________________
સમાસઃ (૧) જન્મ ઇવ નધઃ રૂતિ જન્મનઃ , તસ્મા (૨) निजस्य पृष्ठं इति निजपृष्ठं, तस्मिन् लग्नाः इति निलपष्ठलग्नाः, तान् (૩) પથર્વશાસૌ નિપશ તિ પથનિપ:, તસ્ય (8) પાથવ: નિ: इव इति पार्थिवनिपः । (५) कर्मणः विपाकः इति कर्मविपाकः, तेन शून्यः इति कर्मविपाकशून्यः ।
ભાવાર્થ અત્યંત ગૂઢ અર્થવાળો આ શ્લોક છે. શબ્દછળ પણ છે. અને અર્થોની ગંભીરતા પણ છે. ક્રમશઃ આપણે અર્થો જોઈશું.
સમુદ્રમાં ડૂબતા માણસને બચાવવા માટે સમુદ્રમાં પડવું પડે, એને પકડીને બહાર કાઢવો પડે. જે સમુદ્રમાં પડે નહિ, સમુદ્રથી પરાઠુખ રહે એ શી રીતે ડૂબતાઓને તારી શકે? પ્રભુ સંસારસમુદ્રથી તદ્દન પરીખ છે. સિદ્ધશિલામાં જઈને બેઠા છે તો તે શી રીતે પોતાની પાછળ લાગેલાઓને તારે ? છતાં તારે છે એ આશ્ચર્ય છે.
હવે આનો ઉત્તર કવિ જ આપે છે. માટીનો પકાવેલો ઘડો જો સમુદ્રમાં કે નદીમાં નાંખવામાં આવે અને એનું મોટું ઉપરની તરબ ડોય. સમુદ્રથી પરાઠુખ એ ઘડો હોય તો એના ઉપર લાગેલો વ્યક્તિ ના શકે છે. એટલે સમુદ્રથી પરાક્ષુખ એવી પણ વસ્તુ સમુદ્રથી પોતાની પીઠ પાછળ લાગેલાને તારે છે એમ જન્મસમુદ્રથી પરાઠુખ પણ પ્રભુ પોતાની પાછળ લાગેલાને (શરણે આવેલાઓને) તારે એ યોગ્ય જ છે.
અહીં પ્રભુ એ માટીના ઘડા નથી છતાં પ્રભુને ‘qfથવનિપ’ કહ્યા એ શબ્દછળ છે. “પાથવનિપ' એટલે “માટીનો ઘડો' અને પfથવ: નિપ: રૂવ આ પ્રમાણે કરીએ તો ઘડાના જેવા એવા રાજા અર્થાત્ પ્રભુ રાજા છે. અને એ ઘડાની જેમ પરાઠુખ રહીને પણ પાછળ વળગેલાને તારનારા છે.
આમ પ્રભુને ઘડાની ઉપમા આપી. એમાં એક જ વાત ખટકે છે. પ્રભુ કર્મવિપાકથી શૂન્ય છે. ઘડો કર્મવિપાકથી યુક્ત છે. ઘડો એ ભઠ્ઠીમાં પકાવવાની ક્રિયાના વિપાકરૂપ લાલાશ, કઠણતા વગેરેથી યુક્ત છે. કાચો ઘડો એ તારી શકતો નથી. પ્રભુ તો અષ્ટકર્મોના વિપાક વિનાના છે છતાં ય જીવોને તારે છે. આમ આશ્ચર્ય છે.
કલ્યાણમંદિર સ્તોત્ર
૩૩