________________
દ્રૌપદસ્વયંવર
લેકીને આશ્રય લીધો છે. કર્ણની નિષ્ફળતાને જે કે ભારતમાં પરોક્ષ નિર્દેશ છે. જ્યારે કોઈ ધનુષ્યને હઠાવી શકયું નહિ અને અજુન તે ચઢાવવા ઊભો થયા ત્યારે બ્રાહ્મણો અંદરોઅંદર બેલવા લાગ્યા કે હે દ્વિજો ! જગતમાં પ્રખ્યાત, બળવાન અને ધનુર્વેદમાં પારંગત કર્ણ તથા શલ્ય વગેરે પ્રમુખ ક્ષત્રિ ચોથી પણ જે ધનુષ્ય નમાવી શકાયું નથી તે ધનુષ્યને શસ્ત્રવિદ્યાથી અજાણ્યા અને દુર્બળ શક્તિવાળ કેવળ બટુક કેવી રીતે સજ્જ કરી શકશે ?' આમ કર્ણ અને શલ્યની નિષ્ફળતાને પરોક્ષ પણ સ્પષ્ટ નિર્દેશ છે જ. પણ મૂળ કથામાં આ રીતે મોઘમ અને લાઘવથી કહેવાયેલી રાજાઓની નિષ્ફળતાને નાટકકાર નાટકને ગર્ભભાગ બનાવે છે. દુર્યોધન દ્વારા એક પછી એક લક્ષ્યવેધ માટે તૈયાર કરાયેલા દુઃશાસન, શકુનિ, દ્રોણાચાર્ય, કર્ણ અને દુર્યોધનને કૃષ્ણ પિતાની દેવી શક્તિથી ભ્રમિત કરી પાછા પાડે છે. બધાની નજર બાંધી સમર્થ શિશુપાલને પણ નાસી જવાની ફરજ પાડે છે. જુદા જુદા પ્રતિપક્ષીઓને આ રીતે નિષ્ફળ બનાવવામાં જ પ્રથમ અંકને માટે ભાગ રોકાયો છે. પ્રતિપક્ષીઓને મહાત કરવાના કૃષ્ણના આ સીધા પ્રયત્નથી એમની પાંડવો માટેની હમદર્દી પ્રગટ થાય છે પણ અર્જુનના લક્ષ્યવેધને મહિમા પ્રગટ નથી કે કૃષ્ણના ચરિત્રને પણ કઈ ગુણાત્મક ઉઠાવ મળતો નથી. ઊલટાનું અન્યાય પામતા પ્રતિપક્ષીઓ તરફ સહાનુભૂતિ જાગે છે અને શ્રીકૃષ્ણના પ્રપંચને લીધે અજુનની બલિષ્ઠતા ફિક્કી પડે છે. કૃષ્ણને પાંડવોના એક માત્ર હિતૈષી બનાવવાની ધૂનમાં કવિ આ મહત્વની બાબતને વિસરી ગયા છે.
(૫) મૂળસ્થામાં બ્રાહ્મણવેશધારી અજુને લક્ષ્યવેધ કર્યો હેઈએને બ્રાહ્મણ માનતા રાજાઓ છેડાઈ પડે છે. એમને ગુસ્સો ૫દ રાજા અને એમના પુત્ર ધૃષ્ટદ્યુમ્ન તરફ વળે છે અને તેઓ એમના ઉપર હલ્લે કરે છે ત્યારે અજુન અને ભીમને પ્રતિપક્ષી રાજાઓ સાથે લડાઈ કરતા બતાવ્યા છે. મૂળકથામાંના રાજાઓના આ વિરોધ અને એમના આ ઉગ્ર પ્રત્યાઘાતની વિગતેને આધાર લઈને કવિએ નાટકમાં એક બીજી જ વાતની ઉદ્ભાવના કરી છે. નાટકમાં પણ અને રાધાવેધ કરે છે તે જોઈને રાજાઓ અકળાય છે એમને વાંધો એ છે કે શું કાપટિક (બ્રાહ્મણ) દ્રૌપદી જેવી સ્ત્રીરત્નને પતિ થઈ શકે ખરે? વળી એણે જે રાધાવેધ કર્યો છે તે પહેલા બાણે જ કર્યો નથી માટે દ્રૌપદીના પતિને નિર્ણય રાધાવેધને આધારે નહિ પણ દ્રૌપદીની છા (સ્વયંવર)થી થવો જોઈએ.