________________
૧/૨. સ્વો. ન્યા...
કહેવાય. અને તેથી તેવુ પૂર્વેષુ મધેનુ મવ: । એ પ્રમાણે અખંડપણે જ વિધિવ્ઝ સંજ્ઞાતદ્ધિતોત્તરવું (૩-૧-૯૮) સૂત્રથી તદ્ધિતપ્રત્યયના વિષયમાં કર્મધારય સમાસ કરાય, ત્યારે પૂર્વ શબ્દ મુખ્યવૃત્ત્વા (પ્રધાનપણે, વાસ્તવમાં) દિશાવાચક હોવા છતાં પણ ‘તાન્ધ્યાત્ તાપવેશ: ।' ન્યાયથી અવયવવાચક અને અવયવિવાચક પણ છે. તે આ રીતે - તાત્મ્ય = તસ્થપણું. તત્ = આધાર, તેમાં રહેવાથી આધેય = રહેનાર (તત્શ) વસ્તુ પણ ઉપચારથી તત્ તે રૂપે એટલે કે આધારરૂપે બની જાય. અર્થાત્ આધારવાચક શબ્દ પણ ઉપચારથી (ગૌણ રીતે) આધેયવાચક બને. (જેમ કે મા: ઝોન્તિ । (માંચા અવાજ કરે છે.) પ્રયોગમાં વસ્તુતઃ માંચા ઉપર બેઠેલાં પુરુષો અવાજ કરે છે, છતાંય મંચસ્થ પુરુષોનો સ્થાનની અપેક્ષાએ આધારભૂત મન્નુ માં ઉપચાર - આરોપ કરવાથી, રહેનાર એવા મંચસ્થ પુરુષોને ઠેકાણે રાખનાર એવા મા: એવો પ્રયોગ કરેલો છે. અહીં મા: પદનો અર્થ ઉપચારથી માંચા ઉપર રહેલાં પુરુષો જ કરાય છે. આથી તે પદ આધેયને જણાવે છે.) પ્રસ્તુતમાં પણ મગદેશનો પૂર્વ - અવયવ એ પૂર્વીદશામાં રહેલો હોવાથી પૂર્વીદેશા એ આધાર છે અને પૂર્વ - અવયવ આધેય છે. આથી પૂર્વદિશામાં રહેવાથી તત્સ્ય = પૂર્વીદશાસ્થ એવો (મગદેશનો) અવયવ પણ ઉપચારથી પૂર્વશબ્દનો વાચ્ય (અ) બને. અને પછી મગદેશનો પૂર્વ - અવયવ અને મગદેશરૂપ અવયવી વચ્ચે અભેદરૂપે ઉપચાર કરવાથી, અર્થાત ઉપચારથી અવયવ અવયવીને) અભેદરૂપે માનવાથી પૂર્વ શબ્દ એ મગદેશવાચક પણ થાય. આથી જ તો પૂર્વોક્ત રીતે પૂર્વેષુ મધેવુ મન: । એમ અખંડરૂપે વિગ્રહ કરીને
કર્મધારય સમાસ કરેલો છે.
(૩) વળી જયારે પૂર્વસ્યાં મળ:, પૂર્વમા । એમ સમાસ કરાય ત્યારે સર્વાયોડચાવો (૩-૨-૬૧) સૂત્રથી પૂર્વા શબ્દનો કુંવદ્ભાવ થાય છે. પછી તેવુ પૂર્વમાèવુ મન:, પૂર્વમા ધ: । એ પ્રમાણે રૂપ સિદ્ધ કરાય છે. (અહીં ‘પૂર્વીદેશામાં જે મગદેશ, તેમાં થનાર' એમ અર્થ થાય છે. આથી) ત્યારે પૂર્વ શબ્દ ફક્ત દિશાવાચક પણ થાય છે. (અર્થાત્ ત્યાં પોતાના મૂળ અર્થમાં છે. ઉપચારાદિથી અવયવાદિવાચક નથી.) આમ પૂર્વોક્ત ત્રણેય પ્રકારમાં પહેલાં પ્રકારમાં પૂર્વ શબ્દ અવયવવાચક, બીજા પ્રકારમાં મુખ્યતયા દિશાવાચક હોવા સાથે ઉપચારથી દેશના અવયવવાચક અને અવયવીવાચક અને 'ત્રીજા પ્રકારમાં કેવળ દિશાવાચક રૂપે થાય છે.
આ તમામ પ્રકારોમાં પૂર્વ શબ્દ એ ટીકામાં કહેલી યુકિતથી ‘દિશબ્દ' કહેવાય છે.
૩. શંકા :- વહુવિયેમ્સ: (૬-૩-૪૫) સૂત્રથી અગ્ થાય, એમ કહ્યું. પણ તે ન્યાયનો વિષય જ પ્રહળવતા નાના ૰ ન્યાય બનતો નથી. તે આ રીતે - ગ્રહળવતા નાના 7 તત્ત્તવિધિ: (૨/૧૮) એ આગળ કહેવાતો ન્યાય જણાવે છે કે, સૂત્રમાં જે જે શબ્દોનું નામ લઈને - એટલે કે નામના નિર્દેશપૂર્વક - ગ્રહણ કહેલું હોય તે શબ્દો કોઈ સમાસાદિનો અંતભાગ બનેલો હોય અર્થાત્ સમાસ થયો હોય તો તેનાથી તે સૂત્ર ન લાગે, પણ કેવળ શુદ્ધ એવા તે શબ્દથી જ તે સૂત્રોક્તવિધિ થાય. આ ન્યાયનો અપવાદ પ્રસ્તુત ન્યાય છે. અને અપવાદ = બાધક તો ત્યારે કહેવાય કે ઉત્સર્ગ - ન્યાયસૂત્ર લાગવાનો પ્રસંગ હોય. જો બાધ્ય / ઉત્સર્ગની પ્રાપ્તિ / સંગતિ જ થતી ન હોય તો તેનો બાધ / અપવાદ શી રીતે થઈ શકે ? અને પ્રહળવતા નાના ૦ એ બાધ્ય/ઉત્સર્ગ ન્યાયની પ્રવૃત્તિનો પ્રસંગ ત્યારે કહેવાય કે જ્યારે નપાનાસિા ૦ (૨-૧-૧૦૧) સૂત્રની જેમ નામની ગણતરી કરેલી હોય અર્થાત્ ગણતરીપૂર્વક નામોનો નિર્દેશ કરેલો હોય. જ્યારે આ બહુવિજયેન્ચ: (૬-૩-૪૫) સૂત્રમાં તો ‘બહુત્વ - વિષયભૂત એટલે કે બહુવચનમાં વપરાતાં રાષ્ટ્રવાચી શબ્દોથી અન્ય્ પ્રત્યય થાય' એ પ્રમાણે સામાન્યથી જ કહેલું છે અર્થાત્
૧૩૭