________________
વક્ષસ્કાર ૧. / સૂત્ર ૧. પરામર્શ...
આને વ્યતિરેક (ઉલટી - નકારાત્મક - નિષેધાત્મક) વ્યાપ્તિ કહેવાય છે.
આવી બન્નેય વ્યાપ્તિવાળો જે હેતુ હોય તે સબળ અને સાચો હેતુ હોય. સાચા હેતુથી જ સાચુ અનુમાન થઈ શકે. તો પણ આવી બન્નેય વ્યાપ્તિ (નિયમ) માંથી કોઈપણ એક વ્યાપ્તિનું - નિયમનું જ્ઞાન હોય તો પણ અનુમાન થઈ શકે. દા. ત. પર્વતાદિ ઉપર ધૂમ દેખાવાથી જ્યાંર ધૂમ ત્યાંર અગ્નિ” એવા અન્વય નિયમ (વ્યાપ્તિ) નું સ્મરણ થતાં અથવા ‘‘જ્યાં અગ્નિ ન હોય ત્યાંર ધૂમ ન હોય’ એવા વ્યતિરેક - ઉલટાં નિયમ (વ્યાપ્તિ) નું સ્મરણ થવાથી ‘પર્વત અગ્નિવાળો છે’ એવો નિશ્ચય (આનુમાનિક જ્ઞાન) થાય છે. (આવા અનુમાનના ૧. સાધ્યનિર્દેશ, ૨. હેતુ વાક્ય, ૩. દૃષ્ટાંતવાક્ય, ૪. ઉપનય અને ૫. નિગમન એમ પાંચ અવયવવાળા વાક્યો ન્યાય દર્શનવાળાઓ માને છે. જૈનમતે સર્વ ઠેકાણે અનુમાન કરવામાં તે આવશ્યક નથી. વિસ્તાર ભયથી આપેલાં નથી.) આ જ્ઞાન પ્રમાણભૂત હોય છે. આ વાત જૈનોને પણ માન્ય છે. ‘પ્રમાણનયતત્ત્વાલોક' નામના જૈન ન્યાયવિષયક ગ્રંથમાં તેના રચયિતા આચાર્યદેવશ્રી વાદિદેવસૂરિજીએ આવા મતલબનું જ સૂત્ર કરેલું છે - निश्चितान्यथानुपपत्त्येकलक्षणो हेतुः ॥ सू. ३ - ११ ॥ हेतुप्रयोगस्तथोपपत्यन्यथोपपत्तिभ्यां द्विप्रकारः ॥ ૨ - २९ ॥ सत्येव साध्ये हेतोरुपपत्तस्तिथोपपत्तिः, असति साध्ये हेतोरनुपपत्तिरेवान्यथोपपत्तिः ३० ॥ यथा कृशानुमानयं पाकप्रदेश: सत्येव कृशानुमत्त्वे धूमवत्त्वस्योपपत्तिः, असत्यनुपपत्तेर्वा ॥ ३ ૩૧ ॥
॥ ૨ -
અઘટમાનતા
સૂત્રાર્થ :- જૈનમતે (જ્ઞાપક) હેતુનું લક્ષણ આ પ્રમાણે છે. અન્યથા એટલે સાધ્ય વિના જેની અનુપપત્તિ જ અસિદ્ધિ જ હોય તે હેતુ કહેવાય. અર્થાત્ સાધ્ય વિના જે હેતુ અલ્પસ્થાનમાં પણ નિશ્ચિતપણે ન રહ્યો હોય તે સાચો હેતુ કહેવાય. બીજી રીતે કહીએ તો - જેનું સાધ્ય સાથે જ રહેવું હોવાને લીધે સાધ્ય વિના ન રહેવું. નિશ્ચિત હોય તે સાચો હેતુ કહેવાય. ધૂમ એ અગ્નિરૂપ સાધ્યની સાથે જ રહેતો હોવાથી સાધ્ય – અગ્નિ વિના ક્યાંય પણ ધૂમનું ન રહેવું નિશ્ચિત હોવાથી પર્વતો હિમાન્, ધૂમાન્ । એવા અનુમાનમાં ધૂમ રૂપી હેતુ સાચો હેતુ છે. એનાથી થતું પર્વત પાછળ રહેલાં અપ્રત્યક્ષ અગ્નિનું જ્ઞાન પણ સાચુ જ હોય છે. (૩ - ૧૧)
-
હેતુનો પ્રયોગ (૧) તથોપપત્તિ અને (૨) અન્યથોપપત્તિ - એવા ભેદથી બે પ્રકારે થાય છે. (૩ - ૨૯)
-
-
તેમાં સાધ્ય હોતે છતે જ હેતુની ઉપપત્તિ - સંગતિ - ઘટમાનતા હોવી તે તથોપત્તિ. જેમકે રસોડું (પાક સ્થાન) - પર્વતાદિમાં જેનું જ્ઞાન કરવાનું છે, તે અગ્નિ વગેરે સાધ્ય હોય તો જ ધૂમાદિ હેતુની ઉપપત્તિ સંગતિ થાય છે, ધૂમાદિ હેતુ પર્વતાદિ ઉપર હોવો ઘટે છે. આમ ધૂમાદિ હેતુનું પર્વતાદિ ઉપર જે દર્શન થાય છે તે પર્વતાદિ ઉપર અગ્નિ હોય તો જ ઘટે છે. આથી ત્યાં અગ્નિ હોવો જ જોઈએ એમ અનુમાન - જ્ઞાન થશે. ટુંકમાં અગ્નિના હોવાથી જ પ્રત્યક્ષ દેખાતાં ધૂમનું હોવું ઘટે છે, એમ કહેવાથી - ધૂમ છે માટે અગ્નિ હોવો જ જોઈએ - એમ તથોપપત્તિનો અર્થ થાય. અને આ રીતે “જ્યાં જ્યાં ધૂમ (હેતુ) હોય, ત્યાં ત્યાં અગ્નિ (સાધ્ય) હોય” એવી પૂર્વોક્ત નૈયાયિકાદિવડે કહેલ અન્વય વ્યાપ્તિનો અર્થ જ આવી જાય છે. આથી તથોપત્તિ એટલે અન્વય વ્યાપ્તિ.
=
-
-
તથા અન્યથા = એટલે સાધ્ય ન હોય તો હેતુની અનુપપત્તિ - અસંગતિ - અઘટમાનતા હોવી તે અન્યથા અનુપપત્તિ. જેમકે, અગ્નિ ન હોય તો ધૂમવત્ત્વ (= ધૂમવાળાપણું ધૂમ) ની અનુપપત્તિ
અસિદ્ધિ જ થઈ જાય. અહીં અગ્નિ વગેરે સાધ્ય ન હોય તો ધૂમ વગેરે હેતુનું હોવું ન ઘટે અર્થાત્
૧૨૭