________________
લેશ્યાધ્યાન લેશ્યાધ્યાન એક વિશિષ્ટ પ્રકારનું ધ્યાન છે. લેગ્યા એટલે અંતરમાં ઊઠતા ભાવોના રંગો. આ વાત આધ્યાત્મિક છે તો વૈજ્ઞાનિક પણ છે. આપણે જેવો ભાવ કરીએ છીએ તેવી આપણી છાયા થઈ જાય છે. આ છાયાને રંગ હોય છે પણ તે એટલા બધા સૂક્ષ્મ હોય છે કે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી. આગમ સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે વેશ્યાના રંગ છ(૬) પ્રકારના હોય છે : કૃષ્ણ (કાળો), નીલ (ગાઢો ભૂરો કાળાશવાળો), કપોત (આછો ભૂખરો, કબૂતરના રંગ જેવો), તેજસ (રકત-પીત વર્ણ પણ ખૂલતો), પદ્મ (કમળની પાંખડી જેવો આછો પીળો), શુકલ (શ્વેત હંસ જેવો).
માણસના ભાવ પ્રમાણે રંગો બદલાતા રહે છે. કાળો અને નીલ એ ક્લિષ્ટ રંગો છે. જે માણસના વિચારો મલિન હોય, હિંસા, જૂઠ, કપટ, ચોરી વગેરે જેવા હલકા વિચારોમાં જે રાચતા હોય તેમની વેશ્યા (ભાવછાયા)ના રંગો કૃષ્ણ અને નીલ હોય છે. વિચારોમાં જેમ મલિનતા ઓછી થતી જાય તેમ તેની કાળાશ ઓછી થતી જાય છે. જે માણસોના મનમાં કોમળ ભાવો ઊઠતા હોય છે તેમની ભાવછાયા કપોત રંગની બને છે. વિચારો જેમ ઉદાત્ત થતા જાય તેમ ભાવછાયાના રંગો નિર્મળ થતા જાય. મહત્ત્વાકાંક્ષી-વ્યવહારલક્ષી લોકોની ભાવછાયા તૈજસ અર્થાત્ ચમકીલા પીળાશ પડતા અને આછા રક્તવર્ણની હોય. ઉચ્ચ વિચારોવાળા પરોપકારી જીવોની ભાવછાયા પદ્મ જેવા આછા પીળા અને શ્વેત રંગની હોય. સાધુપુરુષોની ભાવછાયા શ્વેત રંગની દેદીપ્યમાન હોય. ભાવછાયાનું આખું વિજ્ઞાન છે. જો આપણે માણસની ભાવછાયાને પકડી શકીએ તો તેના અંતર્જગતનો અંદાજ લગાવી શકીએ અને તેની સાથે યથા-તથા વ્યવહાર રાખી શકીએ.
ભાવ પ્રમાણે છાયાના રંગો બદલાય છે તે તથ્યને નજરમાં રાખીને લેશ્યા ધ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેના પાયામાં એ સિદ્ધાંત રહેલો છે કે ભાવ પ્રમાણે રંગ બદલાય છે તો રંગ પ્રમાણે ભાવ પણ બદલાય છે. આ ધ્યાનનું આયોજન કરતી વખતે વેશ્યાના છ પ્રચલિત રંગોને બદલે
ધ્યાનવિચાર . .