SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભૂતિ થાય છે જેને કારણે આપણે જીવંત રહીએ છીએ. આ ધ્યાનના પુરસ્કર્તાઓ કહે છે કે જો સાધના ગાઢ બને તો આપણને આ શરીર જેને ઔદારિક શરીર કહે છે – તેના કારણસમાં તેજસ શરીર અને કર્મશરીરનો પણ અણસાર આવી શકે. જો કે આ વાત ઘણી દૂરની થઈ. પણ એ વાત તો ખરી કે ચેતનાનું બહાર વહેવું એ અતિક્રમણ છે અને ચેતનાનું અંદર તરફ વળવું તે પ્રતિક્રમણ છે. ચેતના બહારના વિષયોમાં રમે તો તે બહિરાત્મદશા ગણાય. ચેતના અંદર વળે તે અંતરાત્મદશા કહેવાય અને જ્યારે ચેતના રાગદ્વેષ રહિત થઈને સ્થિર થઈ જાય – નિર્વિકલ્પ ચેતના બની જાય ત્યારે તે પરમાત્મદશાને પ્રાપ્ત કરે. જો કે આ તો શિખરની વાત છે જેનાં અત્યારે તો આપણે દર્શન કરીને જ સંતોષ માનવો રહ્યો. - શરીરપ્રેક્ષા સારી રીતે સધાય તો આપણને એ વાતની પ્રતીતિ થઈ જાય કે પ્રત્યેક ક્ષણે આપણા શરીરના સૂક્ષ્મ ઘટકોમાં તરંગો ઊઠે છે અને બીજી પળે તે શમી જાય છે. આપણું સમગ્ર અસ્તિત્વ કેવળ તરંગોમય જ છે અને આ તરંગોનું આયુષ્ય કેવળ પળ-બેપળનું પણ માંડ હોય છે. પણ આ તરંગો જેમાંથી ઊઠે છે તે ચેતન તત્ત્વ છે. તેને કારણે જ તરંગો ઊઠે છે અને આથમે છે. આ ચેતન તત્ત્વનાં દર્શન - તેની અનુભૂતિ શરીરપ્રેક્ષાનું લક્ષ્ય છે. જે આપણને ભાગ્યે જ સિદ્ધ થાય પણ સત્યના દર્શનનો આ માર્ગ છે. ભલે આપણે શરીરપ્રેક્ષા કરતાં પરમ સુધી ન પહોંચી શકીએ પણ તેના આપણને જે અન્ય લાભ મળી રહે છે તે પણ કીમતી છે. રાગ-દ્વેષ રહિત થઈને શરીરને જોતાં આપણામાં તટસ્થ રહીને વસ્તુને જોવાની - મૂલવવાની શકિત આવી જાય છે. સાધક ધીમે ધીમે જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં સ્થિત થતો જાય છે. શરીરપ્રેક્ષા કરનારનું સ્વાથ્ય સારું રહે છે અને તેની એકાગ્રતા વધે છે આ શકિતઓનો વિકાસ થતાં જીવન તનાવરહિત બને છે અને વિવેક જાગ્રત થાય છે. આ શરીર પ્રેક્ષા કર્યા પછી, આગળ બતાવેલ સમાપન વિધિ કરવી આવશ્યક છે. જો તે નહીં કરી હોય તો શરીર પ્રેક્ષા કરતાં જે પ્રાપ્ત કર્યું હશે તે આત્મસ્થ નહીં બને. ધ્યાનવિચાર ૮૩
SR No.005707
Book TitleDhyanvichar
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Agency
Publication Year2012
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy