________________
દ્રૌપદીસ્વયંવર એમની સ્વગતોક્તિથી સ્પષ્ટ થાય છે કે એમણે જ દુપદ રાજને ધનુર્વિદ્યામાં કુશળ અને રાધાવેધ (મસ્યવેધ) કરવા સમર્થ વ્યક્તિને દ્રૌપદી વરાવવાની સલાહ આપી છે. વળી સ્વયંવર સભામાં પાંડવોને લઈ આવવાની યોજના બરાબર ઘડાઈ ચૂકી છે. પાંડવો આવી ગયા છે પણ હજુ કંઈક ખૂટે છે. પરશુરામે કર્ણને આપેલાં પાંચ બાણામાંથી રાધાવેધ કરી શકે તેવાં બે બાણો અને માટે લઈ આવવાનાં છે. કૃષ્ણ એમની પાસે આવેલા ભીમને બે બાણે કર્ણ પાસેથી યાચી આવવાની અને તે પછી અજ્ઞાત વેશમાં જ પદના દરબારમાં ચાલ્યા આવવાની સલાહ આપે છે. એ પછી કૃષ્ણ પોતે પણ દ્રપદ રાજા પાસે જવાનો નિર્ણય કરી વિદાય થાય છે
કૃષ્ણપ્રવેશને આ લઘુપ્રસંગ નાટકકાર માટે યોગ્ય ભૂમિકાનું સર્જન કરે છે. ૫ રાજાએ કૃષ્ણના કહેવાથી દ્રૌપદીસ્વયંવરનું આયોજન કર્યું છે એ . હકીકત એમના પ્રભાવક વ્યક્તિત્વને ઉપસાવે છે. વળી આ આયોજન પાંડવોના હિતને માટે થયું છે અને આખી જના બરાબર પાર પડે તે માટે કૃષ્ણ ભારે દૂરદેશિતા બતાવી છે એ હકીક્ત કવિએ ઘણા લાધવ અને કૌશલ્યથી ઉપસાવી છે. કર્ણ પાસેથી પરશુરામે આપેલાં બાણ પૈકીનાં લાયવેધ કરવાને સમર્થ એવાં બે બાણે લઈ આવવાને ભીમને અપાયેલે આદેશ કૃષ્ણની ભૂહાત્મક કાર્યશૈલીને અણસાર આપે છે. સાથે સાથે અનુગામી દશ્ય માટે પ્રેક્ષકોને સજજ પણ કરે છે. ૩. ભીમને બાણયાચનાને પ્રસંગ :
કૃષ્ણની સલાહ પ્રમાણે કર્ણ પાસેથી બે બાણે લઈ આવવા ભીમ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કર્ણને બારણે આવી પહોંચે છે. અપરિમિત દાનથી પ્રસન્ન થયેલા યાચકેથી ઉભરાતું કર્ણનું દ્વાર કહ્યા વિના પણ કર્ણના ભવનને પરિચય આપે છે. કણ દાનસ્થાન મંડપમાં આવી પહોંચે છે. ચાર ઘડીઓ વીતી ગઈ છતાં કોઈ અપૂર્વ વાચક હજુ સુધી પિતાને બારણે આવ્યો નથી તેથી કર્ણ ચિંતિત છે. ચાર ઘડી એને માટે ચાર યુગ જેવી બની રહી છે. એટલામાં વેદધ્વનિ સંભળાતાં તે પ્રતિહારીને તપાસ કરવા મોકલે છે. બહાર જઈને પાછા ફરેલા પ્રતિહારીને તે ક્રમશ: ઊતરતી સંખ્યાના અંકમાં વાચકોની સંખ્યા વિશે પૂછે છે. સંવાદાત્મક શ્લેકમાં કંઈક કૃત્રિમ છતાં ચમત્કૃતિ જન્માવે તે રીતે, કર્ણને કોઈ એક જ વાચકના આગમનની જાણ થાય છે. વાચક એક જ હેવા છતાં ઘાવા પૃથ્વીને ભરી દે એને વેદધ્વનિ કર્ણને પ્રિતમાં આવું કશું કરે