________________
આવે તો તેનું નિરસન કરી પુનઃ પ્રાણધારાને પકડી લેવાની. થોડોક સમય આ સાધના થયા પછી સાધક આગળના ચરણ માટે તૈયાર થઈ જશે. પછી દઢ સંકલ્પ કરવો કે હવે હું આખા શરીરમાં વ્યાપ્ત ચેતનાને સંકોચીને મર્મસ્થાન ઉપર લાવી રહ્યો છું. શરીરમાં મહત્ત્વનાં મર્મ સ્થાનો છે: નાભિ, હૃદય; બે ભૃકુટિની વચ્ચેનું કેન્દ્ર અને શિરની ટોચ ઉપરનું સ્થાન. સાધકે સામાન્ય રીતે શરીરની ઉપરના ભાગમાં આવેલ મર્મસ્થાનને પસંદ કરી ત્યાં ચેતના લાવવી. ભલે ચેતના ત્યાં આવે કે ન આવે પણ તેવો સંકલ્પ કરી આત્મિક પ્રયાસ કરતા રહેવો. જે ત્યાં ચેતના થોડીક પણ એકત્રિત થવા માંડશે તો સાધકને ત્યાં સ્પંદન થતાં વર્તાશે. શરૂઆતમાં તો આટલું થાય તો પણ ઘણું. આમાંનું કંઈ પણ ન થાય તો પણ એ રીતનો ભાવ ભાવતાં પ્રયાસ કરતા રહેવાનો, તેનાથી પણ ઘણો લાભ થશે.
ચેતના મર્મસ્થાને આવી જાય કે ન આવી જાય પણ સાધકે માની લેવાનું કે હવે ચેતના ત્યાં કેન્દ્રિત થઈ ગઈ છે અને શરીર ચેતનહીન કે અલ્પચેતનવાળું બની ગયું છે.
ત્યાર પછી સાધકે પ્રગાઢ સંકલ્પ કરવાનો અને ભાવ ભાવવાનો કે હવે મારી ચેતના મર્મસ્થાનેથી બહાર નીકળીને પરમાત્મામાં લીન થઈ રહી છે. હવે મારું અસ્તિત્વ પરમાત્માથી જુદું રહ્યું નથી. પ્રકારાન્તરે એમ પણ ભાવ ભાવી શકાય કે હવે મેં પરમાત્મ અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે અને હું અનંત ચતુષ્ટયમાં (અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત આનંદ) અવસ્થિત થઈ ગયો છું. થોડીક વાર આમ પરમાત્મભાવમાં રહ્યાનું ચિંતવ્યા પછી એમ ચિંતવવું કે હવે મારી ચેતના પરમાત્મામાંથી નીકળીને, મારા છોડેલા શરીરના મર્મસ્થાનેથી શરીરમાં પ્રવેશ કરીને પુનઃ શરીરમાં વ્યાપી ગઈ છે. થોડીક વાર આ મનઃસ્થિતિમાં રહ્યા પછી આંખ ખોલી ત્રણ વખત ઈષ્ટદેવનું સ્મરણ કરીને કે મંત્ર બોલીને ધ્યાન સંપન્ન કરવું અને હવે શરીર પુનઃ ચેતનવંતુ બની ગયું છે તેવો અનુભવ કરવો. ચેતનાની આ યાત્રા વાસ્તવિકતામાં ભાવયાત્રા જ બની રહેશે તેમ છતાંય સાધકને તેનો ઘણો લાભ થશે.
જૈન ધર્મક્રિયાઓમાં કાઉસગ્ન-કાયોત્સર્ગ કરી ચેતનાનું અનુસંધાન લોગસ્સ સૂત્ર સાથે કરવાનું વિધાન છે. કાઉસગ્ગ શ્વાસ પ્રમાણે કરવાનો હોય ૯૮
ધ્યાનવિચાર