________________
અર્થાત્ તે ન્યાયોની પ્રવૃત્તિ કરાતી નથી. કારણકે સૂત્રના ઈષ્ટાર્થની અને ઈષ્ટરૂપની સિદ્ધિ માટે જ ન્યાયો હોય છે. આથી આ તમામ ન્યાયોની પ્રવૃત્તિનું નિયંત્રિણ કરનારો એક ન્યાય આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ બૃ. વૃ. ને અંતે દર્શાવ્યો છે, એ છે - નાનિષ્ઠાથ શાસ્ત્રપ્રવૃત્તિઃ II (૧ / પ૭) ત્રીજા વક્ષસ્કારનો અંતિમ ન્યાય ચાયા: વિષ્ટિપ્રાય: (૩/૧૮) પણ અનિષ્ટ પ્રયોગોની સિદ્ધિ માટે અન્ય ન્યાયોની પ્રવૃત્તિને અટકાવવાનું કાર્ય કરે છે.
પ્રસ્તુત ન્યાયસંગ્રહ - ન્યાયાર્થમંજૂષા બૃહદ્રવૃત્તિ ઉપરાંત સિદ્ધહેમ વ્યાકરણના આધારે અન્ય પણ પ્રક્રિયા - ગ્રંથો રચાયા છે, જેના નામ આ પ્રમાણે છે. ૧. ક્રિયારત્ન સમુચ્ચય
- આ. શ્રી ગુણરત્નસૂરિ (સં. ૧૪૬૬) ૨. સ્વાદિશબ્દ સમુચ્ચય
- આ. શ્રી અમરચંદ્રસૂરિ (સં. ૧૨૨૬ ની પૂર્વે) ૩. ધાતુપાઠ (સ્વરવણા). - શ્રી પુણ્યસુંદર ગણિ. ૪. કવિ કલ્પદ્રુમ
- શ્રી હર્ષવિજયગણિ ૫. હૈમવિભ્રમ સટીક
- આ. શ્રી ગુણચંદ્રસૂરિ (૧૩ મી સદી) ૬. હૈમવિભ્રવૃત્તિ
- આ. શ્રી જિનપ્રભૂસૂરિ (૧૪ મી સદી) ૭. લિંગાનાનુશાસન અવસૂરિ - આ. શ્રી જયાનંદસૂરિ ૮. હૈમલઘુન્યાસ પ્રશસ્તિ અવસૂરિ - શ્રી ઉદયચંદ્ર ૯. ધાતુપારાયણ
- ક. કા. સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી. ' સિ. હે. વ્યાકરણ ઉપર કેટલાંક કૌમુદી - પ્રકારના પ્રક્રિયા ગ્રંથો રચાયા છે. તે આ પ્રમાણે .
૧. સિદ્ધ સારસ્વત
- આ. શ્રી દેવાનંદસૂરિ. ૨. ચંદ્રપ્રભા (હેમકૌમુદી) - શ્રી મેઘવિજય ઉપાધ્યાય (સં. ૧૭૫૮) ૭૦૦૦
શ્લોક ૩. હૈમશબ્દચંદ્રિકા
- શ્રી મેઘવિજય ઉપાધ્યાય ૪. હૈમલઘુપ્રક્રિયા
- મહો. શ્રી વિનયવિજય ગણિ. (સં. ૧૭૧૦) ૫. હૈમપ્રકાશ (પ્રક્રિયા - બૃહન્યાસ) – (૩૪,૦૦૦ શ્લોક) પૂર્વોક્ત પ્રક્રિયા - ગ્રંથોમાં પ્રસ્તુત ન્યાયસંગ્રહ - ન્યાયાર્થ મંજૂષા - ગ્રંથનું આગવું સ્થાન છે.
સિદ્ધહેમ - પરંપરામાં પહેલાં ૫૭ ન્યાયો ઉપર પૂર્વે એક નાનકડી ટીકા પ્રાચીન ગ્રંથકારે રચેલી છે. પણ તેમાં ન્યાયોની અનિત્યતા ક્યાંય દર્શાવી નથી. ઈષ્ટ રૂપની સિદ્ધિ માટે જ ન્યાયો હોયને અનિષ્ટ રૂપ થવાનો પ્રસંગ હોય ત્યાં સાદ્વાદના આશ્રયથી ઘણા ખરાં ન્યાયો અનિત્ય બની જાય છે. પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ વધુમાં વધુ ન્યાયોની અનિત્યતા દર્શાવવાનો પ્રયાસ કરેલો છે.
આ ન્યાયોનો અન્ય પાણિનીય આદિ પરંપરામાં પરિભાષા” શબ્દવડે પણ વ્યવહાર કરાય છે. પાણિનીય આદિ પરંપરામાં આ ગ્રંથની તુલના કરી શકાય એવા પરિભાષેન્દુશેખર, પરિભાષાવૃત્તિ, પરિભાષાબૃહદ્રવૃત્તિ, પરિભાષાભાસ્કાર વગેરે અનેક ગ્રંથો છે. પ્રો. કે. વી. અત્યંકરજી વડે સંપાદિત પરિભાષા સંગ્રહ' નામના ગ્રંથમાં તેમણે વ્યાકરણની પરિભાષાની ૧૯ કૃતિઓનો સંગ્રહ કરેલો છે. આ અંગે વિસ્તૃત જાણકારી અન્ય ગ્રંથોથી મેળવી લેવી.
૧૬