________________
મોકલેલી. તે સમયે જૈન - જૈનેતરમાં ખૂબ જ આદરણીય બનેલ આ વ્યાકરણનું ખૂબ વ્યાપક રૂપે અધ્યયન થતું હતું. પણ ત્યારબાદ કુમારપાળ મહારાજાના સ્વર્ગગમન બાદ જૈન ધર્મના દ્વેષી એવા રાજા અજયપાળે પોતાના શાસન કાળમાં જૈન ધર્મ વિરુદ્ધ પ્રચાર કરવાથી સિદ્ધહેમ વ્યાકરણના જૈનેતર અધ્યેતાઓમાં ઘટાડો થતાં ખૂબ અલ્પ સંખ્યાક જ રહ્યા. હા, જૈન સાધુઓમાં આનું પુષ્કળ અધ્યયન થતું. પણ ૫૦ - ૧૦૦ વર્ષ પૂર્વે આ વ્યાકરણના અધ્યાપકો બહુ જૂજ હતા. અને જૈન સાધુઓની સંખ્યા પણ અતિ અલ્પ હોવાથી અથવા તો પાણિનીય વ્યાકરણનું અધ્યયન કરવાનું પ્રચલિત હોવાથી અધ્યેતાઓ પણ સ્વલ્પ હતાં. છતાં વર્તમાનમાં કેટલાંક વર્ષોથી અનેક સમુદાયમાં શ્રમણ સંસ્થામાં અને ગૃહસ્થવર્ગમાં પણ મુમુક્ષુઓ તથા પંડિત બનવાના અભિલાષકોમાં આ વ્યાકરણના અધ્યયનમાં - સારી રૂચિ વર્તાઈ રહી છે. ત્યારે આ ગ્રંથનું પ્રકાશન સૌને વ્યાકરણના અધ્યયનમાં ઉપયોગી બનશે.
ગ્રંથકાર પરિચય જેમ તિ: જુન તથતિ ! એ કહેવત પ્રમાણે - માણસની આકૃતિ ઉપરથી તેના ગુણો કળી શકાય છે, તેમ એવું પણ કહી શકાય કે, કૃતિઃ પ્રતિમાં થતિ | અર્થાત કોઈ પણ ગદ્ય - પદ્યાત્મક કૃતિ | રચના એ તેના કર્તાની પ્રતિભાનો પ્રતિભાસ કરાવે છે. ગ્રંથકાર શ્રી હેમહંસગણિવર કેવા પ્રતિભાસંપન્ન હતાં એ તેઓની કૃતિઓ ઉપરથી જણાઈ આવે છે. સમગ્ર વ્યાકરણ - વામના સમુદ્રનું વિલોડન કરીને ખુણે - ખુણેથી ન્યાયરત્નોનો સંચય કરીને તેની ઉપર સંક્ષિપ્ત, સરળ સારાંશ - સભર અને સંવાદી ન્યાયાર્થમંજૂષા ખૂ. વૃ. અને સ્વોપન્ન બૃહન્યાસ રચવાનું કાર્ય કેટલું કઠણ છે એ તો ઊંડાણથી આ ગ્રંથના અભ્યાસુઓને પ્રતીત થયા વિના નહીં રહે. આથી જ મહોપાધ્યાય શ્રી વિનય વિજય મ. સાહેબ પણ સિદ્ધ - હેમવ્યાકરણને આધારે સ્વરચિત હેમલઘુ પ્રક્રિયાની બૃહદ્રવૃત્તિની પ્રશસ્તિમાં મહો. શ્રી હેમહંસગણિવરની સ્તુતિ કરવાનું ટાળી શક્યા નથી. તેમણે કહ્યું છે. -
हैमव्याकरणार्णवं निजधिया नावाऽवगाह्याभितो मञ्जूषा समपूरि भूरि घृणिभिर्यैायरत्नरिह । ज्योतिस्तत्त्वविवर्त्तवार्तिककृतः श्री हेमहंसाह्वया :
जीयासुः सुमनो मनोरमगिरस्ते वाचकाधीश्वराः ॥ ५ ॥ શ્રી હૈમ - વ્યાકરણ રૂપી સમુદ્રનું ચારેય બાજુથી પોતાની બુદ્ધિ રૂપી નૌકા વડે અવગાહન કરીને જેઓએ ન્યાયાર્થમંજૂષા ખૂ. વૃ. રૂપી પેટી અત્યંત તેજસ્વી રત્નો વડે છલોછલ ભરેલી છે, તે જયોતિષ - વિષયક તત્ત્વને / રહસ્યને વિશદ (સ્પષ્ટ) કરનાર એવા વાર્તિકના રચયિતા, પુષ્પ જેવી મનોહર વાણી યુક્ત ઉપાધ્યાયોમાં શ્રેષ્ઠ શ્રી હેમહંસ ગણિવર જય પામો...
ન્યાયસંગ્રહ ઉપરાંત તેમણે બીજા બે ભવ્ય ગ્રંથોની રચના કરી છે. (૧) “આરંભસિદ્ધિ ઉપર વિશદ વાર્તિકની રચના અને (૨) પડાવશ્યક બાલાવબોધ. તેમાં “આરંભસિદ્ધિ ઉપર તેમણે ઘણી આકર્ષક, બોધક અને સરળ ટીકા બનાવી છે. એમણે આ ટીકામાં, ૮૪ જેટલાં જુદાં જુદાં ગ્રંથો | ગ્રંથકારોના અભિપ્રાયો ટાંકીને જે જ્ઞાનાર્ણવ વહાવ્યો છે, તેથી જયોતિષ - વિષયક તેમની વિશિષ્ટ વિશારદતાની પ્રતીતિ થયા વિના રહેતી નથી. જયોતિષ જેવા આપવાદિક ભણવાના ગ્રંથની ટીકા રચ્યા બાદ આ ટીકા રચવા પાછળનો પોતાનો ખાસ અભિપ્રાય વ્યક્ત કરીને સાવદ્ય કાર્યાન્વિત ગૃહસ્થો આગળ આનો ઉપયોગ કરવાના દોષો વર્ણવીને તેમ નહીં કરવા તથા અનર્થ ન થાય તે માટે ગંભીર,
= ૧૨
=