________________
૨/૩૦. પરામર્શ ત્ર વગેરે પ્રત્યયની ઉત્પત્તિના હેતુભૂત એવો સંબંધ ગૌણ બની ગયો છે. આથી પ્રકૃતિ સાથે અભિન્ન એવા શબ્દના અભિધેયનું પ્રવૃત્તિનિમિત્ત - અર્થાત્ ા વગેરેની જાતિ - જ ત્વ, તસ્ વગેરે ભાવ - પ્રત્યય વડે જણાય છે, પણ વગેરેનો “સંબંધ” જણાતો નથી.
(૩) અવ્યભિચરિત - સંબંધવાળા શબ્દો પ્રાયઃ કૃદન્તો જ હોય છે. અહીં પણ સંબંધમાં – ભાવ - પ્રત્યય થતો નથી. જેમકે, તો ભવઃ, સર્વમ્ , સત્તા, વિદામનત્વમ્ , વિદ્યમાનતા | અહીં સત્ વસ્તુની જાતિમાં જ સ્ત્ર વગેરે ભાવ - પ્રત્યય થાય છે. કેમકે કોઈ પણ વસ્તુ ક્યારેય પણ સત્તાના સંબંધના વ્યભિચારવાળી હોતી નથી. અર્થાત્ દરેક સદ્ - વસ્તુ હંમેશા “સત્તાના સંબંધવાળી જ હોય છે, સત્તાના સંબંધ રહિત ક્યારેય બનતી નથી. આથી અહીં સત્તાના સંબંધની અપેક્ષા ન હોવાથી “સંબંધ” અર્થમાં ત્વ વગેરે ભાવ - પ્રત્યય થતો નથી, પણ સની “જાતિ' અર્થમાં જ ભાવ - પ્રત્યય થાય છે.
હા, પાવર | વગેરેમાં પાક – ક્રિયા અને કારક (ક) વચ્ચેનો સંબંધ કદાચિક છે અર્થાત્ કોઈ કોઈ કાળે જ સંભવે છે, નિત્ય સંબંધ નથી. આથી તેવા સંબંધની અપેક્ષાવાળા પાક વગેરે શબ્દો સ્વાર્થનું (ત્વ - તત્વ - આદિથી અભિધેય | વાચ્ય એવા સંબંધરૂપ ભાવનું) અભિધાન કરે છે. આથી ‘પવ' વગેરે શબ્દથી “સંબંધ” રૂપ ભાવમાં ત્વ, તત્ પ્રત્યય થવો ઘટે છે. આમ સત્ = વિદ્યમાન પદાર્થોને વિષે નિત્ય (સમવાય - સંબંધથી) રહેલી શબ્દની પ્રવૃત્તિના હેતુભૂત - “સત્તા' રૂપ જાતિ જ ભાવ પ્રત્યય વડે વાચ્ય છે, પણ સત્ અને સત્તા વચ્ચેનો સંબંધ એ કાંઈ ભાવ – પ્રત્યય વડે વાચ્ય | અભિધેય નથી. આ પ્રમાણે સમાસ – કૃત્ - તદ્ધિત"- પ્રત્યયાત શબ્દથી સમાન્યથી “સંબંધ” અર્થમાં ભાવ – પ્રત્યય કહેવા છતાં તેનો અપવાદ હોવાથી પૂર્વોક્ત ત્રણ ઠેકાણે “સંબંધ'માં ભાવ – પ્રત્યય થતો નથી, પણ “જાતિમાં જ ભાવ પ્રત્યય થાય છે.
આમ દરેક શબ્દમાં ત્વ, તત્ વગેરે ભાવ – પ્રત્યય વડે યથાયોગ્ય જાતિ, ગુણ, સંબંધ, સ્વરૂપ વગેરે અર્થ અભિહિત થાય છે. નાનુઃ પ્રથમ(૨-૨-૩૧) સૂત્રની ત. પ્ર. બ્રહવૃત્તિમાં કંઈક વિશેષરૂપે પૂર્વોક્ત હકીકતને જણાવતાં કહેલું છે કે, નામના સ્વાર્થ, દ્રવ્ય, લિંગ, સંખ્યા, શક્તિ એમ પાંચ પ્રકારના અર્થ છે. તેમાં સ્વાર્થ રૂપ નામાર્થની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, “શબ્દના અર્થને વિષે પ્રવૃત્તિનું જે નિમિત્ત હોય પછી તે (૧) સ્વરૂપ (૨) જાતિ (૩) ગુણ (૪) ક્રિયા (૫) દ્રવ્ય (૬) સંબંધ ઈત્યાદિ અનેકરૂપે હોય - જે વ - તત્ આદિ પ્રત્યય વડે અભિધેય | વાચ્ય હોય તે સ્વાર્થ કહેવાય. અને તે સ્વાર્થ જુદાં જુદાં અન્ય શાસ્ત્રોમાં ભાવ, વિશેષણ” અથવા “ગુણ' શબ્દ વડે કહેવાય છે. આના ક્રમશઃ ઉદાહરણ શ. મ. બૃહન્યાસમાં આ પ્રમાણે સ્પષ્ટ કરેલાં છે.
(૧) જે શબ્દ - જયારે પોતાનાથી અન્ય સ્વરૂપના ગ્રહણથી રહિત હોયને પોતાના અભિધેયમાં | સ્વાર્થમાં વર્તે છે, ત્યારે “રોડયમ્' - એક જ વસ્તુમાં “આ તે જ (પૂર્વે જોએલો) ઘડો છે' - એવા પ્રયોગના ન્યાયે શબ્દસ્વરૂપથી જ વિશિષ્ટ એવા અર્થની પ્રતીતિ થવાથી “શબ્દનું સ્વરૂપ' એ જ “સ્વાર્થ' (ભાવ, વિશેષણ) છે. અને દ્રવ્ય એ વિશેષ્ય છે. જેમકે, ડિલ્થ: I તથા,
(૨) નાતિઃ = અનુવૃત્તિપ્રત્યકેતુ: | અનેક વસ્તુમાં જે અનુવૃત્તિની પ્રતીતિ = અર્થાત્ અનુગત એકસરખી પ્રતીતિ (પ્રત્યય) થવામાં કારણભૂત ધર્મ હોય, તેને જાતિ કહેવાય. જેમકે, આ ગાય, આ ગાય - એવી સમાન પ્રતીતિ થવામાં હેતુભૂત સત્વ - જાતિ છે. આથી જ અહીં ગોજાતિથી = શોત્વ થી વિશિષ્ટ દ્રવ્યની પ્રતીતિ થતી હોવાથી જાતિ (ગોત્ર) એ સ્વાર્થ (ભાવ, ગુણ, વિશેષણ) છે.
(૩) ગુણ - શુકલાદિ. ગુવ7: પર: ! અહીં સુવત્નાદિ ગુણથી વિશિ. દ્રવ્યની પ્રતીતિ થવાથી જીવ7 - ગુણ સ્વાર્થ છે.
૩૯૭