________________
પ્રરવાવના
૧૩
શકે તેવા પિતાના સામર્થ્યની વાત કરે છે. દુર્યોધન સ્વીકારે છે કે કર્ણને માટે કંઈ અશક્ય નથી પણ અત્યારે તે તે રાધાવેધ કરે એટલે બસ. કર્ણ રાધાવેધ કરવા પ્રવૃત્ત થાય છે, એટલામાં જ કૃષ્ણ, દ્રૌપદી અને અર્જુનના વિવાહનું માયાવી દશ્ય કર્ણને દેખાડે છે. જે અર્જુન દ્રૌપદીને પરણી જ ગયો હોય તે હવે એને રાધાવેધમાં કંઈ રસ નથી એમ કહી કર્ણ શરસંધાન કરવાનું માંડી વાળે છે. બધાને આ પ્રમાણે પાછા પડેલા જોઈને દુર્યોધન પોતે બાણ. આપવા ઊભો થાય છે પણ એના હાથ કંપવા લાગે છે. કૃષ્ણ નેધે છે કે કુરુરાજ દુર્યોધનને હાથ ધનુષ્ય પકડવાને માટે સમર્થ નથી. અંતે તે પૃથ્વી ઉપર ગબડી પડે છે. કૃષ્ણ સાનંદ સ્મિત કરે છે ત્યારે અન્ય રાજવીઓ શરમાઈને સ્મિત કરતા ઊભા રહે છે. કૃષ્ણ જાહેર કરે છે કે કેઈ માનવ કે દાનવ પણ શરસંધાન કરી શક્યા નથી. કૃષ્ણનાં વચને શિશુપાલને ઉશ્કેરે છે અને કૃષ્ણને દાનવની પણ નિષ્ફળતા ગણવા બદલ કટુવચન સંભળાવે છે, એટલું જ નહિ પોતે રાધાવેધ માટે સજજ હોવાનું જાહેર કરે છે. પિતાને માટે ગગન મંડળનો ચંદ્ર વીંધવાનું પણ સહજ છે તે રાધાની તે શી વિસાત? એમ કહીને આત્મવિશ્વાસપૂર્વક ઊઠે છે. કૃષ્ણ શિશુપાલના સામર્થ્યથી સભાન છે. પરિણામે ધનુષ્ય ઉપર ત્રણે ભુવનનો ભાર મૂકી દે છે. શિશુપાલ ધનુષ્ય ઉપર ત્રણે ભુવનને અધિષ્ઠિત થયેલાં જોઈને ખુશ થાય છે અને પોતે ત્રણ લોકના વિજેતાની કીતિ પ્રાપ્ત કરશે એવી હેશ અનુભવે છે. શિશુપાલને ધનુષ્ય લેવા પ્રવૃત્ત થયેલ જોઈને કૃષ્ણ બધાની નજર બાંધી લે છે અને સ્વયં ઊભા થઈ શિશપાલને પિતાને હાથે ગબડાવી પાડે છે. મૂર્ણિત થયેલો શિશપાલ શરમાઈને નાસી જાય છે. કૃષ્ણ જાહેર કરે છે કે હવે માત્ર બ્રાહ્મણે બાકી રહ્યા છે. પછી મનમાં નિર્ણય કરીને બ્રાહ્મણવેશમાં રહેલા અર્જુનને આમંત્રણ આપે છે. અજુન રાધાવેધ માટે સ્થંભ પાસે જાય છે. અને નમ્રતાપૂર્વક જણાવે છે કે જે મેં અખંડ ક્ષાત્રવ્રત પાળ્યું હોય અને ગુરુની ભક્તિ કરી હોય તે શિવનું આ ધનુષ્ય મને શરસંધાન માટે સહજ છે. પછી તે ધનુષ્ય ઉઠાવી લઈ શરસંધાન કરે છે. ભીષ્મ પિતામહ બ્રાહ્મણના અદ્ભુત પરાક્રમની નોંધ લે છે. ભીમ અજુનને કર્ણ પાસેથી લાવેલાં બે બાણ આપે છે પણ એની સફળતા અંગે સંદેહ પ્રગટ કરે છે. અર્જુન કહે છે કે પિતે જે આજે મત્સ્યવેધ કરી શકશે નહિ તો પછી તે ક્યારેય પણ બાણને હાથ લગાડશે નહિ. તે પછી એક બાણથી ચાલતા ચક્રને અટકાવી બીજા બાણથી માછલીની કીકીને વીંધી નાખે છે. કૃષ્ણ દ્રુપદ રાજાને અભિનંદન આપે છે. દ્રુપદ એનું શ્રેય શ્રીકૃષ્ણને સમર્પો