________________
દ્રૌપદીસ્વયંવર
પ્રસ્તાવના
પ્રકરણ : ૧ :
કવિ વિજયપાલ અને એના પૂર્વજો કૌપદીસ્વયંવર' નામના દ્વિઅંકી રૂપકથી ગુજરાતના સંસ્કૃત સાહિત્યમાં પિતાનું પ્રદાન નોંધાવનાર કવિ વિજયપાલ (વિ. સં. ૧૨૪૧ = ઈ. સ. ૧૧૮૫ પછી, ઇસ્વી ૧૩ મી સદીને પૂર્વાધ)ના અંગત જીવન વિશે આપણે કશું જ જાણતા નથી. એમની આ નાટ્યકૃતિથી પણ તેઓ એટલા બધા ખ્યાત નથી. એમને વિશે કંઈ પણ જાણવાનો ઉપક્રમ એમના પિતા કે પિતામહ વિશે જાણવાને ઉપક્રમ બની રહે છે કારણ કે કવિના પિતા સિપાલ અને પિતામહ શ્રીપાલ તેમના સમયના લબ્ધપ્રતિષ્ઠ ગૃહસ્થ અને કવિઓ પણ હતા. કવિના દાદા શ્રીપાલે પિતાની કાવ્યપ્રતિભાથી સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના દરબારમાં મોભાભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ પ્રજ્ઞાચક્ષુ પંડિત કવિના જીવન અને કવન વિશેની હકીકત ગુજરાતના પ્રભાવકરિત જેવા ઐતિહાસિક પ્રબંધ. સમકાલીન કવિ યશશ્ચંદ્રના “મુદિતકુમુદચંદ્રપ્રકરણ અને શ્રીપાલના ઉપલબ્ધ કૃતિઓ “વડનગરપ્રાકારપ્રશસ્તિ' વગેરેમાંથી પ્રાપ્ત થાય છે.
આ શ્રીપાલને સિદ્ધપાલ નામે એક પ્રતાપી પુત્ર હતો. તે મહાન દાનેશ્વરી - અને કવિશ્રેષ્ઠ પણ હતો. પુરાતનપ્રબંધસંગ્રહ અને કુમારપાલપ્રતિબોધમાં
એને એ પ્રમાણેને ઉલ્લેખ છે. સિદ્ધપાલની કઈ પણ કૃતિ અત્યારે ઉપલબ્ધ થતી નથી પણ “પ્રબંધકેશમાં અને સૂક્તિસંગ્રહોમાં એના નામે કેટલાક લે કે, મળી આવે છે. કુમારપાલપ્રતિબોધ'માં પણ એના કેટલાક સંસ્કૃત તેમજ પ્રાકૃત કે મળી આવે છે. આ સમપ્રભસૂરિ પોતે “સુમતિનાથચરિતમાં પ્રશસ્તિ શ્વેમાં નેધે છે કે એણે આ ગ્રંથ અણહિલવાડમાં સિદ્ધપાલે બાંધેલા ઉપાશ્રયમાં રહીને પૂર્ણ કર્યો હતો. આ પ્રબંધમાં એવો પણ ઉલ્લેખ છે કે સિહપાલ કુમારપાલને ઘણું જ પ્રિય હતે.