________________
સ્યા ઠમંજરી
किञ्च तैर्वादिभिर्यो : यादित्रये मुख्यः सत्तासम्बन्धः कक्षीकृतः, सोऽपि विचार्यमाणो विशीर्येत । तथाहि । यदि द्रव्यादिभ्यो ऽत्यन्तविलक्षणा सत्ता, तदा द्रव्यादीन्यसद्रूपाणि स्युः । सत्तायोगात् सत्त्वमस्त्येवेति चेत् ? असतां सत्तायोगेऽपि कुतः सत्त्वम् ? सतां तु निष्फलः सत्तायोगः । स्वरूपसत्त्वं भावानामस्त्येवेति चेत् ? तर्हि किं शिखण्डिना सत्तायोगेन ? सत्तायोगात् प्राग् भावो न सन् नाप्यसन्, सत्तायोगात्तु सन्निति चेत् ? वाङ्मात्रमेतत् । सदसद्विलक्षणस्य प्रकारान्तरस्यासम्भवात् । तस्मात् सतामपि स्यात्क्वचिदेव सत्तेति तेषां वचनं विदुषां परिषदि कथमिव नोपहासाय નાયતે?
4
નિષ્ફળ છે. અર્થાત્ જે સ્વત: સત્ છે તેમાં સત્ બુદ્ધિ કરાવવા ભિન્ન સત્તાની કલ્પના પ્રયોજન વિનાની છે. તેથી જો પદાર્થો ‘સ્વરૂપસત્' જ હોય, તો તે સ્વરૂપ જ સબુદ્ધિમાં હેતુ હોવાથી શિખંડી=નપુંસકતુલ્ય સત્તાથી સર્યું !
પૂર્વપક્ષ :- સત્તાનો યોગ થયો, તે પહેલા વસ્તુ સત્ પણ ન હતી, અને અસત્ પણ ન હતી. સત્તાનો યોગ થવાથી વસ્તુ સત્ બને છે. માટે સત્તાની કલ્પના અમોધ છે.
ઉત્તરપક્ષ :– આ બધી વાતો વચનમાત્ર છે. તત્ત્વથી રહિત છે. કારણ કે વસ્તુનો સત્ કે અસત્ ને છોડી અન્ય કોઇ પ્રકાર સંભવતો નથી. ખપુષ્પ વગેરે અસત્ છે. ધટાદિ બધા સત્ છે. તેથી સત્ અને અસત્ ઉભયાભાવની કલ્પના કોના વિષે કરશો ? તેથી “સત્ પદાર્થોમાં પણ દ્રવ્યાદિ કેટલાકમાં જ સત્તા છે અને સામાન્યાદિ કેટલાકમાં નથી” ઇત્યાદિ વૈશેષિકોના વચનો વિદ્વાનોની પર્ષદામાં ઉપસ માટે જ થાય છે.
જ્ઞાનની આત્માથી એકાંત ભિન્નતાનો નિરાસ
જ્ઞાન પણ જો આત્માથી એકાંતે ભિન્ન હોય, તો આત્મા જ્ઞાન દ્વારા વિષયનો અવબોધ કરી શકે નહીં. જેમ મૈત્રનું જ્ઞાન ચૈત્રથી અત્યંત ભિન્ન હોવાથી ચૈત્રને વસ્તુનો અવબોધ કરાવતું નથી. તેમ આત્માથી ભિન્ન જ્ઞાન આત્મામાં વિષયનો પ્રકાશ કરવામાં નિષ્ફળ છે. (અને જો ભિન્ન ોવા છતાં તે જ્ઞાન વિષયઅવબોધ કરાવવાનું સામર્થ્ય ધરાવતું હોય, તો એક જીવનું જ્ઞાન સર્વજીવોને વિષયનો અવબોધ કરાવશે. કેમ કે બધા જ જીવો જ્ઞાનથી તુલ્ય રીતે ભિન્ન છે.)
પૂર્વપક્ષ :– જ્ઞાન આત્માથી ભિન્ન હોવા છતાં જે આત્મામાં સમવાયસમ્બન્ધથી સમવેત હોય, તે જ આત્માને વસ્તુનો પરિચ્છેદ કરાવશે. તેથી એકના જ્ઞાનથી સર્વને બોધ થવાની આપત્તિ આવતી નથી.
ઉત્તરપક્ષ :- આ વાત યુક્તિસંગત નથી. તમારે મતે સમવાય એક, નિત્ય અને વ્યાપક છે. તેથી તેની વૃત્તિ સર્વત્ર તુલ્યરૂપે રહેશે. અને સમવાયની જેમ આત્મા પણ વ્યાપક છે. તેથી એક જ જ્ઞાનદ્વારા સર્વને વિષયનો અવભાસ થઇ જ જશે. (તાત્પર્ય :- જે સ્થળે એક આત્મામાં જ્ઞાન સમવાયસંબંધથી રહે તે સ્થળે સર્વ આત્માઓ પણ રહેલા જ છે. કેમ કે આત્મા વ્યાપક છે. વળી સમવાય પોતે એક, શાશ્ર્વત અને વ્યાપક છે. તેથી સર્વઆત્માઓમાં જ્ઞાન સમવાય સંબંધથી તુલ્યરૂપે રહેશે. તેથી એક જ જ્ઞાનદ્વારા સર્વાત્માઓને અવબોધ થશે.) વળી જેમ ઘડામાં સમવાય સંબંધથી રહેલા રૂપાદિગુણો નાશ પામતા ઘડાનો પણ નાશ થાય છે. તેમ જો જ્ઞાન આત્મામાં સમવાય સંબંધથી સમવેત હોય, તો ક્ષણિકજ્ઞાનગુણની સાથે સાથે આત્માનો પણ ક્ષણેક્ષણેવિનાશ માનવો પડશે. અર્થાત્ સમવાયસંબંધથી જ્ઞાનને આત્મામાં સમવેત માનવામાં તો આત્મા પોતે પણ ક્ષણિક સિદ્ધ થશે. વળી માની લો કે જ્ઞાન અને આત્મા વચ્ચે સમવાયસંબંધ હોય, તો પણ સમવાયસંબંધ એ બન્નેસાથે કયા સંબંધથી જોડાય છે ? અર્થાત્ સમવાયસંબંધની વૃત્તિ જ્ઞાન અને આત્મામાં કયા સંબંધથી આવશે ? જો સમવાયની વૃત્તિ બીજા સમવાયથી માનશો, તો અનવસ્થાદોષ છે. કેમ કે બીજા સમવાયની સમવાયમાં વૃત્તિ માનવા વળી ત્રીજા સમવાયની જ્ઞાનની આત્માથી એકાંત ભિન્નતાનો નિરાસ
85