________________
- ૧૮૮
પહેલે દીન ગૌતમ નમું, પામ્યા કેવળ જ્ઞાન આર સહસ ગુણરું ગણે, તેથી કેડ કક્ષાણુ. સુરનર વંદુ નિર્મળા, ગૌતમને આપે. આચારજ પદવી થયા, સૌ સામે સ્થાપિ. જવાર પટેરાં તે કારણે, લેકાંતિક વ્યવહાર બેને ભાઈ જમાડી, નંદીવર્ધન સાર. ભાવડ બીજ તિહાં થઈ, વીરે જાણ્યું સાર નયવિમલ સુખ સંપદા, મેરૂ શીખર ઉવજઝાય.
(દીવાળી) મહાવીર તથા ગૌતમ સ્વામીનાં સ્તવને.
શ્રી સહાવીર મનેહરૂ, પ્રણમું શિર નામી, કંથ જશોદા નારિને, જિન શિવગતિ ગામી. ભગિની જાસ સુદંસણા, નંદીવર્ધનભાઈ હરિ લંછન હે જાલુએ, સહુને સુખદાયી. સિદ્ધાર્થ ભૂપતિ તણે, સુત સુંદર સેહે, નંદન ત્રિશલા રવિને, ત્રિભુવન મન મેહે. એક શતદશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાશે; પુણ્ય પાપ ફલ કેરડાં, સુણે ભવિક ઉલાશે. ઉત્તરાખ્યયન છત્રીશ જે, કહે અર્થ ઉદાર; સોલ પહેાર દીયે દેશના, કરે ભવિક ઉપગાર. સવાર્થ સિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે રયણી ચોગ નિરાધ કરે તિહાં, શિવની નીસરણી.