________________
પાપભીરૂ બની ગયેલા અને વૈરાગ્યથી આત્મા રંગાએલ પુનમચંદભાઈને આ સંસાર ખારો ઝેર જેવો લાગવાથી સં. ૧૯૮૭ની સાલમાં પૂજ્ય બાલબ્રહ્મચારી તમુત્તિ આચાર્ય શ્રી વિજય ભકિત સુરિજી મહારાજશ્રીનું ચોમાસું મહેસાણામાં હતું, તે વખતે પુનમચંદભાઈ ત્યાં ગયા. અને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની વૈરાગ્ય વાણીની દેશના સાંભળી પોતે આ સંસાર છોડવાની ભાવનાવાળા થયાં અને સં૦ ૧૯૮૭ ના પહેલા અસાડ વદી ૬ ના રોજ પૂજ્ય આચાર્ય મહારાજના શુભ હસ્તે ભગવતી દીક્ષા લીધી. અને તેમના શિષ્યરત્ન શ્રી ભુવનવિજયજી ગણના શિષ્ય થયા તેમનું નામ મુનિ પ્રબંધવિજયજી રાખવામાં આવ્યું દીક્ષા ઓચ્છવ ધણી જ ધામધુમથી થયો, દીક્ષા ને વરધોડે પિતાના ઘેરથી ચઢાવી મેસાણાની વાડીમાં દિક્ષા લીધી. તેમજ તેમની વડી દીક્ષા પણ સં૧૯૮૮ના માગશર સુદ ૫ મેસાણામાં જ થઈ. તેમજ તેજ દિવસે તેમના સંસારી મોટા ભાઈ મણીલાલની દીકરી નામે કેશીને દીક્ષા આપી ને તેને સાચવી રતનશીની શિષ્યા કરી. અને તેમનું નામ સાળી ખાતિશ્રીજી રાખ્યું. મુનિશ્રીજી પ્રબોધ વિજયજીએ દીક્ષા લીધા પછી જેમ બને તેમ ઉષ્ટ રીતે તપની આરાધના કરવા માંડી. તેઓ શ્રી જવછવ સુધી ઓછામાં ઓછું દરરોજ એકાસણું તથા બીયાસણાથી પચ્ચક્ખાણ ઓછું કરવું નહી એ અભિગ્રહ લો. તેમજ વરસમાં ઓછામાં ઓછી વર્ધમાન તપની એ એળી કરવી તેવો અભિગ્રહ કર્યો. તેમજ તેઓએ અત્યાસુધીમાં આઠ અઠ્ઠાઇ કરી એકવખત નવ ઉપવાસ એક વખત દશ ઉપવાસ કર્યો. તેમજ સં૦ ૧૯૮૮ ની સાલમાં સુરતના ચોમાસામાં સેલ ઉપવાસ કર્યો, તેમજ સં. ૧૯૮૯ ની સાલમાં મુંબઈ ચોમાસું આચાર્ય મહારાજનું હતું ત્યારે સેલ ઉપવાસ કર્યો. આંબેલ તપથી સિહગિરિની નવાણું જાત્રા કરી. સં. ૧૯૯૩ ના ફાગણ વદી ૮ થી ઉપવાસથી વરસીતપ શરૂ કર્યા અને તેનું પારણું સં. ૧૯૯૪ ના વઈશાખ સુ મામ સાલકી કર્યું અને વરસી તપ તો ચાલુ જ રાખે સં. ૧૯૯૫ના વઈશાખ સુ કે જે બીજું પારણું અમદાવાદ શાહપુરમાં કર્યું અને વરસીતપ ચાલુજ રાખો. ત્રીજું પારણું સં. ૧૯૯૬ ના વઈશાખસુ ૩ જે શ્રી પાલીતાણે કર્યું ત્યારબાદ ગુજરાતમાં આવ્યા પછી