________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. B. ઓનઃ વયમેવ પ્રચંતે એનું મૂળ વાક્ય છે - ચૈત્ર મોર પર્વત | પછી ચૈત્ર: વિં મોનિં. પતિ ? સાથત્ ચૈત્ર નં પતિ તુ મોટુનઃ સ્વયમેવ પ્રવ્યતે | ચોખા એની મેળે જ રંધાઈ જાય છે, આમ કર્મ - કર્તરિ પ્રયોગ છે. આજ પ્રમાણે છિત્તિ માં પણ સમજવું. એટલે કે ચૈત્ર: વુિં ના છત્તિ, સિ: સ્વયમેવ છિત્તિ | અહીં કરણ કર્તરિ પ્રયોગ છે. અર્થાત્ રંધાવાની ક્રિયા અને છેદન ક્રિયા એટલી સહેલાઈથી થઈ ગઈ કે વક્તાએ ચૈત્ર રૂપકર્તાની વિવક્ષા જ ન કરી. અને ઝોન રૂપ કર્મને અને સ = તલવારરૂપ છેદનક્રિયાના કરણને જ કર્તા કહી દીધો. આવા પ્રયોગ વ્યવહારમાં પણ અનુભવાય જ છે. જેમ કે, રોટલી સીઝી ગઈ, ભીંત પડી ગઈ, પૂજા થઈ ગઈ, વગેરે... આ બધાં પ્રયોગો સૌકર્મની વિવેક્ષા હોય અર્થાત્ ક્રિયાસિદ્ધિ સહેલાઈથી થઈ જવાની વિવેક્ષા હોય ત્યારે થાય છે.
C કહેવાનો આશય એ છે કે આમ જોઈએ તો આ ન્યાયવડે - વિવક્ષા પ્રમાણે એટલે કે વક્તાની કહેવાની ઈચ્છા પ્રમાણે કારકોનું થવું, ન થવું કે અન્યથા થવું થાય છે. આમ સ્વભાવથી, જ આ ન્યાય અનિત્યતા સાધે છે. આથી આ ન્યાયની અનિત્યતા કહેવી શક્ય નથી. આમ છતાં ય આ ન્યાયનો જે “વિવક્ષા વડે કારકત્વની અપ્રાપ્તિમાં કારકત્વ થવું” રૂપ અર્થ છે - તે અર્થ પ્રમાણે ક્વચિત્ સંબંધની પણ કારકરૂપે વિવક્ષાની પ્રાપ્તિ છે. અર્થાત્ ધિક્ષા વાસતિ | માં જેમ અકારક એવા ઉપક્ષા રૂપ નિમિત્તની (હેતુમાત્રની) કર્તાકારક રૂપે વિવક્ષા કરી છે, તેમ અકારક એવા “સંબંધની પણ ક્યારેક કારકરૂપે વિવક્ષા થતી હોત તો આ ન્યાયની પ્રવૃત્તિ કરવી પડત. પણ તેવું ક્યારેય બનતું નથી. છ એ કારકોની અન્ય કારક રૂપે કે અકારક એવા સંબંધરૂપે વિવક્ષા થઈ શકે છે, પણ, સંબંધ રૂપ અકારક ક્યારેય કોઈ પણ કારકરૂપે બનતું નથી. અર્થાત્ અહિ વિવક્ષાના વશથી પણ કામ થતું નથી. એટલે આ ન્યાયની - સંબંધની કારકરૂપે વિવફા થવામાં - અપ્રવૃત્તિ જ ગણાય. કેમકે સંબંધ હંમેશા અકારક રૂપે જ રહે છે. આથી અકારકનું કારકરૂપે થવું - એ પ્રથમ અર્થની અપેક્ષાએ સંબંધની કારકરૂપે વિવક્ષા થઈ ન શકવાથી આ ન્યાયની અનિત્યતા દર્શાવવા પ્રયત્ન કરેલો છે. તે કથંચિત્ સંગત જાણવો. વધુ સ્પષ્ટતા આગળ નિત્યો વુિરાહીનામ્ (૧/૪૦) ન્યાયના પરામર્શ - વિવરણથી થશે. (૧/૧૧)
'અપેક્ષાતોધિક્કાર: / ૨/૧૨ //
ન્યાયાઈ મંષા
ન્યાયાર્થ :- અપેક્ષા એટલે ઈષ્ટપણું (જરૂરિયાત). અપેક્ષા પ્રમાણે જ કોઈ પણ અધિકારની પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ થાય છે. અર્થાત્ જયાં સુધી અધિકાર ચાલુ રાખવો અપેક્ષિત - ઈષ્ટ હોય ત્યાં સુધી તે ચાલુ રહે, પછી અટકી જાય. તેની પ્રવૃત્તિમાં કે નિવૃત્તિમાં બીજા કોઈ જ્ઞાપકની આવશ્યકતા રહેતી નથી. પ્રયોજન - ન્યાયોની જેમ અધિકારની પ્રવૃત્તિ - નિવૃત્તિનું પણ કોઈ જ્ઞાપક હોવું
= ૧૭૬