ છે. તેથી સુવર્ણાદિ કાર્યસ્થળે અદૃષ્ટરૂપ કારણ છે તે સિદ્ધ થાય છે. તેથી વ્યક્તિનું અદૃષ્ટ વ્યક્તિ જ્યાં હોય ત્યાં જ રહીને તે વ્યક્તિનાં ઉપભોગ્ય સુવર્ણાદિને અન્યત્ર ઉત્પન્ન કરશે.' એવી શંકા દૂરાપાસ્ત થાય છે. આમ અદૃષ્ટગુણ સર્વગત સિદ્ધ થાય છે. અને ગુણ ગુણી વિના ન રહે તે તમને ઇષ્ટ જ છે. તેથી આત્મા પણ સર્વગત સિદ્ધ થાય છે.
ઉત્તરપક્ષ :- આ બધું અસંગત છે. કારણ કે અદૃષ્ટને સર્વગત સિદ્ધ કરવામાં કોઇ પ્રમાણ નથી. પૂર્વપક્ષ :– પ્રમાણ હાજર છે. અગ્નિની જ્વાળા ઊંચી જાય છે. અને વાયુ તિરછી ગતિ કરે છે. વગેરેમાં અદૃષ્ટ જ કારણ છે.
ઉત્તરપક્ષ:- અગ્નિમાં દહનશક્તિ જેમ તેનાં સ્વભાવથી જ છે. તેમ અગ્નિ અને વાયુની ઊર્ધ્વ અનેતિરછી ગતિ અગ્નિ અને વાયુના તેવા સ્વભાવથી છે તેમ જ સિદ્ધ થાય છે. એ માટે અદૃષ્ટની કલ્પના અસંગત છે.
પૂર્વપક્ષ :- અગ્નિની આ દહનશક્તિ પણ અદૃષ્ટજન્ય જ છે. સ્વભાવરૂપ નથી.
ઉત્તરપક્ષ :- આનો અર્થ એ થયો, કે જગત્ની વસ્તુઓમાં જે વિચિત્રતા દેખાય છે. તે બધામાં અદૃષ્ટ જ કારણ છે. અને તો જગતની વિચિત્રતાનો કર્તા તે જો, બકરીની ડોકનાં આંચળ જેવા ઇશ્ર્વરની કલ્પનાથી સર્યું. અને જો તમારી ઇશ્વરની કલ્પનાને આંચ આવતી હોવાથી અદૃષ્ટને આ વિચિત્રતાઓમાં હેતુ ન માનશો, તો સર્વત્ર વિચિત્ર કાર્યોનો હેતુ ન હોવાથી અદૃષ્ટ સર્વવ્યાપક સિદ્ધ થતો નથી. તેથી આત્માનાં ગુણો સર્વગત નથી' તે અસિદ્ધ નથી. ઉપરોક્ત હેતુ અનૈકાંતિક પણ નથી. કેમ કે સાધ્ય અને સાધનની વ્યાપ્તિનાં ગ્રહણમાં વ્યભિચાર નથી. (અર્થાત્ પ્રત્યક્ષાદિથી સર્વત્ર સાધ્ય-સાધનનો આ પ્રકારનો સંબંધ જ ગૃહીત થયો છે. સાધ્ય અસર્વગતત્વ’ છે. સાધન ‘સર્વત્રાનુપલભ્યમાનગુણવત્ત્વ' છે. અને જ્યાં સર્વત્રઅનુપલભ્યમાનગુણવત્ત્વરૂપ સાધન હોય ત્યાં ‘અસર્વગતત્વ’ રૂપ સાધ્ય દેખાય જ છે. આમ વ્યાપ્તિ નિર્દોષ છે. આ નિર્દોષવ્યાપ્તિનું ગ્રહણ અનુમાનમાં વ્યભિચારદોષની શંકાને પણ રહેવા દેતું નથી). વળી અમારા અનુમાનનો હેતુ વિરુદોષયુક્ત પણ નથી, કેમ કે વિપક્ષ-સર્વગત આકાશમાંથી હેતુ અત્યંત વ્યાવૃત્ત છે. અર્થાત્ આકાશાદિના ગુણો સર્વત્ર ઉપલબ્ધ થાય છે. આમ આકાશ સર્વોપલબ્ધગુણવાન હોવાથી તેનામાં સર્વત્રાનુપલભ્યમાનગુણવત્ત્વ સંભવે નહીં. આત્માના બુદ્ધિવગેરે ગુણો શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. તેથી ગુણી એવો આત્મા પણ ત્યાં જ હોવો જોઇએ. તેથી આત્મા શરીરપ્રમાણ છે તેમ જ સિદ્ધ થાય છે.
૧. ન્યાયવાન્ ।
કાવ્ય-હ
102