________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. જવાબ :- ના, નમોનમસ્તે સતતં નમોનમઃ | વગેરે પ્રયોગોમાં નમ: વગેરે શબ્દોનો અનેકવાર પ્રયોગ થવામાં “નમસ્કારરૂપ સ્વાર્થનું દઢીકરણ જ દેખાય છે. (પણ વિરુદ્ધાર્થની (મૂળ = વિધેયરૂપ અર્થની) પ્રતીતિ થતી નથી. તેથી અનેકવાર નિમ્ શબ્દનો પ્રયોગ પણ સ્વાર્થનું દઢીકરણ કરવા માટે જ થવાનો પ્રસંગ હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય સાર્થક છે. અહિ તો એમ જે કહ્યું છે, તે સમ - સંખ્યામાં ઉપલક્ષણ છે. તેથી ૪, ૬, વગેરે નગર્થ - જે નિષેધ, તે પણ વિધિ અર્થને જ જણાવે છે. અને ૧, ૩, વગેરે વિષમ સંખ્યાવાળા નમ્ અર્થ (નિષેધ) - એ નિષેધને જણાવનારા છે, એમ સમજવું. A.
અનિત્યતા :- આ ન્યાય અનિત્ય હોવાથી “સંભ્રમ' વગેરે અર્થ જણાતો હોય ત્યારે નર્ નો અનેકવાર પ્રયોગ હોવામાં પણ નિષેધાર્થ જ થાય છે. જેમકે, કોઈ ભોજન કરનાર માણસને પીરસનાર કોઈ વ્યક્તિ એ કહ્યું કે “અમુક ખાદ્યપદાર્થ તમને પીરસું છું, ત્યારે તે ખાદ્યવસ્તુને નહિ ઈચ્છતો તે જમનાર માણસ એકાએક ઉત્તર આપે છે - ૧ | ના ના, મને નથી જોઈતું. જ. અહિ બે નગ્ન નો પ્રયોગ પણ નિષેધ અર્થને જ જણાવે છે. અર્થાત્ બે નગ્ન અર્થ અહિ સ્વાર્થ = નિષેધનું જ દઢીકરણ કરે છે, પણ વિધિ અર્થને જણાવતો નથી. માટે બે નમ્ર વિધિ અર્થને જ જણાવે એવો નિયમ - એકાંત ન હોવાથી આ ન્યાય નિત્ય નથી. (૨/૬૦).
પિરામર્શ ) A. જો કે અહિ પૂર્વોક્ત રીતે, બે નન્ અર્થ (નિષેધ) એ વિધિ અર્થને જણાવે છે, એવું જણાવવા માટે આ ન્યાય છે – એમ કહેલું છે, તો પણ આ વસ્તુ શબ્દશક્તિના સ્વભાવથી જ સિદ્ધ છે. એટલેકે નગ્ન શબ્દ સ્વભાવથી જ પૂર્વાદિષ્ટ વસ્તુનો નિષેધ વાચક હોવાથી પ્રથમ નગર્થ જે નિષેધ, તેનો નિષેધ કરવા દ્વારા બીજો નગર્થ - નિષેધ એ વિધિ અર્થને જણાવશે, અને પ્રકરણવશાત જણાતાં “સંભ્રમ' અર્થમાં નમ્ શબ્દનો પ્રયોગ કરાયો હોય ત્યારે તેનો ૨, ૪ વાર પ્રયોગ કરવા છતાં ય નિષેધ અર્થનું જ દઢીકરણ કરાય છે. આમાં શબ્દની શક્તિનો સ્વભાવ જ હેતુ છે. આમ આ ન્યાય એ શબ્દશક્તિના સ્વભાવનો પરિચય કરાવનારો અર્થાત્ અનુવાદ કરનારો માનવો જોઈએ. આથી આ ઉક્તિ વિશેષ જ છે. આ પ્રમાણે બીજા પણ કેટલાંક ન્યાય શબ્દશક્તિના સ્વભાવને જ જણાવનારા હોય છે, એવો કેટલાંક વિદ્વાનોનો અભિપ્રાય છે. (૨૬૦).
११८. चकारो यस्मात्परस्तत्सजातीयमेव समुच्चिनोति ॥२/६१ ॥
ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ:- વ્યાકરણ સૂત્રમાં અવ્યય જે શબ્દની પરમાં હોય, તે શબ્દના સજાતીય જ બીજા શબ્દનો સમુચ્ચય = સંગ્રહ કરે છે.
પ્રયોજન -૨ અવ્યયનો સામાન્યથી સમુચ્ચય માત્ર અર્થ હોવાથી વિજાતીય શબ્દનો પણ
૪૮૨.