________________
અર્થાત્ “ન્યાયાર્થમંજૂષા” . વૃ. માં ગ્રંથકારે પૂર્વોક્ત વ્યાકરણથી સિદ્ધ કરેલાં રૂપોને જ ઉદાહરણ રૂપે દર્શાવેલ છે અને તેના સૂત્રોને જ્ઞાપક રૂપે જણાવેલાં છે. તથા આ જ વ્યાકરણના સૂત્રનો સાધનિકા કરવામાં ઉપયોગ કરેલો છે. આથી આ “ન્યાયસંગ્રહ' ગ્રંથને ભણવાને માટે અધિકારી તે જ છે કે જેમણે સિદ્ધહેમ - વ્યાકરણની કમ સે કમ લઘુવૃત્તિ કરીને સૂત્ર પરિચય મેળવ્યો હોય. આ વાતને પોતાના પ્રશસ્તિ - કાવ્યમાં જણાવતાં સ્વયં ગ્રંથકાર શ્રી હેમહંસગણિજીએ કહ્યું છે કે,
परमुद्घाटनेऽमुष्याः शेमुष्या कुञ्चिकाय्यते ।
तेषामेव स्फुरेद्येषां न्यक्षं श्रीहैमलक्षणम् ॥ ४ ॥ આ “ન્યાયાર્થ - મંજૂષા' નામની પેટીને ખોલવા માટે બુદ્ધિ એ ચાવીનું કામ કરે છે. અને તે બુદ્ધિ પણ તેઓને જ હુરે છે, જેઓને શ્રી સિદ્ધહેમવ્યાકરણ સંપૂર્ણ ઉપસ્થિત હોય.
આમ જો કે સિદ્ધહેમ શબ્દાનુશાસન ભણનારને જ આ ગ્રંથ ઉપયોગી હોયને મર્યાદિત - વિષયવાળો છે, તો પણ જેઓ સિ. કે. વ્યાકરણ ભણે છે, તેઓને, તેના સૂત્રાદિના અસંદિગ્ધપણે અર્થો, રહસ્યો, પ્રક્રિયા વગેરે સમજવાં, આ ગ્રંથ અતિ આવશ્યક હોવાથી આનું આગવું મહત્ત્વ છે. માટે વ્યાકરણ ભણનારે બ્રહવૃત્તિનું અધ્યયન કરવું જોઈએ. તો જ વ્યાકરણનો યથાર્થ - સફળ બોધ થાય. પણ જો કોઈપણ કારણસર તેવી અનુકૂળતા ન જ હોય તો કમસે કમ આ “ન્યાયસંગ્રહ' ગ્રંથનો અભ્યાસ તો કરવો જ જોઈએ. કારણકે આ ગ્રંથમાં પ્રાયઃ બૃહવૃત્તિના (અને ક્યાંક ન્યાસના) જ પદાર્થો “ન્યાયાર્થ મંજૂષા’ વૃત્તિમાં ગૂંથેલાં છે. વસ્તુતઃ તો બૃહવૃત્તિનો અભ્યાસ - આ ન્યાયસંગ્રહનું અધ્યયન કરવાપૂર્વક કરાય તો તે સરળ બની જાય છે.
જાય’ શબ્દનો અર્થ આ “ન્યાયસંગ્રહ' માં સંગૃહીત ન્યાયો શું છે ? “ન્યાય” એટલે અહીં અર્થ સંબંધી નીતિ, રાજનીતિ, તર્કશાસ્ત્રમાં કહેલ અનુમાનાદિ પ્રમાણ અથવા “કહેવતો' એવો અર્થ નથી લેવાનો, પણ પ્રસ્તુતમાં “ન્યાય' એટલે “જેનાથી સંદિગ્ધ અર્થનો નિર્ણય થાય એવી વ્યાકરણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ યુક્તિઓ. શ્રી હેમહંસગણિજીએ ન્યા. મ. ટીકામાં “ન્યાય' શબ્દની અન્વર્થ વ્યુત્પત્તિ કરતાં કહ્યું છે કે, નીયતે સંવિથોડર્થો નિયરિતિ “ચાયવાધ્યાયોદ્યાવસંહારવિહારધારદ્વારગારમ્ (૫-૩-૧૩૪) સૂત્રથી ઘમ્ પ્રત્યય આવતાં નિપાતન થયે, ન + ડું + પમ્ = ચાયઃ | શબ્દ બને છે. નોવત્ (૧-૧-૩) સૂત્રના શબ્દમહાર્ણવ - ન્યાસમાં આવી જ વ્યુત્પત્તિ કરી છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં “ન્યાય’ શબ્દથી સૂત્રાર્થનિર્ણય, રૂપસિદ્ધિ વગેરેમાં ઉપયોગી વ્યાકરણના ન્યાયો | યુક્તિઓ વિવક્ષિત છે. આ ન્યાયો ચિરંતન – ચિરકાલીન હોયને જુદાં જુદાં વ્યાકરણોમાં સાધારણ રૂપે હોય છે. આ જ – પ્રસ્તુત ન્યાયો અન્ય વ્યાકરણોમાં પણ આવા જ સ્વરૂપમાં અથવા થોડા ફેરફાર સાથે હોય છે. આ ન્યાયોનો કોઈ કોઈ વૈયાકરણોએ ઉપયોગ કરેલો હોય કે ન પણ કરેલો હોય, એ જુદી વાત થઈ. આવા ન્યાયોનો ઉપયોગ કરીને જ જયારે તે તે વૈયાકરણોએ સૂત્રરચના કરી છે, અને પ્રક્રિયા - સાધનિકાની વ્યવસ્થા સિદ્ધ કરી છે, ત્યારે આ ન્યાયોના અવબોધ વિના યથાર્થ સૂત્રાર્થ અને રૂપસિદ્ધિ | સાધનિકાનું જ્ઞાન થઈ શકતું ન હોવાથી આ ન્યાયોનું જ્ઞાન કરવું અનિવાર્ય છે. જયારે ન્યાયો લગાડવાથી સૂત્રનો અનિષ્ટાર્થ થવાની સંભાવના હોય, અથવા તો અનિષ્ટ રૂપોની સિદ્ધિ થઈ જતી હોય, તો તે વખતે તે તે ન્યાય અનિત્ય બની જાય છે.
= ૧૫
-